________________
કારણે, દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળવ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેના વિગતને મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાન પ્રતીકરૂપ લેખી શકાય
(૧) કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ.ડી. માટેના મહાનિબંધના પરીક્ષક નીમવામાં આવ્યા હતા.
(૨) ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું અધિવેશન, સને ૧૯૫૯માં, અમદાવાદમાં મળ્યું ત્યારે ઈતિહાસપુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી.
(૩) ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ યોજેલ, વિ. સં. ૨૦૦૯ની સાલનો શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સૂવર્ણચંદ્રક મહારાજીને અર્પણ કરવામાં આવ્યો હતો.
(૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને ‘આગમપ્રભાકર’ની સાર્થક પદવી અર્પણ કરી હતી. (૫) ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં, કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. (૬) સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઓરિયેન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મલ્યું હતું.
(૭) વિ. સં. ૨૦૨૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીને ‘શ્રુતશીલવારિધિ’ની યથાર્થ પદવી આપી હતી.
મહારાજશ્રીની જીવનવ્યાપી નિર્ભેળ વિદ્યાપ્રવૃત્તિ, પરગજુ અને પારગામી વિદ્વત્તા, જ્ઞાનોદ્ધારની અનેકવિધ સત્યપ્રવૃત્તિ, આદર્શ સહૃદયતા અને ઊર્ધ્વગામી સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય એ સાધુતા અને એ વિદ્વત્તા !
જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ
જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુષ્ક જ્ઞાની કે પોથીપંડિત ન બની જવાય, અથવા તો પરોપદેશે પાણ્ડિત્યની જેમ વિદ્વતા અને ધર્મ જુદાં પડીને હૃદયને રીઢું ન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત ચિંતા અને જાગૃતિ રાખતા હતા અને કર્મબંધ ઓછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશો-કષાયો પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા; એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું અને આજ અમૃત હતું.
પારકાની નિંદા-કૂથલીમાં તેઓ ક્યારેય પડતા નહીં; અને સામાના નાના સરખા ગુણને પણ મોટો કરી જાણવાનો એમનો સહજ સ્વભાવ હતો. એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના દિવ્ય તેજ અને વૈભવથી સમૃદ્ધ હતું. જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેઓ સદા પૂર્ણ યોગથી આવકારતા. સમભાવ એમના રોમરોમમાં વ્યાપેલો હતો. અને તેથી, પોતે અમુક ફિરકા અને અમુક ગચ્છના હોવા છતાં, પોતાના સમુદાયની જેમ બીજાના સમુદાયનો, પોતાના ગચ્છની જેમ બીજાના ગચ્છનો, પોતાના ફિરકાની જેમ બીજાના ફિરકાનો અને પોતાના ધર્મની જેમ બીજાના ધર્મનો હંમેશાં આદર કરી શકતા; અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળી શકે ત્યાંથી સાર ગ્રહણ કરી લેતા. વિ. સં. ૨૦૦૮માં સાદડીમાં મળેલ સ્થાનકવાસી સાધુ સંમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને
44
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org