________________
સમર્થ વિદ્વાન, પ્રખર સંશોધક અને સેંકડો-હજારોનું અભિવાદન ઝીલતા પ્રભાવશાળી સંતમાં પણ કેવું ભક્તિ-આર્ટ્સ, કેવું પ્રેમભીનું હૈયું વસેલું છે, એ જાણી હું આશ્ચર્યમુગ્ધ બની ગયો.
મેં એમના વિષે થોડું ઘણું સાંભળ્યું હતું, પણ દશ વર્ષ પહેલાં જ પ્રથમ એમનાં દર્શન થયાં. હું એક નિબંધ લખી એમને વંચાવવા ગયેલો. પણ નિબંધનાં પાનાં ફેરવી એ તડૂકી ઊઠ્યા: “કોઈ મહારાજે ચડાવ્યો લાગે છે. શાસ્ત્રમાં શું છે એની કંઈ ખબર છે? આવો નિબંધ ન ચાલે” કહી એમણે એ મને પાછો સોંપ્યો, હું નિહા.થઈ પાછો ફર્યો, છ મહિના પછી એમાં સુધારાવધારા કરી તથા કંઈક અભ્યાસ વધારી ફરી પહોંચ્યો. સાથે મુદ્દાઓની કરેલી તારવણી હાથમાં આપી. “વિદ્વાનોમાં આવું કંઈ ન ચાલે'' એમ કહેવા છતાં મેં કરેલા પ્રયત્ન માટે એમનાં હૈયામાં ઊઠેલી સહાનુભૂતિની લાગણી હું આ વખતે જોઈ શક્યો હતો. આથી હિંમત કરી પૂછ્યું કે “આપ એ વાંચી ક્ષતિઓ બતાવો તો ફરી પ્રયત્ન કરું.”
મને બિલકુલ સમય જ નથી” નો જવાબ સાંભળી “તો કોઈ વિદ્વાન મેળવી ન આપો?” એમ જણાવતાં એ પોતાનું કામ પડતું મૂકી તરત જ ઊભા થયા અને મને સાથે લઈ, ખરા બપોરે, ખતરગચ્છના ઉપાશ્રયે ઝવેરીવાડમાં પહોંચ્યા અને મારો એ નિબંધ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય શ્રી ભાનવિજયજી મહારાજને તપાસી માર્ગદર્શન આપવા સોંપ્યો.
છ માસ પછી ત્રીજી વખત એમની પાસે પહોંચ્યો તો એમાં ઉમેરાયેલી નવી દલીલો જોઈએ રાજી થયા અને આ કંઈક વિદ્વાનોને ગળે ઊતરે તેવી વાત છે, કહી અલ્પ પ્રશંસા સાથે મને પ્રોત્સાહિત કર્યો.
જ્યારે એ જાણે છે કે આ માણસ વ્યવહારની આડીઅવળી વાતો કરી નકામો સમય બગાડવા નથી આવતો, પણ કેવળ તત્ત્વચર્ચા અર્થે કે કંઈક ધાર્મિક સાહિત્યનું સર્જન કરી માર્ગદર્શન માટે આવે છે, ત્યારે પોતાનું અગત્યનું કામ થોભાવીને પણ એ કલાક-બે કલાક એવાને આપે છે - એ શાથી કે વાવેલું કંઈ નકામું નહીં જાય.. આમ જે કોઈ શુભ પ્રયત્ન કરે છે એને સલાહ - સૂચન આપવા કે મદદ કરવા પોતાનું કામ પડતું મૂકીને પણ એ તૈયાર જ રહે છે.
છેલ્લાં ૮-૧૦ વર્ષના નિકટના પરિચય પછી મને એમનામાં જે જે ગુણો, શક્તિઓ તથા સ્વભાવનું દર્શન થયું છે એ અંગે કેટલાક પ્રસંગો હું રજુ કરવા ઈચ્છું છું કે જે દ્વારા બીજાઓને પ્રેરણારૂપ એમના સ્વભાવ અને ગુણો, જે ઝટ નજરે ચડતા નથી, એનું દર્શન કરાવી શકાય.
અનુભવી માનસશાસ્ત્રી-એમણે કોઈ કિતાબો વાંચીને નહીં પણ માનવસ્વભાવોનું ઊંડું નિરીક્ષણ કરીને જે અનુભવ મેળવ્યો છે એને આધારે વ્યક્તિને સમજીને એ કામ લેતા હોય છે, જેથી હરેકને સંતોષ આપી સહુનો ચાહ મેળવી લે છે. ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જેવા મળવા આવવાના હોય ને એમની સાથે જે જે કામોની વિચારણા કરવાની હોય એ કાર્યોનું લિસ્ટ તૈયાર રાખે છે કે જેથી જેમને સમયની કિંમત છે એમનો ન બગડે સમય કે ન રહી જાય કોઈ વાત ભૂલમાં. આ ગુણને કારણે એ વિશેષ સફળ થઈ શક્યા છે.
થી પુછયચરમ
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org