________________
પધાર્યા અને પાટણના જ્ઞાનભંડારોની વ્યવસ્થા કરવા માટે કાર્યવાહકોનો વિશ્વાસ સંપાદન કરી એ જ્ઞાનભંડારોના સાર્વત્રિક ઉદ્ધારનું કામ હાથ ધર્યું અને એ કાર્યને સર્વાગપૂર્ણ બનાવવા શક્ય સર્વ પ્રયત્નો પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીએ અને પૂજ્ય ગુરુદેવશ્રી ચતુરવિજયજી મહારાજશ્રીએ કર્યા. આ વ્યવસ્થામાં બૌદ્ધિક અને શ્રમજન્ય કાર્ય કરવામાં પૂજ્યપાદ ગુરુદેવનો અકથ્ય ફાળો હોવા છતાં પોતે ગુપ્ત રહી જ્ઞાનભંડારોના ઉદ્ધારનો સંપૂર્ણ યશ તેઓશ્રીએ શ્રીગુરુચરણે જ સમર્પિત કર્યો છે.
લીંબડી શ્રીસંઘના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણીમાં સ્થાપન કરેલા પૂજ્યપાદ શ્રી પ્રવર્તકજી મહારાજશ્રીના અતિ વિશાળ જ્ઞાનભંડારોની સર્વાગપૂર્ણ સુવ્યવસ્થા પૂજ્ય ગુરુવર્યે એકલે હાથે જ કરી છે. આ ઉપરાંત પૂજ્યપ્રવર શાન્તમૂર્તિ મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના વડોદરામાંના વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થામાં પણ તેમની મહાન મદદ હતી.
શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા-પૂજ્ય શ્રી ગુરુશ્રીએ જેમ પોતાના જીવનમાં જૈન જ્ઞાનભંડારોનો ઉદ્ધાર, શાસ્ત્રલેખન અને શાસ્ત્રસંશોધનને લગતાં મહાન કાર્યો કર્યા છે, એ જ રીતે તેમણે શ્રી એ. જે. ચં. ૨. મા.ના સંપાદન અને સંશોધનું મહાન કાર્ય પણ હાથ ધર્યું હતું. આ ગ્રંથમાળામાં આજ સુધીમાં બધા મળીને વિવિધ વિષયને લગતા નાના-મોટા મહત્ત્વના નેવું ગ્રંથો પ્રકાશિત થયા છે, જેમાંના ઘણાખરા પૂજ્ય ગુરુદેવે જ સંપાદિત કર્યા છે.
આ ગ્રંથમાળામાં નાનામાં નાના અને મોટામાં મોટા અજોડ મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનામોટા સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણોનો સમૂહ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થયો છે એ આ ગ્રંથમાળાની ખાસ વિશેષતા છે. આ પ્રકરણો દ્વારા જૈન શ્રમણ અને શ્રમણીઓને ખૂબ જ લાભ થયો છે. જે પ્રકરણોનાં નામ મેળવવાં કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણો પ્રત્યેક શ્રમણ-શ્રમણીને હસ્તગત થઈગયાં છે. આ ગ્રંથમાળામાં એકંદર જૈન આગમો, પ્રકરણો, ઐતિહાસિક અને ઔપદેશિક પ્રાકૃત, સંસ્કૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટક આદિ વિષયક વિવિધ સાહિત્ય પ્રકાશ પામ્યું છે. એ ઉપરથી પૂજ્યપાદ ગુરુદેવમાં કેટલું વિશાળ જ્ઞાન અને કેટલો અનુભવ હતો એ સહેજે સમજી શકાય તેમ છે, અને એ જ કારણસર આ ગ્રંથમાળા દિન પ્રતિદિન દરેક દષ્ટિએ વિકાસ પામતી રહી છે.
છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતા પૂજ્યપાદ ગુરુદેવે જીવનના અસ્તકાળ પર્યત અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. નિશીથસૂત્રચૂર્ણિ, કલ્પચૂર્ણિ, મલયગિરિ વ્યાકરણ, દેવભદ્રસૂરિકૃત કથારત્નકોશ, વસુદેવ હિંડી-દ્વિતીય ખંડઆદિ જેવા અનેક પ્રાસાદભૂત ગ્રંથોના સંશોધન અને પ્રકાશનના મહાન મનોરથોને હૃદયમાં ધારણ કરી, સ્વહસ્તે એની પ્રેસ કોપીઓ અને એનું અર્થસંશોધન કરી, તેઓશ્રી પરલોકવાસી થયા છે. અસ્તુ. મૃત્યુદેવે કોના મનોરથ પૂર્ણ થવા દીધા છે!
111
થી પુણ્યારિત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org