________________
હવે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન ચતુરવિજયજી મહારાજની ટૂંકી જીવનરેખા વિદ્વાનોને જરૂર રસપ્રદ થશે, એમ માની કોઈ પણ જાતની અતિશયોક્તિનો ઓપ આપ્યા સિવાય એ અહીં તદ્દન સાદી ભાષામાં દોરવામાં આવે છે.
જન્મ -પૂજ્યપાદ ગુરુદેવનો જન્મ વડોદરા પાસે આવેલા છાણી ગામમાં વિ. સં. ૧૯૨૬ના ચૈત્ર શુદિ ૧ ને દિવસે થયો હતો. તેમનું પોતાનું ધન્ય નામ ભાઈ ચૂનીલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ મલકચંદ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેમની જ્ઞાતિ વીશા પોરવાડ હતી. તેઓ પોતે અને ચાર ભાઈ હતા અને ત્રણ બહેનો હતી. તેમનું કુટુંબ ઘણું જ ખાનદાન હતું. ગૃહસ્થપણાનો તેમનો અભ્યાસ તે જમાના પ્રમાણે ગુજરાતી સાત ચોપડી જેટલો હતો. વ્યાપારાદિમાં ઉપયોગી હિસાબ આદિ બાબતોમં તેઓશ્રી હોશિયાર ગણાતા હતા.
ધર્મસંસ્કાર અને પ્રવજ્યા-છાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સંસ્કારપ્રધાન ક્ષેત્ર હોઈ ભાઈશ્રી ચૂનીલાલમાં ધાર્મિક સંસ્કાર પ્રથમથી જ હતા અને તેથી તેમણે પ્રતિક્રમણ સૂત્રાદિને લગતો યોગ્ય અભ્યાસ પણ પ્રથમથી જ કર્યો હતો. છાણી ક્ષેત્રની જૈન જનતા અતિભાવુક હોઈ ત્યાં સાધુ-સાધ્વીઓનું આગમન અને તેમના ઉપદેશાદિને લીધે લોકોમાં ધાર્મિક સંસ્કાર હંમેશાં પોષાતા જ રહેતા. એ રીતે ભાઈ શ્રી ચૂનીલાલમાં પણ ધર્મના દઢ સંસ્કારો પડ્યા હતા, જેને પરિણામે પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય અનેકગણગણનિવાસ શાંતજીવી પરમગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજનો સંયોગ થતાં તેમના પ્રભાવસંપન્ન પ્રતાપી વરદ શુભહસ્તે તેમણે ડભોઈ ગામમાં વિ. સં. ૧૯૪૬ના જેઠ વદિ ૧૦ને દિવસે શિષ્ય તરીકે પ્રવ્રજ્યા અંગીકાર કરી અને તેમનું શુભ નામ મુનિ શ્રી ચતુરવિજયજી રાખવામાં આવ્યું.
વિહાર અને અભ્યાસ–દીક્ષા લીધા પછી તેમનો વિહાર પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રવર્તકજી મહારાજ સાથે પંજાબ તરફ થતો રહ્યો અને તે સાથે ક્રમે ક્રમે અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. શરૂઆતમાં સાધુયોગ્ય આવશ્યકક્રિયા સૂત્રો અને જીવવિચાર આદિ પ્રકરણોનો અભ્યાસ કર્યો. તે વખતે પંજાબમાં અને ખાસ કરીને તે જમાનાના સાધુવર્ગમાં વ્યાકરણમાં મુખ્યત્વે સારસ્વત પૂર્વાધ અને ચન્દ્રિકા ઉત્તરાર્ધનો પ્રચાર હતો, તે મુજબ તેઓશ્રીએ તેનો અભ્યાસ કર્યો અને તે સાથે કાવ્ય, વાભદાલંકાર, શ્રુતબોધ આદિનો પણ અભ્યાસ કરી લીધો. આ રીતે અભ્યાસમાં ઠીક ઠીક પ્રગતિ અને પ્રવેશ થયા બાદ પૂવાચાર્યકૃત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણો– જે જૈન આગમના પ્રવેશદ્વાર સમાન છે–નો અભ્યાસ કર્યો. અને તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ આ દરમિયાન અધ્યયન કર્યું. આ રીતે કમિક સજીવ અભ્યાસ અને વિહાર બન્નેય કાર્ય એકીસાથે ચાલતાં રહ્યાં.
ઉપર જણાવવામાં આવ્યું તેમ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ ક્રમે ક્રમે સજીવ અભ્યાસ થયા પછી જ્યાં જ્યાં પ્રસંગ મળ્યો ત્યાં ત્યાં તે તે વિદ્વાન મુનિવરાદિ પાસે તેમ જ પોતાની મેળે પણ શાસ્ત્રોનું અધ્યયન-વાચન કરતા રહ્યા. ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે “અભ્યાસો હિકર્મસુ કૌશલમાવતિ" એ
શી પુણ્યરસ
108
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org