________________
બની રહે એવી હતી. તેઓએ પોતાના ૬૨ વરસ જેટલા દીર્ધ દીક્ષા પર્યાય દરમ્યાન, જીવનભર જ્ઞાનોપાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંઘોપકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પોતાના દાદાગુરુશ્રીના તથા ગુરુશ્રીના જ્ઞાનોદ્ધારના સંસ્કારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. તેઓની વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો લાભ દેશ-વિદેશના વિદ્વાનોને બહોળા પ્રમાણમાં મળતો રહેતો અને તેથી તેઓશ્રીની સુવાસ વિદેશ સુધી પ્રસરી હતી.
વળી, શ્રમણજીવનના સારરૂપ સમભાવ તેમજ નિખાલસતા, ઉદારતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, સત્યપ્રિયતા જેવા સદ્ગુણોથી તેઓનું જીવન વિશેષ ઉપકારક અને શોભાયમાન બન્યું હતું.
આવા એક જ્ઞાન-ચારિત્રસંપન્ન મુનિવરનો મુંબઈમાં, વિ. સં. ૨૦૧૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬૧૯૭૧ સોમવારના રોજ, સ્વર્ગવાસ થતાં જૈન સંઘને તથા ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોને બહુ મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ પૂજ્ય મુનિવરની સલાહ અને દોરવાણીનો લાભ આપણા શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવનને પણ મળતો રહેતો હતો. શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવનની આ સભા પરમપૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના સ્વર્ગવાસ અંગે પોતાના ઊંડા દુઃખની લાગણી દર્શાવે છે અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વિંદના કરીને તેઓશ્રીની વિરલ શાસનસેવાઓને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે. (તા. ૨૭-૬-૭૧)
શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મ પામ્યાના અત્યંત દુઃખદ સમાચાર તારથી મળ્યા. આ સભાનો તો એક આધારસ્તંભ તૂટી પડયો. જગતના વિદ્વાનોને એક મહાન સંશોધકની ખોટ પડી છે. જૈન સમાજને એક મહાન માર્ગદર્શક મુનિવરની લાંબા સમય સુધી ન પુરાય તેવી ખોટ પડી છે અને આ સભા ઉપર તો વજાઘાત જેવું થયું છે. તેઓશ્રીની પુણ્ય સ્મૃતિમાં એકાદ પુસ્તક બહાર પાડવા અમારી ઈચ્છા છે. અમે આપ સહુ ગુરુદેવોના આશીર્વાદ અને સહકાર માગીએ છીએ.
(પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર લખેલ પત્રમાંથી)
(ખીમચંદ ચાંપશી શાહ, પ્રમુખ, તા. ૨૪-૬-૭૧)
k
181
શ્રી પુણ્યચરિઝમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org