________________
પૂ. મુનિશ્રીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત સાહિત્યની ગુણવત્તા અને ઈયત્તાને પ્રગટ કરી ભારત ઉપર અનેરો ઉપકાર કર્યો છે. તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવાનું શ્રમસાધ્ય કાર્ય કર્યું છે, સન્નિષ્ઠ સંશોધકને છાજે એવાં સંપાદનો આપ્યાં છે. અમૂલ્ય હસ્તપ્રતોની માઇક્રો ફિલ્મ લેવડાવીને વિદ્વાનોને તે સામગ્રી સુલભ થઈ પડે અને સંશોધનકાર્યને વેગ મળે એ ખાતર તેઓએ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરાવી, તેના મૂળ પ્રણેતા બન્યા અને પોતાનો કીમતી સંગ્રહ સંસ્થાને ભેટ ધર્યો. તેઓશ્રી લા. દ. વિદ્યામંદિરના પ્રાણભૂત હતા. તેમના જવાથી વિદ્યામંદિરને ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓશ્રી, તેમનાં છેલ્લાં વર્ષોમાં, જૈન આગમોની સુસંપાદિત સંપૂર્ણ ગ્રંથમાળા તૈયાર કરવામાં એકાગ્ર હતા. તેમાં ત્રણ આગમો પ્રકાશિત પણ થયાં. પરંતુ તે કાર્ય તેમના જવાથી અધૂરું રહ્યું. તેમનો એ સંકલ્પ પૂરો કરવાની વિદ્યાસ્થાનો અને વિદ્વાનોને શક્તિ મળો, એમણે શરૂ કરેલો જ્ઞાનયજ્ઞ સુદીર્ઘ કાળ ચાલો અને એ પુણ્યવિજયજીનો પુણ્ય આત્મા ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ સાધી ઉચ્ચત્તમ શિખરે વિરાજો એ જ અમારી અંતરની અભિલાષા છે. (તા. ૨૯-૬-૭૧).
લુણસાવાડા, મોટી પોળ જૈન સંઘ, અમદાવાદ
અમદાવાદ લુણસાવાડા, મોટી પોળના જૈન સમસ્ત સંઘ ઉપર શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ને નામે દેશપરદેશમાં ખ્યાતિ પામેલા જૈનાચાર્ય બહુશ્રુત, ચારિત્રચૂડામણિ પરમપૂજ્ય શ્રી આત્મારામજી મહારાજની અને તેમની પરંપરાના વિદ્વાન અને નિર્મળ ચારિત્રના ધણી એવા અનેક મુનિમહારાજોની કૃપાદૃષ્ટિ રહ્યા કરી છે; તેમાં પરમપૂજ્ય શ્રી પ્રવર્તકજી કાન્તિવિજયજી મહારાજની તથા પરમપૂજ્ય શાન્તમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની આ સંઘ ઉપર વિશેષ અમી દૃષ્ટિ રહેલી છે, અને તેને લીધે આ સંઘ પોતાને મહા ભાગ્યવંત માને છે.
અમારા આ જૈન સંઘના અપૂર્વ પુણ્યોદયને લીધે, જોગાનુજોગે, પૂજ્ય શ્રી પ્રવર્તકજી મહારાજના પ્રશિષ્ય અને આત્માનંદગ્રંથમાળાના સંપાદક પંડિતપ્રવર મુનિરાજ શ્રી ચતુરવિજયજીના વિદ્વાન શિષ્ય શ્રી આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ આગમો તથા શાસ્ત્રોના સંશોધનનું ઘણું જ ગંભીર કામ હાથ ઉપર લઈને આજથી આશરે ૨૫-૨૬ વર્ષ પહેલાં એટલે ઈ. સ. ૧૯૪૫-૪૬માં આ અમારી મોટી પોળ લુણસાવાડાના જૈન સંઘના ઉપાશ્રયમાં પધારેલા અને આ જ ઉપાશ્રયમાં તેમણે ૨૫-૨૬ વર્ષ સુધી એક આસને બેસીને, પોતાના શરીરની પણ પરવા કર્યા વિના, જૈન શાસ્ત્રોના સંશોધન-સંપાદનનું કામ કરેલું. ભલે તેઓશ્રી વચ્ચે વચ્ચે થોડો સમય બહાર જઈ આવે અને જેસલમેર, ખંભાત, કપડવંજ અને વડોદરા જેવાં શહેરોમાં જ્ઞાન ભંડારોના સંશોધનનાં કાર્યો માટે ચોમાસું પણ કરે, છતાં તેઓ છેવટે પોતાના મૂળ સ્થાનરૂપ આ ઉપાશ્રયે જ પધારી પોતાનું કામ ચાલુ કરતા. અને અમારા જ સંઘના એક સભ્યે મુનિપદ સ્વીકારીને તેમની સાથે મિત્રભાવે અને સેવકભાવે આજીવન રહેવાનું સ્વીકારેલું એ બાબત પણ અમારા સંઘને ગૌરવ આપે એવી છે. એ મુનિરાજ પંન્યાસ રમણિકવિજયજી અમારા સંઘમાં વિશેષ આદરપાત્ર બનેલા. પણ દૈવયોગે તે મુનિરાજશ્રી તો શ્રી આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજીની પહેલાં જ, તેમની સાથે વિહારમાં, છાણી મુકામે કાળધર્મ પામી ગયા, એ વાતનો નિર્દેશ કરતાં અમને ભારે દુઃખ થાય છે. આમ આ મુનિયુગલની જોડીને લીધે અને તેમની જ્ઞાનધ્યાનની સાધનાને લીધે અમારો શ્રી પુણ્યરિત્રમ્
178
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org