________________
હોય, મારા-પરાયાના ભેદનું અદર્શન કરવું હોય, તો મુનિજીને જુઓ અને તમને ઉપરોકત તેમજ બીજા અનેક ગુણોનું દર્શન લાધશે.
પૂજ્ય પુણ્યનામધેય પુણ્યવિજયજીને એક સપ્તાહ નિહાળો તો તમને જ્ઞાનની મહાધૂણી જગાવીને બેઠેલા એક અવધૂતનાં દર્શન થશે. તમે જ્ઞાનચર્ચા કરો અને તમને પુનિત જ્ઞાનગંગામાં સ્નાન કરાવતી જ્ઞાનીનું દર્શન થશે. પહેલવહેલી જ મુલાકાત લેશો તો તમને તમારી સાથે નહિ પણ મિનિટો સુધી આંખથી અક્ષરો સાથે પ્રેમ કરી રહેલા જ્ઞાનપ્રેમીને નીરખશો. થોડો વખત રહો તો તમને જ્ઞાનગુણની જાણે પરા' ઉપાસના કરતા એક યોગીનું સ્મરણ થશે.
એમની આજીવન સાધનાના ફળ સ્વરૂપ, ઊંડા અધ્યયન અને ગંભીર પરામર્શપૂર્વક સંશોધિત થયેલી આગમશાસ્ત્રની પવિત્રકૃતિઓ જ્યારે વિદ્વાનોના હાથમાં મુકાશે ત્યારે જ એમણે કરેલા મહાન કાર્યની સાચી ઝાંખી થશે, અને ત્યારે જ તેમની કૃતિઓનું સાચું મૂલ્ય અંકાશે એ કાર્ય પૂર્ણ થશે ત્યારે તે કાર્ય શકવર્તી બની જશે એટલું જ નહિ, પણ એકવીસમી સદીનું જૈન સંઘમાં “સહુથી શિરોમણિ' કાર્ય ગણાશે અને, આજના શબ્દોમાં કહું તો, એ “એવોર્ડ મેળવી જશે.
આવી વ્યકિતઓ વિરલ જન્મે છે, સૈકામાં ગણતરીની જ પાકે છે, અને અવિનયનો દોષ વહોરીને, ક્ષમા માગી લઈને, અતિ નમ્ર ભાવે (ખાનગીમાં વિનંતિઓ તો ઘણી કરી પણ) હવે જાહેરમાં જ વિનંતી કરું કે હવે આપ એ સમયનો સંપૂર્ણ સદુપયોગ કરી શકો તેવા સ્થળમાં રહી આપની અને આપના વર્તુળની તમામ શક્તિઓને કામે લગાડી પાંચ વરસમાં આગમોનું સંપૂર્ણ પ્રકાશન થાય તેવો ભગીરથ પુરુષાર્થ કરો. અન્ય તમામ કાર્યોને સ્થગિત કરી પ્રકાશન માટે ભેખ લો! શાસનદેવને પ્રાર્થના કે મારી વિનંતિનો અમલ થાય તેવી અનુકૂળતા આપને આપે!
અંતમાં, જ્ઞાન એ જ જેમનું તપ છે, જ્ઞાન એ જ જેમનું ધ્યાન છે, અને જ્ઞાન એ જ જેમનું સર્વસ્વ છે એવા ત્યાગી મિત્ર મુનિવરને ભૂરિભૂરિ વંદન! પરમાત્મા તેમને શતાયું બનાવે એ જ પુનઃપુનઃ પ્રાર્થના.
અનેક વંદન હો એ જ્ઞાનયોગીને!
પૂ. સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રીજી. આપણા મહાન પ્રાચીન આચાર્યોએ વિસ્મૃત થતા જ્ઞાનને બચાવવા માટે અથાગ પ્રયત્નો સેવી તાડપત્રો ઉપર જ્ઞાનને સ્થિર કર્યું, અને જૈન, વૈદિક, બૌદ્ધ પરંપરાના તથા બીજા ભિન્ન ભિન્ન વિષયોના અનેક ગ્રંથોની હજારો પ્રતિઓ લખાવી એનો જેસલમેર, પાટણ, ખંભાત, વડોદરા, અમદાવાદ, લીંબડી વગેરે શહેરોના જ્ઞાનભંડારોમાં સંગ્રહ કર્યો.
સ્વાધ્યાયની રુચિ ઓછી થતી ગઈ, તે ભંડારને તાળા ચાવીમાં જ પૂરી રાખ્યા, પુસ્તકોને જ્ઞાનના પ્રતીકરૂપે પૂજવા લાગ્યા, તેનો ઉપયોગ ન થયો, સારસંભાળ ન થઈ! કેટલીક પ્રતો અને પુસ્તકો ઉધઈઓના આહાર રૂપે પરિણમ્યાં! આવી વિષમ અને અઘટિત દશા જ્ઞાનભંડારોની થવા પામી. સાધુસમાજ, ગૃહસ્થ સમાજમાં | શ્રી પુરાચરમ્
116
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org