________________
બીજા કોઈએ પણ આ વાતને ગંભીર ન લેખી. પણ આજે લાગે છે કે એ ભૂલ હતી.
આ દરમ્યાન પણ પયજ્ઞાઓના સંશોધનનું તથા પત્રવણાસૂત્રની પ્રસ્તાવનાને તપાસવા-સુધારવાનું કામ તો યથાસમય-શક્તિ ચાલુ જ હતું.
વિ.સં. ૨૦૨૭ના કારતક સુદિ બીજથી આઠ દિવસ માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીનો નાનો ઉત્સવ ભાયખલાથી શરૂ કરીને ગોડીજીના દેરાસર-ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો હતો. મહારાજશ્રી આ કામ માટે જ મુંબઈ આવ્યા હતા એટલે આ બધા પ્રસંગોમાં તેઓ હાજર રહ્યા. દરમ્યાનમાં કારતક સુદિ ૫ ના( જ્ઞાનપંચમીના પર્વ દિને) મહારાજશ્રીનો જન્મદિવસ હતો. એ દિવસે તેઓને ૭૧ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે તેઓને અભિવાદન કરવાનો એક સાદો સમારોહ ગોડીજીના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં, યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે ખાસ હાજર રહીને શ્રી અમૃતલાલ યાજ્ઞિક તથા ડા. પ્રો. વી. એમ.કુલકર્ણીએ મહારાજશ્રીને પોતાની ભાવભરી અંજલિ અર્પણ કરી હતી.આ સમારોહમાં હાજર રહેવાનો અને ભાગ લેવાનો મને પણ લાભ મળ્યો હતો.
આઠ દિવસનો ઉત્સવ પૂરો થતાં મહારાજશ્રી વાલકેશ્વર પાછા ફર્યા ત્યારે દેખાતું હતું કે એમની તબિયત જોઈએ તેવી ન હતી. વિ. સં. ૨૦૨૭ના કારતક સુદિ ૧૫ના રોજ, વાલકેશ્વરમાં જ, ‘સમ્રાટ અશોક' સોસાયટીની મેમ્બર ભાઈઓની વિનંતિથી, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિની સાથે પાટણવાળા શ્રી ચીમનલાલ વમળજી ઝવેરીના બંગલે ચાતુર્માસ પરિવર્તન કર્યું તો ખરું, પણ એ સ્થાને પહોંચીને વ્યાખ્યાન આપ્યા બાદ, પેશાબની રુકાવટની તકલીફ એકાએક વધી જવાને કારણે, તેઓને બોમ્બે મેડીકલ સેન્ટરમાં દાખલ કરવા પડડ્યા. એમ લાગે છે કે મહારાજશ્રીની તબિયત ક્રમે ક્રમે ચિંતાકારક બનતી ગઈ એની શરૂઆત આ રીતે
થઈ.
આ પછી તેઓને હરસની તકલીફ થઈ આવી. હરસને કારણે વેદના તો બહુ ન થતી, પણ અવારનવાર ઠલ્લામાં લોહી પડતું રહેતું; ક્યારેક તો લોહીની માત્રા ચિંતા થઈ આવે એટલી વધી જતી-જાણે ધીમે ધીમે શરીરની તંદુરસ્તી જોખમાતી જતી હતી અને એમાં અશક્તિ માળો ઘાલતી જતી હતી.
આ દરમ્યાન જન્મશતાબ્દીની અખિલ-ભારતીય ધોરણે ઉજવણી કરવાનો મુખ્ય અવસર આવી પહોંચ્યો. આ માટે સને ૧૯૭૦ના ડિસેમ્બર માસની ૨૪-૨૫-૨૬-૨૭ તારીખો નક્કી થઈ હતી; અને ઉજવણી માટે ક્રોસ મેદાનમાં વિશાળ ‘વિજયવલ્લભ નગર'ની રચના કરવામાં આવી હતી. સમારોહમાં સહેલાઈથી હાજરી આપી શકાય એટલા માટે સાધુમહારાજોને રહેવાની સગવડ મુંબઈની સુપ્રસિદ્ધ શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મહારાજશ્રીએ ઉજવણીના બધા કાર્યક્રમોમાં ઉલ્લાસથી ભાગ લીધો હતો. મુંબઈના સંધે તથા આ નિમિત્તે બહારગામથી - જુદા જુદા પ્રદેશોમાંથી-આવેલ મહાનુભાવોએ એક દિવસ શ્રી શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભેગા મળીને મહારાજશ્રીને આચાર્યશ્રીની પદવીનો સ્વીકાર કરવાની ખૂબ લાગણીભરી વિનંતી કરી; આ લાગણીનો ઈન્કાર કરવાનું કામ મુશ્કેલ હતું. પણ મહારાજશ્રીએ વિવેક અને દઢતાપૂર્વક એનો ઈન્કાર કરીને, પોતાને આવા કોઈ બંધનમાં નાખ્યા વગર, પોતાની રીતે આગમ-સંશોધનનું કામ કરવા દેવા કહ્યું. મહારાજશ્રીને મન તો આગમ-સંશોધનના કામમાં જ બધી પદવીઓ, બધી સિદ્ધિઓ અને સર્વ બાબતો સમાઈ
54
શ્રી પુણ્યરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org