________________
પૂ.આ. ભ. શ્રી માણેકસાગરસૂરિજી મહારાજ: મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર મુંબઈ સમાચારમાં વાંચ્યા. તેઓશ્રી મિલનસાર અને સરલ આત્મા હતા. તેઓની ખોટ પડી છે (નંદરબાર, જેઠ વદિ ૮)
શ્રી જૈન સંઘ, ભાવનગર શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંધની બેઠક તા. ૨૨-૬-૭૧ના રોજ રાત્રીના નવ કલાકે શ્રી મોટા દેરાસરના ઉપાશ્રયે પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી કાળધર્મ પામતાં, તેઓશ્રીનો ગુણાનુવાદ કરવા, શેઠ શ્રી ભોગીલાલ મગનલાલ શાહના પ્રમુખપદે મળી હતી. સભામાં શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, શ્રી અમરચંદમાવજી શાહ, શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહ, શ્રી ભાયચંદ અમરચંદ શાહ, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી છોટાલાલ ગિરધરલાલ શાહ તથા સભાના પ્રમુખ શ્રી ભોગીલાલ મગનલાલ શાહે મહારાજશ્રીને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નીચે મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો :
શોક-ઠરાવ પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ જેઠ વદ ૬, તા. ૧૪-૬-૧૯૭૧ સોમવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકે મુંબઈ મુકામે બાસઠ વર્ષનો નિરતિચારપણે દીર્ધ ચારિત્રપર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
આપણા જૈનધર્મમાં “જ્ઞાન”ને સહુથી ઉત્તમ સ્થાન આપ્યું છે. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનાં ઉચ્ચ મૂલ્યો જૈન આગમોમાં સંગ્રહાયેલાં છે. તેનું શુદ્ધ પ્રકાશન કરવામાં, જુદા જુદા જૈન ભંડારોને વ્યવસ્થિત બનાવી તેનું સંરક્ષણ કરવાના કાર્યને જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવી, જેઓશ્રીએ સકળ સંઘ ઉપર પરમ ઉપકાર કર્યો છે, તે પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેઓશ્રી નિરભિમાની, નિરતિચારી, નિઃસ્પૃહવૃત્તિના શાંતમૂર્તિ, સમભાવી હતા, તે મહારાજશ્રીના સ્વર્ગવાસથી જૈન સમાજને જ નહિ પરંતુ સમસ્ત પ્રજાને આધ્યાત્મિક સત્ય અને ગહન શાસનનાં તત્ત્વો સમજાવનાર એક ગુરુવર્યની મહાન ખોટ પડી છે. તેઓશ્રીનાં મૅકાશનો તથા જૈન સાહિત્યસેવાની પ્રવૃત્તિ દ્વારા તેઓશ્રીએ કરેલ સેવા ચિરકાળ સુધી અવિસ્મરણીય રહેશે, તેમ આજે શ્રી જૈન છે. મૂ. તપાસંઘની મળેલ સભા માને છે; અને તેઓશ્રીનાં ઉપદેશેલાં સત્યો જીવનમાં ઉતારવાની આપણને સહુને શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે, અને તેઓશ્રીના આત્માની પરમ શાંતિ ઈચ્છે છે. (તા. ૨૨-૬-૭૧).
- લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ
પ્રજ્ઞા-શીલસંપન્ન પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના કાળધર્મ પામ્યાના સમાચારથી અમે લા. દ. વિદ્યામંદિરની સંચાલક સમિતિના સભ્યો શોકની ઘેરી લાગણી અનુભવીએ છીએ.
377
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org