________________
આગમ-સંશોધનનું વિરાટ કાર્ય
આગમસૂત્રો એ જૈનધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે. અને વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આ આગમસૂત્રો જ રહેલાં છે. મૂળ સૂત્રો અને એની સમજૂતી આપવાના ઉદ્દેશથી રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને ટીકા-વૃત્તિને આગમ પંચાંગી તરીકે ઓળખવામાં આવે છે. મહારાજશ્રી બધાં આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના નિષ્ણાત જ્ઞાતા તથા અસાધારણ સંશોધક હતા; તેમજ તેઓની આગમભક્તિ પણ અસાધારણ હતી. મૂળ આગમો તેમ જ આગમિક સાહિત્યને સમજવાનું તેમ જ શુદ્ધ કરવાનું મહારાજશ્રીનું સિદ્ધહસ્તપણું જોઈને તો એમ જ લાગે કે એ તેઓની જન્મ-જન્માંતરની જ્ઞાન સાધનાનું જ ફળ હોઈ શકે.
તત્ત્વજિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સમગ્ર આકસ્મિક સાહિત્ય મુદ્રિત રૂપમાં સુલભ કરી આપવાનું, શ્રીદેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણના જેવું જ, પાયાનું મહાન સંશોધનકાર્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કર્યું અને તેઓ સાચા અર્થમાં ‘આગમોદ્ધારક' કહેવાયા. આગમ-સંશોધનના આ કાર્યમાં જે કંઈ અશુદ્ધિઓ કે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવાનું તેમ જ બાકી રહેલ આગમિક સાહિત્યને સંશોધિત કે મુદ્રિત કરવાનું યુગકાર્ય કરવાનો કાર્યયોગ જાણે મુનિ શ્રી પુણ્યવિજયજીએ પૂરો કરવાનો હતો. અને છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી આ કાર્ય કરતાં રહીને તેઓએ આગમ-સંશોધનનું કેટલું વિરાટ કાર્ય કર્યું હતું એનો ખ્યાલ તો તેઓને હાથે મુદ્રિત થયેલ, તેમજ સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ થયા પછી પણ મુદ્રિત થવા બાકી રહેલ, સંખ્યાબંધ નાના-મોટા ગ્રંથોને જોવાથી જ આવી શકે. તેઓનું આગમ-પ્રભાકર” બિરુદ કેટલું બધું સાર્થક હતું! જે કોઈ ગ્રંથ તેઓના હાથે સંશોધિત - સંપાદિત થતો એને જાણે પ્રામાણિકતાની મહોરછાપ મળી જતી.
તેઓના સંપાદનની વિશેષતાને અંજલિ આપતાં, જૈન આગમોના અભ્યાસી અને સંશોધક, વિખ્યાત જર્મન વિદ્વાન ડૉ. વોલ્ટર શુબ્રિગે યોગ્ય જ કહ્યું છે કે - “તેઓએ સંપાદિત કરેલ બૃહત્કલ્પભાગની કીર્તિમંદિર સમી આવૃત્તિનો નિર્દેશ હું અહીં કરવા ઈચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ગ્રંથોને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે, તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે.”
મહારાજશ્રીના સંશોધનકાર્યની પ્રામાણિકતાને બિરદાવતાં અને એ પ્રામાણિકતા તેઓમાં કેવી રીતે આવી તે સમજાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશન સમારોહ પ્રસંગે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ કહ્યું હતું કે
“પૂજ્ય પુણ્યવિજયજીએ આ કામમાં (આગમ-સંશોધનના કામમાં) આખી જિંદગી ખર્ચા છે. તેમની પાસે દષ્ટિ છે. એમ તો છેલ્લાં ચાલીસ વર્ષથી ઘણા સાધુઓ આવું કામ કરી રહ્યા છે એ હું જાણું છું. પણ પૂજ્ય પુણ્યવિજયજી મારા સ્નેહી-મિત્ર છે એટલા માટે નહિ પણ તટસ્થ ભાવે હું આ કહું છું કે તેમના નામ સાથે પ્રામાણિકતા સંકળાયેલી છે. કોઈ પણ પુસ્તક બહાર પડે અને સરતચૂકથી કોઈ તેમનું નામ છાપે અને લોકોને ખબર પડે કે આ પુસ્તક પુણ્યવિજયજીનું છે, તો લોકો માને છે કે આ પુસ્તક સામાન્ય નથી. તેણે જેટલા પુસ્તક ભંડારો ને સંગ્રહો જોયા છે, તેટલા ઘણા ઓછાએ જોયા હશે. તેમની દષ્ટિમાં ઉદારતા રહી છે, તેમની દષ્ટિ પંથથી પર છે. મારે ને એમને ૫૦ વર્ષ પહેલાંના સમયથી સંબંધ છે. નાની વયથી આજ સુધી જેમ સમય પસાર થતો ગયો તેમ બી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org