________________
તેમની દૃષ્ટિનો વિકાસ થતો ગયો. તેમને સાંપ્રદાયિક બંધન નથી ખપતાં, ગચ્છ-પરંપરાનો આગ્રહ નથી. આથી તેમના સંપાદનમાં પ્રામાણિકતા રહી છે. બીજી વાત તેમનો ગુણગ્રાહિતાનો ગુણ છે, દોષદર્શન તેમનામાં નથી.જૈન પરંપરાનો કોઈ પણ વિદ્વાન કે બીજી પરંપરાના વિદ્વાનો પણ તેમને મળવા આવે છે. એમને એમની સાથેની ચર્ચા કરતા જોઈએ તો લાગે છે કે સામાની વાત જુએ ને સાચી હોય તો તેનો સ્વીકાર કરે છે. મહેનતની પ્રામાણિકતાની સાથે તેમનામાં ધૈર્ય છે. દૃષ્ટિની આ વિશાળતાથી તેમનામાં પ્રામાણિકતા આવી છે.’'
બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર થાય એ મહારાજશ્રીની તીવ્ર ઝંખના હતી; આ કાર્યનું એમને મન જીવનકાર્ય જેટલું મહત્ત્વ હતું. એટલે એની પાછળ પોતાના સમગ્ર સમય અને શક્તિનો ઉપયોગ કરવામાં તેઓ ક્યારેય સંકોચ કરતા ન હતા. જ્ઞાનભંડારો અને પ્રાચીન ગ્રંથોના ઉદ્ધાર માટે તેઓ જે ઉલ્લાસથી કામ કરતા એની પાછળ તેઓની એક દૃષ્ટિ એવી પણ હતી કે કદાચ ક્યાંકથી કોઈક આગમને લગતો વધારે પ્રાચીન કે નવો ગ્રંથ મળી આવે, જેને આધારે ઉપલબ્ધ આગમના પાઠો વધુ શુદ્ધ કરી શકાય અથવા કોઈક અજ્ઞાત આગમિક ગ્રંથને પ્રકાશિત કરવાનું શક્ય બને.
શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ- પાટણમાં રહીને મહારાજશ્રી આગમ-સંશોધનનું કાર્ય એકાગ્રતાથી કરી રહ્યા હતા, તે જોઈને પાટણના કેટલાક ભાવનાશીલ મહાનુભાવોના અંતરમાં તેઓને આ કાર્ય માટેની આર્થિક ચિંતાથી મુક્ત કરવાનો સુવિચાર આવ્યો. એમાંથી પાટણમાં વિ. સં. ૨૦૦૧માં ‘શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ’ નામે એક સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થા પાસે ફંડ પણ સારું ભેગું થયું હતું. પણ થોડા વખત પછી જ, આ સંસ્થાના મુખ્ય કાર્યવાહકોની મહારાજશ્રીના કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં, ગમે તે કારણે, ઓટ આવી; અને મહારાજશ્રીએ સંશોધિત કરેલ આગમ-સાહિત્યને મુદ્રિત કરવાનું કામ અટકી પડડ્યું ! પોતાને ધર્મનાધર્મશ્રધ્ધાના રખેવાળ પુરવાર કરવાના અંધશ્રદ્ધાથી ઘેરાયેલા વધારે પડતા ઉત્સાહમાં જો આ મહાનુભાવોએ મહારાજશ્રીના કાર્યમાં અશ્રદ્ધા-અવિશ્વાસ જન્માવીને એ પવિત્ર કાર્ય સ્થગિત થઈ જાય એવી મોટી ભૂલ કરવાને બદલે મહારાજશ્રીની સત્યપ્રિયતા, સાધુતા અને વિદ્વતા ઉપર વિશ્વાસ રાખીને આ કાર્યને આગળ વધવા દીધું હોત તો મહારાજશ્રીની હયાતીમાં અને તેઓના પોતાના જ હાથે આગમ-પંચાગીના કેટલાક બધા ગ્રંથો કેવા આદર્શ રૂપમાં પ્રગટ થઈ શક્યા હોત ! પણ જ્યાં આવા મહાન પુણ્યકાર્યના સાથી બનવાનું ભાગ્ય-વિધાન જ ન હોય, અને સારા કામમાં અંતરાયરૂપ જ બનવાનો નિમિત્તયોગ્ય હોય, ત્યાં આવી ધર્મબુદ્ધિ જાગે પણ શી રીતે ? અને ૧૮-૨૦ વર્ષ બાદ, મોડે મોડે, જ્યારે એમનામાં આવી સત્બુદ્ધિ જાગી અને, વિ. સં. ૧૯૨૫માં, આ મહાનુભાવોએ ‘શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ’માં આગમ-પ્રકાશન માટે ભેગી થયેલી રકમ મહારાજશ્રી દ્વારા સંપાદિત - સંશોધિત થતાં મૂળ આગમસૂત્રોના પ્રકાશન-મુદ્રણ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી ત્યારે આ કાર્યવાહકોના મનનો ભાર ભલે ઓછો થયો હોય, પણ એમાં એટલું બધું મોડું થયું હતું કે, આ સહાયતાથી પોતાના આગમ-સંશોધનના કાર્યને વેગ મળે તે પહેલાં, બે વર્ષ બાદ જ, મહારાજશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! કાનનાં કાચા અને શ્રદ્ધાના પોચા કાર્યકરો પોતાના હાથે જ ધર્મશાસનને કેટલુ મોટું નુકશાન કરી બેસે છે, અને સેંકડો વર્ષ સુધી ઉપકારક બની શકનાર શકવર્તી પ્રવૃત્તિને કેવો લકવો લગાવી દે છે, એનો આ ઊંઘ ઉડાડી મૂકે એવો દાખલો છે. પૈસા પડી રહ્યા, બીજા પણ મળી રહેશે, બીજી બીજી સગવડ અને સામગ્રી પણ આવી મળશે; પણ
શ્રી પુણ્યચરિત્રમ્
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org