________________
મારા અનુભવેલા આગમપ્રભાકર
પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી
સંસારી અવસ્થામાં, સં. ૧૯૮૪ના જેઠ સુદમાં હું પાટણ ગયો હતો. પૂ. પુણ્યવિજયજી મહારાજનો દર્શન પ્રથમ વાર થયાં હતાં એવું સ્મરણ છે. જેઠ વદમાં મારી દીક્ષા કપડવંજમાં મુનિ રાજશ્રી ઉત્તમવિજયજી પાસે થઈ, તે પછી, સં. ૧૯૮૫માં વિહાર કરીને વડી દીક્ષા માટે વડીલ ગુરુવર્યોની સાથે હું પાટણ ગયો ત્યારે મારા ગુરુ શ્રી ઉત્તમવિજયજી મહારાજ ગોધરાથી ચોમાસું કરીને મહેસાણા પધાર્યા હતા. મારી વડી દીક્ષા વખતે તેઓશ્રીનો પત્ર પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ ઉપર આવ્યો કે ‘“સુભદ્રવિજયજીને શ્રી નેમવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા અપાવો.'' પૂ. પુણ્યવિજયજી મહારાજ, જેઓ એ વખતે યુવાવસ્થામાં હતા તેમણે પણ આ સૂચનને અનુમોદન આપ્યું અને નામ ચંદનવિજય રાખી મને શ્રી નેમવિજયજી મહારાજનો શિષ્ય બનાવડાવ્યો.
આ ભાગ્યવાને મને અને મારા ગુરુજીને અનેક ધાર્મિક અને વિદ્યાકીય પ્રસંગોએ દીર્ઘ દષ્ટિપૂર્વક મૂલ્યવાન સહાય કરેલી છે. મારી અને શ્રી રમણિકવિજયજી પંન્યાસ પદવી કેટલાંક વર્ષ પહેલાં વડોદરામાં એક સાથે થઈ તે સમયે ઊઠે ચમાસે લાંબા વિહાર કરી તેઓ પધાર્યા હતા, એ પ્રસંગે વડોદરાના સંઘે તેઓને ‘આગમપ્રભાકર’ની પદવી ભક્તિપૂર્વક આપી હતી, જેને સમસ્ત જૈન સમાજે અને ભારતીય વિધાનસમૂહે હાર્દિક અનુમોદન આપ્યું
છે.
શ્રી આગમપ્રભાકરજી જ્ઞાન-ધ્યાનમાં, ભણવા-ભણાવવામાં અપ્રમત્ત રહેનાર અને પરોપકાર માટે સદા પ્રયત્ન કરનાર છે એ મેં પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું છે. કોઈ સાધુ - સાધ્વી બિમાર હોય કે તેમને કોઈ વસ્તુનો ખપ હોય ત્યારે તેમની જરૂરિયાતો કોઈ શ્રાવકને ઉપદેશ આપી, તેઓ પૂરી કરે છે. એમનાં વ્યાખ્યાનો હંમેશાં તત્ત્વશીલ હોય છે. સાધુ-સાધ્વીને કે શિષ્યોને ભણાવે ત્યારે ખૂબ ઝીણવટથી, દાખલા-દલીલો સાથે સમજાવીને ઝીણવટથી તેઓ વાચના આપે છે. અને પ્રાચીન ગ્રન્થોના સંશોધનનું તેમનું કામ તો સતત ચાલુ જ હોય છે. આટલી પાકટ વયે પણ કામના થાક જેવી વસ્તુ એમનામાં દેખાતી નથી. તેમણે વડીલ ગુરુ અને દાદાગુરુ પાસેથી વારસો લીધો છે એને ખૂબ વધાર્યો અને વિકસાવ્યો છે. આવા સતત કાર્યશીલ થોડાક જ મુનિવરો સમાજમાં જોવા મળે એમ છે.
‘પરા’ના ઉપાસક
પૂ. મુનિ શ્રી યશોવિજયજી
ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જોવું હોય, નમ્રતા, સરલતા અને પુરુષાર્થની મૂર્તિ જોવી હોય, જીવનના મુખ્ય પાયા જેવા બન્ને વળ્વા, એટલે કે વિનય અને વિવેકના આદર્શો જોવા હોય, ‘જ્ઞાને મૌન’ની ઉક્તિનાં દર્શન કરવાં હોય, કાર્યના અનેક બોજ વચ્ચે પણ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું જો તમારે દર્શન કરવું
શ્રી પુણ્યરિત્રમ્
115
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org