________________
જાગૃતિ રાખવામાં જ મેં આનંદ અનુભવ્યો છે. એવો પણ પ્રસંગ આવેલો કે જ્યારે મારા વિચાર પ્રમાણે ન્યાયને ખાતર કોઈ હરિજન કેસને અંગે જુબાની આપવા વિચારતો હતો અથવા કાંઈ લખવા ધારતો હતો અને તેમ કરતાં બીજી પરંપરાના કોઈ રૂઢ પ્રકૃતિના મુનિની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચે એવી પરિસ્થિતિ હતી; ત્યારે માત્ર શ્રી પુણ્યની તરફના બહુમાન અને આદરને ખાતર એ પ્રવૃત્તિ બંધ રાખેલું એવું મારું તેમના તરફ માનસિક આકર્ષણ રહેલું.
પૂજ્ય પ્રવર્તકજીના સમાગમમાં મેં તેમની ક્રાંતિયુક્ત વિચક્ષણતા અનુભવેલી અને એ આપણે ત્યાં ઉપડેલા બાલદીક્ષાના ઝંઝાવાતમાં મેં બરાબર અનુભવી. આ અંગે પૂજ્ય પ્રવર્તકજી પાસે સલાહસૂચન મેળવવા ભાવનગરવાળા મારા મિત્ર શ્રી ભાઈચંદભાઈ વકીલ સાથે પાટણ પણ ગયેલો. પહેલી મુલાકાત વડોદરામાં, પછી મુંબઈમાં અને ત્યાર પછી અનેક વાર પાટણમાં થયેલી. તે વખતે જે કાંતિયુક્ત વિચારધારા પૂજ્ય શ્રી પ્રવર્તકજીમાં અનુભવેલી તે તેમના આ પ્રશિષ્યમાં પણ ઊતરી આવેલી છે એમ મને અનુભવથી સમજાયું છે. બ્રહત્કલ્પનું સંપાદન-સંશોધન અને તેમાં લખાયેલી પ્રસ્તાવના જશ્રી પુણ્યની ક્રાંતિયુક્ત વિચારધારાનાં સાક્ષીરૂપ છે. એક કહેવાતા ગીતાર્થ મુનિએ શાસ્ત્રનું નામ દઈને એવી વાત વહેતી મૂકેલી કે દીક્ષાના પ્રસંગમાં સાધુઓ છોકરાઓને સાધ્વીના ઉપાશ્રયમાં પણ સંતાડી શકે છે, એવું શાસ્ત્રવચન છે. મને તો આ હકીકત મિથ્યા જ લાગેલી અને આ અંગે મેં દીક્ષાનું શાસ્ત્ર’ નામનો એક મોટો નિબંધ તૈયાર કરીને તે વખતે પ્રગટ થતા સુઘોષા' પત્રમાં છપાવેલો. શ્રી પુણ્ય પણ આવું નરોતાળ ખોટું વહેતું મૂકવામાં આવેલું વિધાન વાંચી પોતાની ક્રાંતિયુક્ત વિચારધારાને જાહેરમાં પ્રગટ કરતાં લેશ પણ અચકાયા નહીં. અને તેમણે વિશેષ નમ્રભાવે એ કહેવાતા ગીતાર્થ મુનિને પડકારેલા, પણ શ્રી પુણ્યને કોઈ પડકારી જ ન શક્યું. આમાં મેં શ્રી પુણ્યની નિર્ભયતા અને શાસનની વિશુદ્ધ ભક્તિ, એ ગુણો વિશેષ પ્રમાણમાં ચમકેલા જોયા. અને એ પ્રસંગથી વિશેષ પ્રભાવિત થયેલો હું તેમને અસાધારણ આદર સાથે માનવા લાગ્યો અને તે સમયથી આજ સુધી તેમના તરફ મારું આકર્ષણ વધતું જ ચાલ્યું.
મને તો હજુ સુધી પણ એમ જ લાગ્યા કરે છે કે, વર્તમાનમાં જૈન શ્રમણાદિ સંઘની જે પરિસ્થિતિ છે, તેમાં સંશોધન કરી તેને બરાબર વ્યવસ્થિત કરવાનું સામર્થ્ય કોઈ જૈન મુનિમાં હોય તો તે આ શ્રી પુણ્યમાં જ છે. અને આ દષ્ટિએ જકપડવંજમાં જ્યારે તેમના અંગે એક સમારોહ થયેલો, જેવખતે પંડિત સુખલાલજી પ્રમુખસ્થાને હતા અને શેઠ શ્રી કસ્તૂરભાઈ પણ વિશિષ્ટ સ્થાને બિરાજેલા હતા. ત્યારે શ્રી પુણ્યને વિનંતી કરેલી કે સમયનો પ્રવાહ બદલવા લાગ્યો છે, એટલે તે પ્રવાહ સાથે જૈન સંઘ પોતાનો તાલ મિલાવે એ રીતે આપે કાંતિનો નાદ કરી જૈન સંઘને માર્ગદર્શન આપવું જોઈએ અને અત્યારે પણ મારી તેમને એ જ વિનંતી વિશેષ આગ્રહ સાથે છે.
*
*
*
શ્રી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org