SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ પૂજ્યવર શ્રી ગુરુદેવ શાસ્ત્રીય વગેરે વિષયમાં આગળ વધતા ગયા અને અનુક્રમે કોઈનીયે મદદ સિવાય સ્વતંત્ર રીતે મહાન શાસ્ત્રોનો અભ્યાસ પ્રવર્તવા લાગ્યો, જેના ફળરૂપે આપણે “આત્માનન્દ જૈન ગ્રંથરત્નમાળા'ને આજે જોઈ શકીએ છીએ. શાસ્ત્રલેખન અને સંગ્રહ-વિશ્વવિખ્યાતકીર્તિ, પુનિતનામધેય, પંજાબદેશોદ્ધારક, ન્યાયાસ્મોનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનન્દસૂરિવરની અવર્ણનીય અને અખૂટ જ્ઞાનગંગાના પ્રવાહનો વારસો એમની વિશાળ શિષ્યસંતતિમાં નિરાબાધ રીતે વહેતો રહ્યો છે. એ કારણસર પૂજ્ય પ્રવર પ્રાતઃસ્મરણીય પ્રભાવપૂર્ણ પરમગુરુદેવ પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીમાં પણ એ જ્ઞાનગંગાનો નિર્મળ પ્રવાહ સતત જીવતો વહેતો રહ્યો છે, જેના પ્રતાપે સ્થાન સ્થાનના જ્ઞાનભંડારોમાંથી શ્રેષ્ઠ-શ્રેષ્ઠતમ શાસ્ત્રોનું લેખન, તેનો સંગ્રહ અને અધ્યયન આદિ ચિરકાળથી ચાલુ હતાં અને આજ પર્યત પણ એ પ્રવાહ અવિચ્છિન્નપણે ચાલુ જ છે. ઉપર જણાવેલ શાસ્ત્રલેખન અને સંગ્રહવિષયક સંપૂર્ણ પ્રવૃત્તિ પૂજ્યપાદ ગુરુવર શ્રી ચતુરવિજ્યજી મહારાજના સૂક્ષ્મ પરીક્ષણ અને અભિપ્રાયને અનુસરીને જ હંમેશાં ચાલુ રહ્યાં હતાં. પુણ્યનામધેય પૂજ્યપાદ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજે સ્થાપન કરેલા વડોદરા અને છાણીનાં જૈન જ્ઞાનમંદિરોમાંના તેઓશ્રીના વિશાળ જ્ઞાનભંડારોનું બારીકાઈથી અવલોકન કરનાર એટલું સમજી શકશે કે એ શાસ્ત્રલેખન અને સંગ્રહ કેટલી સૂક્ષ્મ પરીક્ષાપૂર્વક કરવામાં આવ્યા છે અને તે કેવા અને કેટલા વૈવિધ્યથી ભરપૂર છે. શાસ્ત્રલેખન એ શી વસ્તુ છે એ બાબતનો વાસ્તવિક ખ્યાલ એકાએક કોઈનેય નહિ આવે. એ બાબતમાં ભલભલા વિદ્વાન ગણાતા માણસો પણ કેવાં ગોથાં ખાઈ બેસે છે એનો ખ્યાલ પ્રાચીન-અર્વાચીન જ્ઞાનભંડારોમાંનાં અમુક અમુક પુસ્તકો તેમ જ ગાયકવાડ ઓરિયેન્ટલ ઈન્સ્ટિટયૂટ આદિમાંના નવાં લખાયેલાં પુસ્તકો જોવાથી જ આવી શકે છે. ખરું જોતાં શાસ્ત્રલેખન એ વસ્તુ છે કે, તેને માટે જેમ મહત્ત્વના ઉપયોગી ગ્રંથોનું પૃથક્કરણ અતિ ઝીણવટપૂર્વક કરવામાં આવે એટલી જ બારીકાઈથી પુસ્તકને લખનાર લહિયાઓ, તેમની લિપિ, ગ્રંથ લખવા માટેના કાગળો, શાહી, કલમ વગેરે દરેકેદરેક વસ્તુ કેવી હોવી જોઈએ એની પરીક્ષા અને તપાસને પણ એ માગી લે છે. - જ્યારે ઉપર્યુક્ત બાબતોની ખરેખર જાણકારી નથી હોતી ત્યારે ઘણીવાર એવું બને છે કે, લેખકો ગ્રંથલિપિને બરાબર ઉકેલી શકે કે નહિ? તેઓ શુદ્ધ લખનારા છે કે ભૂલો કરનારા-વધારનારા છે? તેઓ લખતાં લખતાં વચમાંથી પાઠો છૂટી જાય તેમ લખનારા છે કે કેવા છે? ઈરાદાપૂર્વક ગોટાળો કરનારા છે કે કેમ? તેમની લિપિ સુંદર છે કે નહિ? એકસરખી રીતે પુસ્તક લખનારા છે કે લિપિમાં ગોટાળો કરનારા છે?-ઈત્યાદિ પરીક્ષા કર્યા સિવાય પુસ્તકો લખાવવાથી પુસ્તકો અશુદ્ધ, ભ્રમપૂર્ણ અને ખરાબ લખાય છે. આ ઉપરાંત પુસ્તકો લખાવવા માટેના 109 થી પુચચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy