________________
આ ઉપાશ્રય સદા ધર્મના ઘોષથી ગાજતો અને ભર્યોભર્યો રહેતો તથા અમારા સંઘના દરેક સભ્યને એટલે દરેક ભાઈ-બહેનને અને બાળકો સુધ્ધાંને આ મુનિરાજોનો સદાય લાભ મળ્યા કરતો, એને લીધે અમારા સંઘમાં
ધર્મસંસ્કાર સદા જાગતા થયેલા અને જાગતા રહેતા.
આવા ઉત્તમ પ્રકારના મુનિપંડિતો અમારા આ ઉપાશ્રયમાં રહેતા હોવાથી તેમના આકર્ષણથી બીજા બીજા મુનિઓ અને બીજા ગચ્છના મુનિઓ પણ આ જ ઉપાશ્રયમાં પોતાની જ્ઞાનધ્યાનની સાધના માટે આવીને રહેતા, જેથી અમારા સંઘને ઘણો આનંદ-પ્રમોદ રહેતો અને એ મુનિઓની સેવાનો થોડો-ઘણો લાભ પણ મળ્યા કરતો.
કપડવણજ નગરપાલિકાની બોર્ડની સાધારણ સામાન્ય સભા, કપડવણજ
કપડવણજ નગરપાલિકાની બોર્ડની આજની આ સભા તા. ૧૪ જૂન ૧૯૭૧ના રોજ રાતના ૮-૫૦ મિનિટે મુંબઈ મુકામે જ્ઞાનતપસ્વી, શ્રુતશીલવારિધિ, આગમપ્રભાર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી ૭૫ વરસની વયે કાળધર્મ પામ્યા છે તેથી સમસ્ત જૈન સંઘે ઘણો જ ઊંડો આઘાત અનુભવ્યો છે, તે ઊંડા દુઃખની લાગણી સાથે નોંધ લે છે.
તેઓશ્રીનો જન્મ કપડવણજ શહેર એટલે કે આપણા જ શહેરમાં વિક્રમ સંવત ૧૯૫૨ના કારતક સુદ પાંચમના રોજ થયો હતો. તેઓએ તેમના જીવનકાળ દરમ્યાન જ્ઞાનભંડારોનું સંશોધનકાર્ય કરી તેને વ્યવસ્થિત કરવામાં સમય વ્યતીત કરેલ છે. આ બધા જ્ઞાનભંડારો મહારાજા શ્રી કુમારપાલના સમયમાં મુનિ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના લખેલાં ગ્રંથોમાંથી ઉપસ્થિત થયેલા છે. અને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીનું પ્રાકૃત ને સંસ્કૃત વિદ્યામંદિર અસ્તિત્વમાં આવેલ છે. પ્રાચીન વિદ્યાનાં સંશોધનો, જે વિદેશોમાં અને પશ્ચિમના દેશોમાં જાય છે, તેમાં તેઓશ્રીનો ઘણો જ મોટો ફાળો છે. અને તેઓશ્રીના આ અવિરત અને ઉજ્જ્વળ કાર્યોનો પ્રકાશપુંજ અમેરિકાના ધ્યાન ઉપર આવતાં અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેઓશ્રીને માનદ સભ્યપદ સને ૧૯૭૦માં આપીને તેઓશ્રીની વિદ્વત્તાનું વિરલ એવું બહુમાન કરેલ છે. આવા શીલસંપન્ન મહામુનિવરની મહાયાત્રા એ ભારતની જ નહિ પણ વિશ્વભરની સાધુતા અને વિદ્વત્તાના ક્ષેત્રમાં ન પુરાય અને ન ભુલાય તેવી ખોટ પડી છે. અને આગમપ્રભાકર મુનિશ્રીના જીવનનાં યશોગાન ગાઈને તેઓશ્રીને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે.
પ્રભુ તેઓશ્રીના આત્માને નિર્વાણપદ આપે એવી સહૃદય પ્રાર્થના તેઓશ્રીના માનમાં ઊભા થઈને બે મિનિટ મૌન પાળીને કરવામાં આવે છે. (તા. ૨૪-૭-૧૯૭૧)
179
પાટણના નાગરિકોની જાહેર સભા
પૂજ્યપાદ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ, તેઓના ગુરુ પરમપૂજ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજ
શ્રી પુણ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org