________________
બીજાઓ સાથે કેમ કામ લેવું એ મુનિશ્રી સારી રીતે જાણે છે અને એ જ એમના વિજયની ચાવી છે.
વિચારોમાં ક્રાંતિકાર-શાસ્ત્રોના ગહન અધ્યયનને કારણે એમાં પ્રવેશેલી વિકૃતિઓ તથા ભૂલભરેલી માન્યતાઓ એ સારી રીતે સમજતા હોઈ કોઈ યોગ્ય વ્યક્તિ મળે છે ત્યારે એ પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરે છે, અને ત્યારે એ એક મહાન ક્રાંતિકાર અને સુધારકના રૂપમાં પ્રગટ થઈ જાય છે.
આચારમાં પરંપરાવાદી -પણ સામયિક પરિસ્થિતિ તથા પોતાની મર્યાદાને ધ્યાનમાં લઈ નથી એ પોતાના વિચારો જાહેરમાં મૂકતા કે નથી એને લિપિબદ્ધ કરવા ચાહતા. ખરું કહીએ તો, સંશોધનકાર્યમાં એ એટલા બધા ડૂબેલા રહે છે કે એમને બીજી ઝંઝટોમાં પડવાનો સમય જ નથી. આથી ભવિષ્યના સામર્થ્યયોગી યુગપ્રધાનો પર એ ચિંતા છોડી દઈ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી જ ચાલવામાં એમણે પોતાના મનનું વલણ કેળવ્યું છે, જે કારણે પરંપરાને વળગી રહેવામાં તથા ચાલ્યા આવતા વ્યવહારોને સાચવી લેવામાં એ આજે ડહાપણ માને
છે.
સ્પષ્ટ વકતૃત્વ; સ્નેહભીનું હૈયું- આમ છતાં કોઈ પ્રશ્ન પર જાહેરમાં બોલવાની ફરજ આવી પડે છે ત્યારે એમનો ક્રાંતિકારી આત્મા સળવળી ઊઠે છે, અને ત્યારે, સામૂહિક વિરોધના ભયે, પોતાને જે સત્ય લાગતું હોય એને પ્રગટ કરવામાં નથી કદી એ ક્ષોભ પામતા કે નથી પોતાના વિચારોને ગોપવી રાખતા. વળી, વિરોધીના ગુણ પ્રત્યે એ આદરશીલ રહેતા હોઈ જેમ એના ગુણ ગાઈ શકે છે, તેમ પ્રસંગ આવે આમજનોનો દોષ હોય તો એની ટીકા પણ કરી શકે છે. આ પ્રકૃતિને કારણે નાની અને નમાલી વાતોને પ્રાણપ્રશ્ન બનાવતા મોટા આચાર્યોને પણ બહુમાન સાથે સાચી વાત સંભળાવી દે છે. અને આવી સ્પષ્ટ અને કડવી વાત સાંભળવા છતાં હરકોઈ એમની ટીકા સહી લે છે, એનું કારણ એમના દિલમાં નથી કોઈ પ્રત્યે દ્વેષ-કડવાશની લાગણી કે નથી કોઈને વગોવવાની વૃત્તિ; પણ એવે વખતે પણ એમના દિલમાંથી કેવળ સ્નેહભર્યો સદ્ભાવ જ નીતરતો હોય છે, એ છે. આ કારણે કોઈ અલ્પમ્રુત હોય, ઓછું ભણેલો હોય કે કોઈને એમની સાથે ઉગ્ર મતભેદ હોય, તો પણ મુનિશ્રીના સાંનિધ્યમાં કોઈને પરાયાપણું લાગતું જ નથી. એમણે સર્જેલા નિમર્ગ અને સ્વચ્છ વાતાવરણનો જ એ પ્રભાવ
છે.
મનની એકાગ્રતા- લુણસાવાડાના ઉપાશ્રયે રવેશ પાસેની બારીએ એમનું આસન હોઈ મેં એક વાર પૂછેલું કે, ‘“આ રસ્તેથી ચોવીસે કલાક નાનાં-મોટાં વાહનો પસાર થતાં હોઈ આવા ભારે ઘોંઘાટમાં આપને ખલેલ નથી પડતી? એથી તો બહેતર છે કે આ સ્થાન જ બદલાવો તો?' એમનો જવાબ હતો કે, ‘‘કામનો જો રસ હોય અને મનની જો એકાગ્રતા હોય તો ઘોંઘાટની ખબર જ પડે નહીં. મને તો કદી ઘોંઘાટ નડયો જ નથી.'' માંડલમાં અમે ૧૫-૨૦ ભાઈઓ બોલીને ખલેલ પડે એવી રીતે ઉપાશ્રયમાં વાતો કરતા હતા. મહારાજશ્રીને થોડો આરામ લેવો હતો. પણ એ તો ઘોંઘાટ વચ્ચે જ એકાદ મિનિટમાં ઘસઘસાટ ઊંઘી ગયા અને જાગીને ફરી પોતાના કામમાં લાગી ગયા. અમારી વાતો કે ગરબડની એમના પર કશી અસર નહોતી. ખરેખર, મનની આવી સ્વસ્થ દશા અને કાર્યમાં આવી એકાગ્રતા એ સાધનાનું એક ઊંચું સોપાન છે; જ્યારે બીજાઓ આવી પરિસ્થિતિમાં બેચેન બની જાય છે.
65
Jain Education International
For Private & Personal Use Only
શ્રી પુણ્યરિત્રમ્
www.jainelibrary.org