________________
પાટણની શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના કાર્યકરોએ, સંસદ હસ્તકનું આશરે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા જેવું સારું ફંડ, મહારાજશ્રી દ્વારા થતા આગમ-સંશોધનના કાર્યમાં વાપરવા માટે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
(૩) મુંબઈમાં ચાતુર્માસ પરિવર્તન- મહારાજશ્રી વિ.સં. ૨૦૨૫નું ચોમાસુ મુંબઈમાં રહ્યા હતા. વિ. સં. ૨૦૨૬ના કારતક સુદિ ૧૫ના રોજ મહારાજશ્રીના ચાતુર્માસ પરિવર્તનનો લાભ પાટણવાળા શ્રી પન્નાલાલ મફતલાલ શાહ, શ્રી કાંતિલાલ મફતલાલ શાહ અને શ્રી ચંપકલાલ મફતલાલ શાહ - એ ત્રણ ભાઈઓએ લીધો હતો; અને એ પ્રસંગે, પોતાના કુટુંબ તરફથી, શ્રી ભગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ પેટે, પાંત્રીસ હજાર રૂપિયા જેવી મોટી રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભેટ આપવાની તેઓએ જાહેરાત કરી હતી.
આઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રી કેવળ આગમ-સંશોધનના કાર્યની જ નહીં પણ એ માટે વિદ્યાલયને જરૂરી આર્થિક સહાયતા મળી રહે એની પણ ચિંતા રાખતા હતા; અને અવસર આવ્યે નિઃસ્વાર્થ પણે એ માટે પ્રેરણા પણ આપવાનું ભૂલતા નહીં. કેવી આદર્શ, સક્રિય અને વિરલ શ્રુતભક્તિ ! આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની ઝંખના
તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૨૩નું ચોમાસુ અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા કરવાનો એમનો એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ લેનાર વિદ્વાનોનો નિકટ પરિચય સાધીને વિચારવિનિમય કરવો, એ પણ હતો. એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મળવાના કાર્યક્રમને સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતો હતો. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનું મિલન તો ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રી નથમલજી વગેરે મુનિવરો મહારાજશ્રીને બેએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિ શ્રી નથમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર ‘જૈન ભારતી’ના તા. ૧૯-૧૧-૧૯૬૭ના અંકમાં છપાયો છે. તે જાણવા જેવો હોવાથી એ આખો મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ થોડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમ-સંશોધન અંગેની પ્રવૃત્તિ, ઝંખના અને ચિંતાનો ખ્યાલ આવી શકે છે–
સવાલ (મુનિ નથમલજી ) : આજકાલ આપ શું કરો છો?
જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકાઓ અને ચૂર્ણિઓની પ્રતોનું સંશોધન કરી રહ્યો છું. આપ જાણો છો કો જે ચૂર્ણિઓ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ધ છે. ઘણાં સ્થાનોમાં તો અનર્થ જેવું થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવું જોઈએ.
સવાલ : આપ આ કાર્યમાં ક્યારથી પરોવાયા છો?
જવાબ : આશરે પચ્ચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલો છું.
સવાલ : શું આપ છાપાં-સામયિકો પણ વાંચો છો?
જવાબ : ના. વિશેષે કરીને હું આગમોમાં જ રચ્યો-પચ્યો રહું છું. એ જ મારા માટે છાપાં-સામાયિકો
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
42
www.jainelibrary.org