________________
બધું જ આગમ-પ્રકાશન માટે અર્પણ
આગમ-પ્રકાશનની બધી જવાબદારી વિદ્યાલય જેવી વગદાર અને શક્તિશાળી સંસ્થાએ સંભાળી હતી, એટલે એને માટે જરૂરી આર્થિક સહાય શ્રીસંઘમાંથી મેળવી આપવાનો કોઈ ભાર મહારાજશ્રી ઉપર ન હતો. છતાં તેઓ આ બાબતે સતત ચિંતા સેવતા રહેતા અને અવસર આવ્યે પોતાથી બનતું કરવાનું ચૂકતા નહીં. નીચેના પ્રસંગો આ વાતની સાક્ષી પૂરે એવા છે–
(૧) કપડવંજનો ઉત્સવ-દીક્ષા લીધા ૫૩ વર્ષ વીતી ગયાં છતાં મહારાજશ્રીને પોતાના વતન કપડવંજમાં ચોમાસુ કરવાનો અવસર જ નહોતો મળ્યો. છેવટે, વિ. સં. ૧૯૧૮માં, કપડવંજના શ્રીસંઘની ભાવના સફળ થઈ, અને ૫૩ વર્ષને અંતે ૫૪મું ચાતુર્માસ મહારાજશ્રી કપડવંજમાં રહ્યા. શ્રીસંઘે પોતાનો આનંદ વ્યક્ત કરવા મહારાજશ્રીનો ૬૬મો જન્મદિવસ સુંદર રીતે ઊજવવાનો નિર્ણય કર્યો. આ વખતે કારતક સુદિ-૫ થી ૭ સુધીનો ત્રણ દિવસનો ઉત્સવ યોજવામાં આવ્યો હતો. અને મુખ્ય સમારોહ સુદિ ૭, તા. ૪-૧૧-૧૯૬૨, રવિવારના રોજ ઊજવવામાં આવ્યો હતો. આ સમારોહમાં પ્રમુખ તરીકે પંડિતવર્ય શ્રી સુખલાલજી અને અતિથિવિશેષ તરીકે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે કપડવંજ સંઘના અગ્રણીઓએ, મહારાજશ્રી ઈચ્છે તે કાર્યમાં ઉપયોગ કરવા માટે, વીસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહારાજશ્રીએ, સાધુજીવનને શોભે એવો નિર્મમભાવ દાખવીને, એ રકમ આગમ-પ્રકાશનના કાર્ય માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કરવાની ભલામણ કરી હતી.
(૨) વડોદરાનો સમારોહ -વિ. સં. ૨૦૨૪નું ચોમાસુ મહારાજશ્રી વડોદરામાં રહ્યા. આ પ્રસંગની યાદરૂપે વડોદરાના શ્રીસંઘે વિ. સં. ૨૦૨૫ના માહ મહિનામાં, મહારાજશ્રીની દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ નિમિત્તે એક મોટો સમારોહ ઊજવવાનું નક્કી કર્યું.
આ માટે માહ સુદિ ૧૩થી માહ વિદ ૭ સુધીનો ૧૦ દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. વિદ પાંચમ સુધી અઠ્ઠાઈ મહોત્સવ ઊજવાયા બાદ વદિ ૬ ના શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિરમાં પ્રાચીન સાહિત્યના પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ચતુરભાઈ શંકરભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય સમારોહ વિંદ ૭, તા. ૯-૨-૧૯૬૯ રવિવારે સવારના રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં અગત્યનો કાર્યક્રમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શ્રી જૈન આગમ ગ્રંથમાળાના બીજા ગ્રંથ શ્રી પત્રવણાસૂત્રના પહેલા ભાગનો તથા મહારાજશ્રીનાં લખાણો તથા મહારાજશ્રીને અંજલિ આપતા દેશ-વિદેશના વિદ્વાનોના લેખોનો સંગ્રહરૂપ ‘‘જ્ઞાનાંજલિ’’ નામે ગ્રંથના પ્રકાશનવિધિનો હતો.
આ સમારોહનું પ્રમુખપદ જાણીતા ઉદ્યોગપતિ અને જૈન અગ્રણી શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ સંભાળ્યું હતું. પન્નવણાસૂત્રના પહેલા ભાગનો પ્રકાશનવિધિ પણ તેઓએ જ કર્યો હતો. જાણીતા વિદ્વાન ડો. એ. એન. ઉપાધ્યાયે ‘‘જ્ઞાનાંજલિ’’ ગ્રંથનું પ્રકાશન કરીને એ મહારાજશ્રીને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ તરીકે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પધાર્યા હતા. આ પ્રસંગના સંભારણારૂપે વડોદરાના શ્રીસંઘે શ્રી પન્નવણાસૂત્રના ખર્ચ માટે તેત્રીસ હજાર રૂપિયા વિદ્યાલયને ભેટ આપ્યા હતા. ઉપરાંત, જાણે સમય પાકી ગયો હોય એમ,
શ્રી પુણ્યચરિત્રમ્
41
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org