________________
જીવનમાં કેટલાક પરિચયો વિશેષ સુખદાયક અને ચિરંતન સમય સુધી અવિસ્મરણીય કોટિના નીવડે છે, ત્યારે કેટલાક પરિચયો જીવનને ધન્ય બનાવવાના સામર્થ્યવાળા પણ હોય છે. મારે માટે અને મારા કુટુંબ માટે શ્રી પુણ્યનો (એટલે કે આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મુનિરાજનો) પરિચય ઉપર જણાવેલી બંને કોટિને એકસાથે સ્પર્શે એવો છે, એ મારો પોતાનો જાત અનુભવ છે. આ વાત કાંઈ લોકોમાં માત્ર જાહેર કરવાના રસથી નથી લખતો, પરંતુ શ્રી પુણ્યનો દીક્ષાપર્યાય ૬૧મા વર્ષમાં પ્રવેશે છે, એ પ્રસંગ માટે વડોદરામાં એક સુંદર સમારોહ થવાનો છે. તે સમારોહ સમિતિના ઉત્સાહી વિદ્વાન ભાઈઓએ મને પત્ર લખીને સૂચવેલ છે કે આ પ્રસંગે તમારે જરૂર કંઈક લખી મોકલવું જોઈએ. એટલા માટે જ જે વાતને મારા પોતાના હૃદયમાં અત્યાર સુધી સંઘરી રાખી સંતોષ અને પ્રસાદ અનુભવતો રહ્યો છું, તેને અહીં શબ્દના રૂપમાં આલેખવા થોડોઘણો પ્રયાસ કરું છું.
જ
શ્રી પુણ્યનો પુણ્યપરિચય
પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી, અમદાવાદ
પચાસથી પણ વધારે વરસ પહેલાંની વાત છે કે અત્યારે જે મકાનમાં શ્રી પુણ્ય ચોમાસું છે તેના પૂર્વવર્તી જૂના મકાનમાં વડોદરામાં જ મુનિ શ્રી જિનવિજયજી સાથે શ્રી પુણ્યનો મને સૌથી પ્રથમ પરિચય થયો. પૂજ્ય શ્રી પ્રવર્તકજી મહારાજનો તથા માનનીય શ્રી ચતુરવિજયજી મહારાજનો પણ તે વખતે સૌ પ્રથમ સમાગમ થયો. રાતનો વખત હતો, શી વાતચીત થઈ તે તો અત્યારે સ્મરણમાં નથી, પણ કાંઈ સાહિત્ય-સંપાદન-સંશોધન વા. કાંઈ લેખન વિશે વિશે એ વાત હતી એટલો ખ્યાલ રહ્યો છે. વડોદરા કેટલો સમય હું રહેલો એ પણ યાદ નથી આવતું. પણ પ્રથમ સમાગમ જ એવો થયો કે વારંવાર સમાગમ કરવાનું મન થયા કરતું. પૂજ્ય પ્રવર્તકજી મને બિલકુલ મારા પિતાના સ્થાને ભાસેલા અને પૂજ્ય શ્રી ચતુરવિજયજી પણ ખાસ વિશેષ સ્નેહાળ - આકર્ષક લાગેલા. તે વખતે હું આગમના ભાષાંતરના કામમાં હતો કે શ્રી જિનવિજયજી સાથે ‘જૈન સાહિત્ય સંશોધક’ની પ્રવૃત્તિમાં હતો, એ પણ સ્મૃતિમાં રહ્યું નથી. મારા વિચિત્ર વિચારો હોવા છતાં એ મુનિત્રયની વિશેષ સહાનુભૂતિ મેળવી શકેલો એ તો મને બરાબર યાદ છે. સહાનુભૂતિનો અર્થ કોઈ એમ ન સમજે કે એ મુનિઓનો મારા વિચારોને ટેકો હતો, પણ ભિન્ન રીતે વિચારનાર વ્યક્તિ સાથે એમનું વર્તન પોતાના સમાન વિચાર ધરાવનાર સાથે જેવું હોય તેવું બરાબર મેં અનુભવેલું. અહીં મેં જૈન મુનિઓમાં પણ પરમસહિષ્ણુતાનો ગુણ હોય છે, એવું સૌથી પ્રથમ જ અનુભવ્યું, જે અન્યત્ર ક્યાંય અનુભવેલ નહીં. એ જ ગુણ ત્યારે શ્રી પુણ્યમાં જેવો હતો તેવો આજે પણ વિશેષ વિશદપણે વિકસેલો છે.
મારી પ્રવૃત્તિ શ્રી પુણ્યની જેમ જ જૈન સાહિત્યના સંશોધન-સંપાદન અને તે અંગે બની શકે એવું કાંઈ લખવાની રહેતી. એમાં શ્રી પુણ્યનો સહકાર જ્યારથી હું તેમને મળ્યો ત્યારથી આજ સુધી સતત રહેતો આવેલ છે. એ માટે જાહેરમાં અને લેખોમાં પણ મેં તેમનું વિશેષ ઋણ સ્વીકારેલ છે. અને અહીં પણ એ સ્વીકૃતિને દુહરાવીને સંતોષ માનું છું. અને પ્રથમ પરિચયથી તે આજ સુધી મેં તેઓની કોઈ મર્યાદા લોપી હોય તેવું સ્મરણમાં નથી. માણસ છું અને છદ્મસ્થ પણ ખરો જ, છતાં તેમની મર્યાદા બની શકે તે રીતે જાળવવા
શ્રી પુણ્યરિત્રમ્
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org