________________
છે. હા, ક્યારેક કોઈ ખાસ નિબંધ-લેખ આવી જાય તો વાંચી લઉં છું.
સવાલઃ આપ કેટલાક કલાક કામ કરો છો? જવાબઃ સમયની કોઈ મર્યાદા નથી; હું બધા વખતનો આ કામમાં જ ઉપયોગ કરું છું. સવાલ: આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે?
જવાબ : હું એકલો જ છું. મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિઓને આગમના કામમાં રસ છે જ નહીં. એમને આ કામ જંજાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે એવા વિરલા છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજાં બધાં કામ મારે માટે ગૌણ છે. હું એકલો જેટલું કરી શકું એ મેં કર્યું છે. કેટલાક પંડિતો પણ કામ કરે છે. આ રીતે જૈન સાહિત્યની યત્કિંચિત્ સેવા થઈ શકે છે.”
આ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સંશોધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટકોર કરી છે, એમાં મહારાજશ્રીએ પોતાની આ અંગેની દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તો, એ આગમધર મહાપુરુષ પોતાના આગમ-સંશોધનના કાર્યમાં એવા ઓતપ્રોત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાનો ભાગ્યે જ અવકાશ મળતો.
આમ છતાં આગમ-સંશોધનના કામને સમર્પિત થયેલું એક નાનું સરખું પણ મુનિમંડળ રચાય અને આ કાર્ય મોટા પ્રમાણમાં ઝડપથી આગળ વધે એવા વિચારો મહારાજશ્રીને આવ્યા વગર રહે એ કેમ બને? એમની આવી ભાવના અને લાગણી આપણા વિદ્વાન મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ ઉપર મહારાજશ્રીએ વિ. સં. ૨૦૦૬ની સાલમાં જેસલમેરથી લખેલા પત્રમાં પણ જોવા મળે છે. તેઓએ લખ્યું હતું કે
“હવે તો મારી ઈચ્છા એ જ છે કે આપણે સત્વરે મળીએ અને મહત્વનાં કાર્યોને જીવનમાં પ્રારંભીને પૂર્ણ રૂપ આપીએ. આપણે એક એવા સંશોધનરસિક મુનિવરોનું મંડળ સ્થાપી શકીએ તો ઘણું સારું થાય.”
(જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૬૫) આ શબ્દો લખાયા ત્યારે તો એના ભાવી સંકેતને કોણ પામી શકે એમ હતું? પણ બેએક વર્ષ પહેલાં, મહારાજશ્રીના કાળધર્મ બાદ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોએ સંસ્થાની આગમ-પ્રકાશનની યોજનાને ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારવાની વિનંતિ, જેના ઉપર મહારાજશ્રીએ ઉપર મુજબ પત્ર લખ્યો હતો તે, મુનિવર્ય શ્રી જંબુવિજયજી મહારાજને કરી અને મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે એનો ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યો. અત્યારે તેઓ આ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સૂચવ્યું એવું મુનિમંડળ, આ કામ માટે, શ્રી જંબૂવિજયજી મહારાજને મળે તો કેવું સારું !
ઈતર ગ્રંથોનું સંપાદન-પ્રકાશન-મહારાજશ્રીની જ્ઞાનભક્તિ અને સંશોધનકળાનો લાભ કેવળ આગમસાહિત્યને જ મળ્યો હતો એમ માનવું બરાબર નથી; આગમ-સાહિત્ય સિવાયના બીજા અનેક નાના-મોટા જૈન તેમજ અજૈન ગ્રંથોનું પણ તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. (આ લેખને અંતે પુરવાણી-૨ તરીકે મુકવામાં આવેલી યાદી ઉપરથી મહારાજશ્રીએ સંપાદિત કરેલ ગ્રંથોની માહિતી મળી શકશે.) જ્ઞાનોપાસનાનું બહુમાન- મહારાજશ્રીએ, પોતાની નિરભિમાન, સરળ અને ઉદાર જ્ઞાનસાધનાને
થી ૧!પગારે નમ્ |
| 43
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org