________________
રૂપિયાની ગંજાવર રકમ કઢાવી ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ની સ્થાપના પણ એ કરાવી શક્યા છે. આ સંસ્થામાં સંશોધન-અધ્યયન ઉપરાંત હસ્તપ્રતોની જાળવણી તથા કળા-કારીગરીના અપ્રાપ્ય નમૂનાઓના સંગ્રહ માટે પણ ખાસ વિભાગો રાખવામાં આવ્યા છે. આ સંસ્કૃતિ વિદ્યામંદિરનો ઉદ્ઘાટનવિધિ ભારતના પંતપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે થયો ત્યારે એ બધા વિભાગો વિષે મુનિશ્રીએ એમને ઝીણવટભર્યો ખ્યાલ આપ્યો હતો. આજે તો એ વિદ્યામંદિર વિદ્યાપ્રેમી પ્રવાસીઓ માટે એક યાત્રાધામ બની રહ્યું છે, જે ખરેખર મુનિશ્રીની સાધના અને તપશ્ચર્યાનું જીવતું જાગતું સંસ્મરણ છે.
કળા-કારીગરીનું ઊંડું જ્ઞાન-સંશોધનકાર્ય અંગે પ્રાચીન પોથીઓ, એની બનાવટ, રચના, એમાં દોરાયેલાં ચિત્રો, સોનેરી-રૂપેરી અક્ષરો તથા એમાં વપરાતાં અનેક પ્રકારનાં આનુષંગિક સાધનોના અભ્યાસથી એમને પ્રાચીન કળા-કારીગરીનો પણ ઊંડો અભ્યાસ થયો છે. ને એથી એવા નમૂનાઓ પણ એકઠા કરવાનો એમણે શોખ કેળવ્યો છે; જે કારણે પ્રાચીન શિલ્પાકૃતિઓ, કળાના અવશેષો, ધાતુની પ્રતિમાઓ તથા હસ્તલિખિત પ્રતો અને જૂનાં ચિત્રો-એમ વિવિધ વસ્તુઓના વેચનારા એમની પાસે આવતા જ રહે છે. ઊંડા અભ્યાસને કારણે એ એવી ચીજોની કિંમત આંકી શકતા હોઈ વેચનારા ભાગ્યે જ એમને ઠગી શકે છે. આમ છતાં ક્યારેક અપ્રાપ્ય વસ્તુઓ મોં માગ્યા દામ અપાવીને પણ એ રાખી લે છે.
લિપિઓના ઊંડા અભ્યાસી-આજ સુધીમાં હજારો-લાખો હસ્તપ્રતોનું એમણે નિરીક્ષણ કર્યું હોઈ લિપિ તથા અક્ષરોના મરોડ પરથી જ એ પ્રત ક્યા સૈકામાં લખાયેલી છે એ તેઓ કહી શકે છે. લિપિ વિષે એમણે મને અનેક અક્ષરો સ્કેટમાં દોરી સમજાવેલું કે સૈકે સૈકે કેટલાક અક્ષરો મૂળમાંથી બદલાતા રહેવાથી અને એક સૈકામાં વપરાતા એ અક્ષરો બીજા સૈકાઓમાં બીજા અક્ષરોનું રૂપ ધારણ કરતા હોઈ લિપિજ્ઞાનના તલસ્પર્શી અભ્યાસ વિના શાસ્ત્ર વાંચનાર ઘણીવાર ઓડનું ચોડ જ વેતરી નાખે છે. એમણે એક દાખલો આપી સમજાવેલું કે, ‘‘અમુક સૈકામાં આ વાક્ય અમુક રીતે વંચાતું. બીજા સૈકામાં એ જ અક્ષરો બીજી રીતે વંચાતા હોઈ એ જ વાક્ય બીજી રીતે વંચાય છે ને તેથી મૂળ અર્થ ક્યાંયનો ક્યાંય ચાલ્યો જઈ નવો જ અર્થ એમાંથી નીકળી આવે છે.’’ (એ વાક્ય હું આજે યાદ રાખી નથી શક્યો.) આમ પ્રાચીન લિપિઓના એ એક બહુ મોટા અભ્યાસી છે.
સૌજન્ય અને નમ્રતાની મૂર્તિ-આમ એમનામાં અનેક ગુણો, શક્તિઓ અને અગાધ જ્ઞાન હોવા છતાં એમનો પ્રધાન ગુણ કહેવો હોય તો એમ કહેવું જોઈએ કે તેઓ વિનય અને નમ્રતાની મૂર્તિ છે. હૈયાની મૃદુતા પણ એટલી જ. ડંખ-દ્વેષ એ સમજે જ નહીં, જેથી હરકોઈનું-વિરોધીઓનું પણ તેઓ સરખું જ સન્માન કરતા હોઈ સહેજે જ દિલ જીતી લે છે. મહાવિદ્વાન અને મહાપ્રતિષ્ઠિત એવા આ મુનિની આવી નમ્રતા અને મુદ્દતા એમનું માનસ કેટલું ઉર્ધ્વગામી તથા ભદ્ર છે એ પ્રદર્શિત કરે છે.
Y
કથાઓનો ભંડાર-પોતાના સંશોધનકાર્યમાં એ એટલા ડૂબેલા રહે છે કે બીજાઓને આકર્ષવાનું કે મોટા ઉત્સવો-મહોત્સવો ઊભા કરી જૂથ જમાવવાનું એમની પાસે એવું કોઈ સાધન જ નથી. તેમ જ પોતાનું કાર્ય
67
Jain Education International
For Private & Personal Use Only
શ્રી પુણ્યચરિત્રમ્
www.jainelibrary.org