________________
આમ છતાં જો પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તકજી મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તો પૂજ્ય ગુરુદેવના સત્સંકલ્પોને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળાને સવિશેષ ઉજ્જવલ બનાવવા યથાશક્ય અલ્પ-સ્વલ્પ પ્રયત્ન હું જરૂર જ કરીશ.
ગુરુદેવનો પ્રભાવ–પૂજ્યપાદ ગુરુદેવમાં દરેક બાબતને લગતી કાર્યદક્ષતા એટલી બધી હતી કે કોઈપણ પાસે આવનાર તેમના પ્રભાવથી પ્રભાવિત થયા સિવાય રહેતો નહિ. મારા જેવા સાધારણ વ્યક્તિ ઉપર પૂજ્ય ગુરુદેવનો પ્રભાવ પડે એમાં કહેવાપણું જ ન હોય, પણ પંડિતપ્રવર શ્રીયુત સુખલાલજી, વિન્માન્ય શ્રીમાન જિનવિજયજી આદિ જેવી અનેકાનેક સમર્થ વ્યક્તિઓ ઉપર પણ તેઓશ્રીનો અપૂર્વ પ્રભાવ પડ્યો છે અને તેમની વિશિષ્ટ પ્રવૃત્તિનું સજીવ બીજારોપણ અને પ્રેરણા પૂજ્યપાદ ગુરુદેવના સહવાસ અને સંસર્ગથી પ્રાપ્ત થયાં
છે.
જૈન મંદિર અને જ્ઞાનભંડાર વગેરેના કાર્ય માટે આવનાર શિલ્પીઓ અને કારીગરો પણ શ્રી ગુરુદેવની કાર્યદક્ષતા જોઈ તેમના આગળ બાળભાવે વર્તતા અને તેમના કાર્યને લગતી વિશિષ્ટ કળા અને જ્ઞાનમાં ઉમેરો કરી
જતા.
પૂજ્યપાદ ગુરુશ્રીએ પોતાના વિવિધ અનુભવોના પાઠ ભણાવી પાટણનિવાસી ત્રિવેદી ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર જેવા અજોડ લેખકને તૈયાર કરેલ છે, જે આજના જમાનામાં પણ સોના-ચાંદીની શાહી બનાવી સુંદરમાં સુંદર લિપિમાં સોનેરી કીમતી પુસ્તકો લખવાની વિશિષ્ટ કળા તેમ જ લેખનકળાને અંગે તલસ્પર્શી અનુભવ પણ ધરાવે છે.
પાટણનિવાસી ભોજક ભાઈ અમૃતલાલ મોહનલાલ અને નાગોરનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સુંદરમાં સુંદર પ્રેસકોપીઓ કરવાનું કામ તેમ જ લેખન-સંશોધનને લગતી વિશિષ્ટ કળા પણ પૂજ્ય ગુરુદેવે શીખવાડચાં છે, જેના પ્રતાપે તેઓ આજે પંડિતની કોટિમાં ખપે છે.
એકંદર આજે દરેક ઠેકાણે એક એવી કાયમી છાપ છે કે પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજ અને પૂજ્ય ગુરુદેવની છાયામાં કામ કરનાર લેખક, પંડિત કે કારીગર હોશિયાર અને સુયોગ્ય જ હોય.
ઉપસંહાર –અંતમાં હું કોઈપણ પ્રકારની અતિશયોક્તિ સિવાય એમ કહી શકું છું કે, પાટણ, વડોદરા, લીંબડીના જ્ઞાનભંડારોનાં પુસ્તકો અને એ જ્ઞાનભંડારો, શ્રી આત્માંનંદ જૈન ગ્રંથરત્નમાળા અને એના વિદ્વાન વાચકો અને પાટણ, વડોદરા, છાણી, ભાવનગર, લીંબડી વગેરે ગામો-શહેરો અને ત્યાંના શ્રીસંઘો પૂજ્યપાદ પરમગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના પવિત્ર અને સુમંગળ નામને કદીય ભૂલી નહિ શકે.
(સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે કરેલા, પંચમ અને
ષષ્ઠ કર્મગ્રંથના સંપાદનનો પ્રાસ્તાવિક લેખ, સને ૧૯૪૦)
માં પુણ્યત્રિમ્
Jain Education International
For Private & Personal Use Only
112
www.jainelibrary.org