________________
અમારા ગુરુદેવ
લેખિકા - પૂજ્ય સાધ્વી શ્રી ઓંકારશ્રીજી
જગતના બગીચામાં અનેક પ્રાણીઓ આવે છે અને જાય છે. એમાંના કેટલાક વિરલ આત્મા પોતાના જીવનની સુવાસ મૂકીને જાય છે. જગતની સૌંદર્યસૃષ્ટિમાં અનેક પુષ્પોનો પ્રાદુર્ભાવ થાય છે, પણ દરેક પુષ્પ કંઈ પોતાના પરિમલ દ્વારા માનવીના માનસને પ્રફુલ્લિત બનાવી શકતું નથી. એ જ રીતે જગતની સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ અન્ય જીવો ઉપર ઉપકાર કરીને એમને આનંદ આપી શકે એવું તન-મનના સમર્પણથી શોભતું જીવન જીવી શકતી નથી. જીવનમાં અનુકૂળતાઓને ઠોકરે મારી પ્રતિકૂળતા સામે ટક્કર ઝીલવી, એ વાત અતિકપરી છે. સારી વાણી ઉચ્ચારવી એ ઉત્તમ વિચાર કરવા તે માનવીને માટે મોટી વાત નથી, પરંતુ તેને વર્તનમાં મૂકી તેનો અમલ કરવો એ અતિ દુષ્કર કામ છે.
પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, પરમઉપકારી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ જેવી એક મહાન વિભૂતિ આપણા બધા વચ્ચેથી, વર્ષો જૂનો સંબંધ છોડી, સ્નેહની સાંકળ તોડી, એક મહિના પહેલાં ચાલી ગઈ.
આ મહાન વાત્સલ્યમૂર્તિ વિભૂતિનો જન્મ ગરવી ગુજરાતના પવિત્ર કપડવંજ ગામમાં માણેક જેવા ગુણવાળાં માણેકબાઈ માતા તથા પિતા ડાહ્યાભાઈના લાડીલા પુત્ર મણિલાલ તરીકે થયો હતો. મિણલાલ ‘પુત્રનાં લક્ષણ પારણામાં' જણાય તેમ, જ્ઞાનોદ્ધારક, આગમોદ્ધારક થવાના હોય તેમ, તેમનો જન્મ લૌકિક પર્વ તરીકે ‘લાભપંચમીએ' તથા લોકોત્તરપર્વ તરીકે ‘જ્ઞાનપંચમી’ના ધર્મપર્વ દિને સં. ૧૯૫૨માં થયો હતો. આ મહાન વિભૂતિનો જન્મ લાભપંચમીને દિવસે થવાથી લૌકિક માર્ગવાળાને (જૈનેતર સમાજને) તથા જ્ઞાનપંચમીને દિવસે થવાથી લોકોત્તર માર્ગવાળા (જૈન સમાજને) એટલે કે જૈન-જૈનેતર દરેક સમાજને અકલ્પ્ય, અવર્ણનીય લાભ થયો છે. તેઓશ્રીએ જનતાને ઘણો ઘણો લાભ આપ્યો છે.
મણિલાલ ૧૩ વર્ષની કુમળી વયે પરમપૂજ્ય પ્રશાંતમૂર્તિ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય પુણ્યવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. તેમની માતા માણેકબહેને પણ લાડીલા પુત્રને દીક્ષા અપાવ્યા બાદ સિદ્ધક્ષેત્રની શીતળ છાયામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ અમદાવાદમાં ૯૩ વર્ષની વયે કાળધર્મ પામ્યાં હતાં.
દુનિયામાં કહેવત છે કે ‘મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે.' તેમ પુણ્યવિજયજી મહારાજ ઉપર ગુરુજી કરતાં પણ દાદાગુરુજી પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ અખૂટ વાત્સલ્ય, સ્નેહ, સદ્ભાવ ધરાવતા હતા. સ્નેહતંતુના તાણાવાણા દૂરના કે નજીકના સ્નેહસંબંધની ખેવના રાખતા નથી, તેમ પૂછ્ય પુણ્યવિજયજી મહારાજને પણ ગુરુજી કરતાં દાદાગુરુ ઉપર અત્યંત પ્રેમ હતો. દીક્ષા લીધા બાદ ત્રણ-ચાર વર્ષમાં જ તેઓ પૂજ્ય ગુરુજી ચતુરવિજયજી મહારાજની કોપી લઈને, ગુરુજી ગોચરી જતા ત્યારે, છાનામાના કોપી કરીને મૂકી દેતા હતા. તેમને પ્રથમથી જ સંશોધનકાર્યમાં અત્યંત રસ હતો.
જ્યારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ વયમાં નાના હતા—ગુણોથી તો તેઓ હંમેશાં મહાન હતા—ત્યારે પંડિતજી વ્યાકરણ ભણાવવા આવતા હતા. પંડિતજી રૂપો ગોખવા આપતા. બીજે દિવસે પાઠ ધરાવવા વખતે
183
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org