________________
તથા તેઓના ગુરુ પરમપૂજ્ય પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજે વર્ષો સુધી પાટણમાં જ્ઞાનની તેમજ સંયમની વિમળ સાધના કરતાં રહીને ગુજરાતની ગૌરવશાળી પાટણનગરીને પોતાની કર્મભૂમિનું ગૌરવ આપ્યું હતું. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે, પાટણની સંખ્યાબંધ જૈન તેમ જ અન્ય સંસ્થાઓના ઉપક્રમે, તા. ૨૨-૬-૭૧ના રોજ રાતના, જાહેરસભા બોલાવવામાં આવી હતી. સભાનું પ્રમુખસ્થાન પાટણની સાયન્સ અને આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ શ્રી બી. એમ. ઉપાધ્યાયે સંભાળ્યું હતું. જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીના જીવન અને કાર્યને હાર્દિક અંજલિ આપ્યા બાદ નીચે મુજબ ઠરાવ સભામાં પસાર કરવામાં આવ્યો હતો
ઠરાવ
પ્રાતઃ સ્મરણીય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના, મુંબઈ મુકામે, તા. ૧૪-૬-૭૧ના રોજ, સમાધિપૂર્વક થયેલા કાળધર્મથી પાટણના નાગરિકોની આ સભા ઊંડો ખેદ અને દુઃખની લાગણી વ્યક્ત કરે છે. તેઓશ્રીના જવાથી જૈન સમાજ અને વિદ્વતજગતને મહાન ખોટ પડી છે. આ પુણ્યશ્લોક મહાત્માનુંકાયમી સ્મારક જાળવવા, જ્ઞાનમંદિરના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પાટણના નાગરિકોને આ સભા સર્વાનુમતે વિનંતી કરે છે. (તા. ૨૨-૬-૭૧)
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સ્વર્ગવાસ બદલ આજની આ સભા ઊંડો ખેદ વ્યક્ત કરે છે અને તેઓશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે. (તા. ૧૪-૨-૭૨) પ્રાકૃત વિદ્યા મંડળ, અમદાવાદ
આગમપ્રકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના અચાનક અવસાનથી આ સભા શોકની ઘેરી લાગણી અનુભવે છે. પૂજ્ય મુનિજી પ્રાકૃત વિદ્યા મંડળના સામાન્ય સભ્ય હતા અને પ્રારંભથી જ તેમણે પ્રાકૃત વિદ્યા મંડળને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમના અવસાનથી પ્રાકૃત વિદ્યા મંડળને જે ખોટ પડી છે તે પુરાવી સંભવ નથી તેઓના જવાથી જૈન સાહિત્યની સંસ્થાનું કાર્ય જે અધૂરું પડડ્યું છે તે કોણ કરશે તે સમાજને મૂંઝવતો પ્રશ્ન બની ગયો છે. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે તે નમૂનેદાર હતું અને અનેકોને પ્રેરણાદાયી બન્યું છે. અનેક વર્ષોથી આગમ-સંપાદનના કામમાં તેઓ રત હતા અને હવે તેમના જવાથી આ કાર્યનો ભાર ઉપાડી શકે તેવા વિદ્વાનો દુર્લભ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપો. (તા. ૧૧-૯-૭૧, સામાન્ય સભાનો ઠરાવ)
શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવન, અમદાવાદ
પરમપૂજ્ય આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપરાગામી વિદ્વાન મુનિવર હતા. અને તેઓશ્રીની જ્ઞાનોદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ શ્રુતભક્તિની કીર્તિગાથા
180
શ્રી પુણ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org