________________
આગમપ્રભાકરજીના જીવનની કેટલીક બાજુઓ
શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ જે જે પુરુષો સામાન્ય જીવનમાંથી આગળ વધી મહાન બની શક્યા છે, એમનું જીવન તપાસશું તો દશ વર્ષની આસપાસના બાલ્યકાળમાં જ એમનામાં એક એવો ગુણ દઢીભૂત થયેલો માલૂમ પડે છે કે જે દ્વારા એ આગળ વધી ભવિષ્યમાં ઝળકી ઊઠે છે. બાલ્યકાળના ગાંધીજીમાં સત્યનો, વિનોબાજીમાં બ્રહ્મચર્યનો, શ્રીમદ્ રાજચંદ્રમાં ચિંતનનો, બુદ્ધમાં ધ્યાનનો અને મહાવીરમાં નિર્ભયતાનો ગુણ પુષ્ટ થયેલો નજરે પડે છે. .
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આજે બહુમુખી પ્રતિભા ધરાવતા બહુશ્રુતવિધાન, શાસ્ત્રોના ગહન સંશોધક, વિદ્યાના અવિરત ઉપાસક અને ચારિત્ર્યવાન સંતપુરુષ તરીકે જૈન-જૈનેતર સમાજમાં ખૂબ જાણીતા થયા છે. પણ બાળપણમાં પોતાના ભાવિ જીવનને અનુરૂપ કોઈ પણ ગુણ કે શક્તિ એમનામાં દેખાતાં નહોતાં. એમનામાં કેવળ એક જ ગુણ હતો અને તે માતૃઆજ્ઞાના પાલનનો. એ ગુણને આધારે જ એ આજે પ્રતિષ્ઠાના શિખરે પહોંચી શક્યા છે.
વિધવા માતા દીક્ષા લેવા ચાહતાં હતાં, પણ પોતાના એકના એક પુત્ર મણિલાલની એમને ચિંતા થતી, જેથી માતાએ કહ્યું કે, હૈયા ! જો તું પણ મારી સાથે દીક્ષા લઈ લે તો મને તારી ચિંતા માટે અને હું નિશ્ચિત બની મારું દીક્ષાજીવન સફળ કરી શકું.'' પુત્રે આથી જવાબ આપ્યો કે, “મા! તમે કહેશો તેમ જ હું કરીશ. મારી ચિંતા ન કરશો.” આથી માતાએ રાજી થઈ જણાવ્યું કે, “તું દીક્ષિત ન થાય ત્યાં સુધી આ વાત કોઈને પણ ન કહેવી, નહિ તો કુટુંબીઓ તને રોકી રાખશે ને મારી ચિંતા વધારી મૂકશે.”
આથી માતૃભક્ત મણિલાલે પોતાના ભાવિ જીવનની ચિંતા કે રૂપરેખા દોર્યા વિના જ માતાની આજ્ઞા તરત સ્વીકારી લઈ કહ્યા પ્રમાણે પાલન કર્યું અને અનુકૂળ સમય પ્રાપ્ત થતાં આત્મારામજી ઉર્ફે વિજ્યાનંદસૂરીશ્વરજીના શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ પાસે પાલિતાણા મુકામે દીક્ષા અંગીકાર કરી. ૬૦વર્ષ પહેલાં માતૃઆજ્ઞાના પાલનની એક નાની શી ઘટનામાં એ મણિલાલ આજે આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીરૂપે પ્રકાશોજવલ બની રહ્યાં છે. સાધ્વી-માતાનું એમને સમય સમય પર માર્ગદર્શન મળ્યા કરતું, અને મુનિશ્રી પણ ત્રણેક વર્ષ પર સાધ્વી-માતૃશ્રી અમદાવાદમાં કાળધર્મ પામ્યાં ત્યાં સુધી અવારનવાર બે-ચાર દિવસે એમના દર્શને જઈ આવતા અને વિહારમાં દૂર હોય તો ખબર-અંતર પુછાવી લેતા. પણ છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી બન્નેને પ્રાયઃ અમદાવાદમાં જ રહેવાનું બન્યું હતું.
ગુરુ પણ માતાની જેમ ઉદાર અને વિશાલ હદયના મળ્યા હતા. બે વર્ષ પહેલાં એમના ગુરુ વિષે પ્રશ્ન પૂછતાં તેમણે જણાવેલું કે, “ગુરુએ નથી મારા અધ્યયન કે કાર્યમાં કદી રોકટોક કરી કે નથી કોઈ વિધિનિષેધનો આગ્રહ રાખ્યો. એમને વિશ્વાસ હતો કે એ જે કંઈ કરતો હશે એ સારું જ કરતો હશે.” પૂર્ણ સ્વાતંત્ર બક્ષતી ગુરુની આવી ઉદારતા અને વાત્સલ્યનું વર્ણન કરતાં મહારાજશ્રીનાં નેત્રો આંસુભીનાં થઈગયાં. એક
63
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org