________________
મસ્ત એકાકી કાર્યકર-સંશોધન અંગે લાખો હસ્તલિખિત પ્રતો એમણે નજર તળે કાઢી હોઈ એની સૂચિ બનાવવી, જરૂરી ગ્રંથો પ્રકાશિત કરવા તથા એ અંગે ઊંડું સંશોધન કરવું વગેરે ગંજાવર કામો પડેલાં હોઈ મેં પ્રશ્ન કર્યો કે, ‘“આપ બીજા મુનિઓની મદદ લેતા હો તો? અને હવે તો આપની ઉંમર પણ થઈ છે.’’ એમણે જવાબ આપેલો કે, ‘‘આગમોની ટીકા લખનાર અભયદેવસૂરિજી મહારાજ પણ એકલા જ હતા; ચૈત્યવાસી દ્રોણાચાર્ય કંઈક મદદ કરતા ખરા; બાકી એમને કોની સહાય હતી? અને આ તો ભાવનાનો પ્રશ્ન છે, આમંત્રણનો નહીં, એથી જેને રસ છે, કામ કરવાની હોંસ છે એને કોણ રોકે છે? અને એવાને ચાહે પણ કોણ નહીં?’’
નિસ્પૃહી યોગી-એક દિવસ ભણેલો-ગણેલો આશાજનક લાગતો એક બ્રાહ્મણ યુવાન એમના શિષ્ય તરીકે દીક્ષિત થયો. આ અંગે મેં એ શિષ્યને મળવા-જોવાની ઈચ્છા કરી તો હસીને એમણે જણાવ્યું કે, ‘‘એ અહીં એની હોંસથી આવ્યો હતો અને દિલ ઉપડડ્યું ત્યારે કહ્યા વિના ભાગી છૂટચો! બાકી તો રહ્યો એટલું નફામાં. અને એ ચાલ્યો ગયો તો આપણું શું લઈ ગયો?’' આવો શિષ્ય મળતાં નહોતો એમને હર્ષાતિરેક થયો કે ચાલ્યા જતાં નહોતો સહેજે ખેદ થયો. નિઃસ્પૃહ યોગીની જેમ જાણે કંઈ બન્યું નથી તેમ તેઓ તો પોતાના કાર્યમાં જ મસ્ત
હતા.
સ્વાદવિજેતા-પોતાના સંશોધનકાર્ય પાછળ તેઓ જેવા એકાગ્ર બની જાય છે તેવા જ એ અર્થે સ્વાદવિજેતા પણ બની શકે છે. જેસલમેરના જ્ઞાનભંડારો તપાસવા માટે એ ખાસા દોઢ-બે વર્ષ ત્યાં રોકાયેલા. ત્યારે કેવળ મકઈના રોટના અને જાડી દાળ પર જ એમને રહેવાનું હતું. પણ એમને તો પોતાના કામનો જ એકમાત્ર રસ હતો; સ્વાદ-અસ્વાદની એમને પડી જ નહોતી.
વિરોચિત સાધના-જાહેર પ્રવૃત્તિ વ્યક્તિને વ્યાપક પ્રતિષ્ઠા મેળવી આપે છે. પણ જ્ઞાનસાધના અને સંશોધનનું કાર્ય એકાંતના એક ખૂણે થતું હોઈ એવા સાધકને કોઈ ઓળખી શકતું નથી. પણ મુનિશ્રીએ આજ સુધી જેનાં દ્વાર બંધ હતાં એ જેસલમેરના પ્રાચીન જ્ઞાનભંડારો ખોલાવવા જે વીરોચિત સાધના કરી છે એની પાછળ એક ઈતિહાસ હોઈ એથી જ એ સહુનું આકર્ષણ બન્યા છે. દૂર દૂરનો પ્રદેશ, વચમાં આવતાં રેતીનાં રણો, ઊડતી રેતીની ડમરીઓ તથા લાંબા લાંબા અંતરે આવેલાં ગામો-એ બધાં વચ્ચેથી પસાર થઈ ધોમધખ તાપે તપતી ભૂમિમાં પહોંચવું, અજ્ઞાન ભાઈઓને સમજાવી ભંડારો ખોલાવવા, તથા દોઢ-બે વર્ષ ત્યાં રહી નાની - મોટી આપત્તિઓ સહેવી અને ધાર્યું કામ પાર પાડી સમાજ અને સરકારનું પણ ધ્યાન ખેંચવું, એ હ્યુ-એનસાંગના પ્રવાસનું સ્મરણ કરાવતો એક રોમાંચક પ્રવાસ હતો; ખરું કહીએ તો, એ એમના જીવનની મહાન યાત્રા હતી. અને એ કારણે જ એ વ્યાપક પ્રતિષ્ઠા પામ્યા છે.
મહાન યોજક-આવી શક્તિઓ ઉપરાંત એમનામાં યોજનાશક્તિ છે, વ્યવસ્થાશક્તિ છે. સાથે ખંત, ચીવટ, ચોકસાઈ, ધગશ અને લીધેલું કામ પાર પાડવાની પૂરી જવાબદારી પણ છે. આ કારણે માંગી લાવેલ ગ્રંથો કે પોથીઓ એ કદી પોસ્ટ દ્વારા રવાના નથી કરતા, પણ પોતાના વિશ્વાસુ માણસો દ્વારા જ મોકલવાની અને માલિકના હાથની પહોંચ મેળવી લેવાની ખાસ ચીવટ રાખે છે. આવા આવા ગુણોથી આકર્ષાવાને કારણે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની કેવળ પ્રશસ્તિ ગાઈને જ એ નથી બેસી રહ્યા; પણ એમની પાસેથી લાખો
શ્રી પુણ્યોત્રમ્
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org