________________
રહેશે.
એમની અવસ્થા ૭૫ આસપાસ હશે. છતાં કાર્ય કરવાનો તેમનો ઉત્સાહ જોતાં તેમનું માનસ યૌવનથી ભરપૂર છે. આ ઉંમરે તેમણે વિશાળ આગમ સાહિત્યનું ભગીરથ સંપાદનકાર્ય ઉપાડ્યું છે. આગમના વિશાળ સમુદ્રમાં તુલનાત્મક, ઐતિહાસિક તેમજ શુદ્ધિની દષ્ટિએ એમનું જે તલસ્પર્શી અવગાહન છે તેમ જ તેમની પાસે જે વિવિધ દુર્લભ હસ્તલિખિત સામગ્રી છે, તે જોતાં જો તેઓશ્રીના હાથે આગમ સાહિત્ય પ્રકાશન થાય તો ખૂબ જ સુંદર બને એ સ્વાભાવિક છે.
- આપણે શાસનદેવને પ્રાર્થના કરીએ કે અરિહંતભાષિત પવિત્ર શ્રુતજ્ઞાનની પરમ ઉપાસના માટે એમને ખૂબ ખૂબ દીર્ધાયુ અને નીરોગી જીવન પ્રાપ્ત થાય. ૪૫ આગમોનું તેમજ બીજા પણ ધર્મગ્રંથોનું તેમના હાથે સાંગોપાંગ સુંદર પ્રકાશન થાય અને તેમની શ્રુતજ્ઞાનઉપાસનાથી વર્તમાનકાલીન તેમજ ભવિષ્યકાલીન જૈન સંઘ ખૂબ ગૌરવંતો અને સમુદ્ધ બને એ અભિલાષા.
આગમપ્રભાકર
પૂ. પંન્યાસ શ્રી રમણીકવિજયજી આગમપ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજના એક નિકટતમ અંતેવાસી અને શિષ્ય તરીકે મારું ચિત્ત અનેક ભાવો અને સ્મરણોથી ઊભરાઈ જાય છે. કેટલું લખું અને કેવી રીતે લખું? હૃદયમાં છે એ સર્વ આ કલમમાંથી કેવી રીતે ઊતરે? એ માટે તો એક પુસ્તક લખવું જોઈએ, પણ તેય સંતોષકારક લખાય કે કેમ? વળી શારીરિક પ્રકૃતિ કોઈ પ્રકારના લેખનરૂપ પ્રયત્નમાંય પ્રત્યવાયનાખે છે. આથી હું તો મહારાજશ્રીના વ્યક્તિત્વના આગમપ્રભાકરઅંગને જ બહુ સંક્ષેપમાં માનાંજલિ અર્પણ કરીશ.
મૂલ આગમો ઉપરની ટીકાઓનો મહાન ઉપક્રમ નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ પાટણમાં કર્યો હતો. અભયદેવસૂરિની ટીકાઓ ન હોત તો આગમોના અર્થો કરવાનું બહુ કઠિન બન્યું હોત. ત્યાર પછી રમાશરે નવ સો વર્ષ બાદ શ્રી સાગરાનંદસૂરિજીએ પાટણમાંથી આગમવાચનાનું કામ આરંભ્ય અને આગમોનું કડીબદ્ધ પ્રકાશન કર્યું. શ્રી સાગરાનંદસૂરિજી તેમજ શ્રી પુણ્યવિજયજી બંનેની જન્મભૂમિ કપડવંજ. પાટણ એ આગમઅધ્યયનની કર્મભૂમિ છે. શ્રી પુણ્યવિજ્યજી મહારાજે એ જનગરમાં શ્રી જિનાગમપ્રકાશિની સંસદની સ્થાપના કરી અને આગમ-પ્રકાશનનું ભગીરથ કાર્ય ત્યાંથી આરંભાયું અને તેને વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહકાર સાંપડ્યો.
શ્રી અભયદેવસૂરિનો કાલધર્મ કપડવંજમાં થયો. શ્રી પુણ્યવિજયજીનો જન્મ કપડવંજમાં થયો અને તે પણ જ્ઞાનપંચમીના દિવસે!
આ બધું શું આકસ્મિક જ હશે? ના. ઈતિહાસનો કાર્યકારણભાવ આપણે પૂરો સમજી કે સમજાવી શકતા નથી, તેથી તે નહિ જ હોય એમ શી રીતે મનાય? એટલું તો ચોક્કસ લાગે છે કે મહાન આગમિક આચાર્યોનો યુગ યુગે પ્રગટ થતો જ્ઞાન-પુરુષાર્થ આપણા સમયમાં આગમપ્રભાકરના વ્યક્તિત્વમાં સુરેખ અભિવ્યક્તિ પામ્યો છે. શ્રી પુણ્યચરિત્રમ્
114
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org