________________
વિદર્ય મુનિરાજશ્રી
પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: વિર્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ ભારતીય વિદ્વાનોમાં વિશિષ્ટ કોટિનું સ્થાન ધરાવે છે. મારા અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજાની પ્રેરણા અને કૃપાથી આજથી ૨૪ વર્ષ પૂર્વે મારે એમના સંપર્કમાં આવવાનું થયું. ત્યારથી આજ સુધીના એમની સાથેના સંબંધમાં એમના જીવનનાં વિવિધ પાસાંઓ અનુભવવાનો મને યોગ પ્રાપ્ત થયો છે.
જૈન આગમશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, વ્યાકરણ, સાહિત્ય આદિ વિવિધ વિષયોના તેઓ પ્રકાંડ અને વ્યાપક વિદ્વાન છે. તે ઉપરાંત અતિ મહત્ત્વનું એમનું સંશોધનકાર્ય છે. એમની સંશોધનશૈલી અતિ ગંભીર તેમજ તુલનાત્મક છે. સાહિત્યસંશોધનના સમુદ્રમાં એ સદા મગ્ન હોય છે. એમણે જે સંશોધન - સંપાદનશૈલી વિકસાવી છે તે અનેક દષ્ટિએ ઉચ્ચ કોટિની છે. એમની સંપાદનશૈલીને આધારે અધ્યયન, સંશોધન અને સંપાદનમાં પરિશ્રમ કરનારા થોડા પ્રયત્ન ઘણી જ સફળતા મેળવે છે.
- આ એમના પાંડિત્યની વાત થઈ. એમની સ્વભાવગત ઉદારતા જોઈએ ત્યારે આપણને એ મહામાનવ જ લાગે. કોઈપણ વસ્તુના પ્રદાનમાં એ અતિ ઉદારચેતા છે. અનેક વર્ષોના ઘણા જ પરિશ્રમને અંતે તૈયાર કરેલી સાધનસામગ્રી અને સંશોધનો કોઈ પણ જાતના સંકોચ કે ભેદભાવ વિના એ યોગ્ય પાત્રને ક્ષણવારમાં આપી દે છે. કોઈ પણ વ્યક્તિને માટે એમનાં દ્વાર સદાયે ખુલ્લાં હોય છે. સંશોધકોને તેમ જ અભ્યાસીઓને સહાય કરવા એ સદાયે તત્પર હોય છે, નાના-મોટાનો કે સ્વ-પરનો ભેદ એમના પાસે જનારને બાધક થતો નથી. વિચારોની બાબતમાં અબદ્ધ, અનાગ્રહી અને સમાધાનપ્રિય છે. એમનું સમગ્ર જીવન એક પ્રકારના જ્ઞાનયજ્ઞરૂપ છે. અને સાહિત્ય-સંશોધકોને માટે એમનું સ્થાન સદાયે આશ્વાસનરૂપ છે.
જૈન મુનિઓએ આજ સુધી વિપુલ પ્રમાણમાં ગ્રંથરચના કરી છે તેમજ જૈન-જૈનેતર ગ્રંથોનો સંગ્રહ પણ મોટા પ્રમાણમાં કર્યો છે. આવા હજારો ગ્રંથો ભારતનાં ભિન્ન ભિન્ન સ્થળોના જૈન-જ્ઞાનભંડારો આદિમાં અસ્તવ્યસ્તરૂપે વિદ્યમાન છે. તેમાંના પાટણ, જેસલમેર, લીંબડી, વડોદરા આદિ સ્થળોમાં એ ગ્રંથોને વ્યવસ્થિત કરીને સુંદરમાં સુંદર રીતે સુરક્ષિત હાલતમાં મૂકવાનું અત્યંત મહત્ત્વનું પુણ્યકાર્ય જે એમના હાથે થયું છે, તે અજોડ છે. ક્યા ક્યા જૈન જ્ઞાનભંડારોમાં ક્યા ક્યા ગ્રંથો છે, કેવા કેવા પ્રાચીન છે, એમાં મહત્ત્વની કહી શકાય તેવી કઈ કઈ વિશિષ્ટતા છે, આ બધી બાબતોની એમના પાસે જેટલી માહિતી છે, તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિદ્વાન પાસે હશે. એ માત્ર વિદ્વાન નથી. પણ જંગમ જ્ઞાનકોશ છે.
હસ્તલિખિ ગ્રંથો અને લિપિ આદિ સંબંધી સૂક્ષ્મતર અનુભવોનો એમના પાસે જે ખજાનો છે તેની આપણને પૂરી કલ્પના પણ આવી શકે તેમ નથી. પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના કેન્દ્ર સમાન પાટણ, જેસલમેર, અમદાવાદ, લીંબડી આદિ અનેક સ્થળોના જ્ઞાનભંડારોનો એમણે જે જીર્ણોધ્ધાર કર્યો છે તે એમનું શકવર્તી ભગીરથ પુણ્યકાર્ય માત્ર જૈન સંઘના ઈતિહાસમાં નહિ, પણ ભારતના ઈતિહાસમાં પણ સુવર્ણાક્ષરે નોંધાયેલું
હતી પુરાચચૈિત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org