________________
પુણચરિત પુણ્યવિજયજી ક્યાંથી મળવાના હતા ! આગમ-સંશોધન અંગની એમની સૂઝ, શકિત અને ભક્તિ હવે ક્યાં મળવાની હતી? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં આપણે ખોટનો કેવો સોદો કરી બેઠા!
પણ પુણ્યવિજયજી મહારાજને, યોગની સાધના કર્યા વગર જ, યોગની સિદ્ધિની સહજ બક્ષિસ મળી હતી. એટલે ગમે તેવા કપરા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સ્વસ્થ, શાંત અને સ્થિર રહી શકતા હતા. એટલે જિનાગમ પ્રકાશિની સંસદના મુખ્ય કાર્યકરોના આવા દુઃખદ વલણ અંગે શોચ કે અફસોસ કરવામાં કાળક્ષેપ કરીને મનને ઉદ્વિગન બનાવવાને બદલે, જાણે કશું જ નથી બન્યું એમ માનીને, પોતે જે કંઈ આર્થિક સગવડ સંઘમાંથી મેળવી શક્યા તેટલા પ્રમાણમાં આગમ-સંશોધનનું પોતાનું જીવનકાર્ય આગળ વધારતા રહ્યા. અને પોતાની જાતે જે કાર્ય થઈ શકે એમ હતું એ માટે તો પૈસાની પણ ક્યાં જરૂર હતી? તેઓ તો મુદ્રિત થઈ ગયેલ આગમ સાહિત્યને, જે કંઈ નવી સામગ્રી મળતી રહે એને આધારે, શુદ્ધ કરતા રહ્યા અને જે કંઈ અપ્રગટ અને અજ્ઞાત આગમ સાહિત્ય ઉપલબ્ધ થતું ગયું એની સંશોધિત શુદ્ધ નકલો તૈયાર કરતા-કરાવતા જ રહ્યા. આટલી બધી સુધારેલી પ્રેસ-કોપીઓનું મુદ્રણ ક્યારે થશે એની ચિંતા ક્યારેય એમના ચિત્તની સમાધિને ચલિત કરી શકી ન હતી. વળી, શ્રીસંઘ પોતાના કાર્યમાં જોઈતી મદદ નથી કરતો અથવા ઓછી મદદ કરે છે, એવી કશી ફરિયાદ તેઓ ક્યારેય કરતા નહીં. એમના નિકટના સંપર્કથી વિશ્વાસપૂર્વક એમ જરૂર કહી શકાય કે શ્રીસંઘ પ્રત્યે આવી અસંતોષ કે અણગમાની લાગણી એમના અંતરમાં ક્યારેય જન્માવા જ નહોતી પામતી; કારણ કે તેઓ જે કંઈ કાર્ય કરતા તે પૂર્ણ નિઃસ્વાર્થભાવે અને સાધુજીવનની નિર્મળ સાધનારૂપે જ કરતા. આટલું જ શા માટે, શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના આવા અનિચ્છનીય વલણ અંગે પણ તેઓએ એના કોઈ પણ કાર્યવાહક પ્રત્યે ક્યારેય કડવાશ દર્શાવી હોય એવું બન્યું નથી; સૌને તેઓ ધર્મસ્નેહથી અને સમભાવપૂર્વક આવકારતા. એમ લાગે છે કે કડવાશના અંશને પણ એમના જીવનમાં સ્થાન ન હતું. મહારાજશ્રી સચ્ચિાનંદમય સ્થિતિના અવતાર હતા.
વિદ્યાલયની યોજના-મહારાજશ્રીને મન આગમ-સંશોધનનું કાર્ય પણ નિર્મળ સંયમની આરાધના માટેનું ઉત્તમ સાધન હતું. અને એ કાર્યમાં (તેમ જ જ્ઞાનોદ્ધારનાં નાનાં-મોટાં બીજાં અનેક કાર્યોમાં) તેઓ સતત નિરત રહેતા. સને ૧૯૬૦ના અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તે વખતના માનદમંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને વિદ્યાલય તરફથી મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યો. મહારાજશ્રીએ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ યોજનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પોતે તેમજ શ્રી દલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ યોજનાને મંજૂર કરી; અને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશકિત એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગમ-પ્રકાશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું! આ યોજના મુજબ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા અને મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો!
થી પુણ્યચરિત્રમ્
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org