________________
પુણ્યમૂર્તિનાં કેટલાંક સંસ્મરણો
લેખક: પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક
પૂજ્યપાદ આગમપ્રભાકરજી વિદ્યકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનાં અહીં જણાવેલાં સંસ્મરણોમાં તેઓશ્રીને લક્ષીને પૂ. પા. મહારાજજી' શબ્દનો પ્રયોગ કર્યો છે–હું સદાને માટે તેઓશ્રી પ્રત્યે આ ઉચ્ચારણ જ કરતો. તથા જ્યાં જ્યાં પૂ. પા. ગુરુજી' અને “ગુરુજી' શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં ત્યાં ‘વિદ્વર મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ' (પૂ. પા. મહારાજજીના ગુરુશ્રીજી) સમજવા તેઓશ્રી, સાથે રહેલા શ્રમણ સમુદાયગત તેમનાથી નાના મુનિઓમાં અને નિકટના ગૃહસ્થવર્ગમાં ગુરુજી'ના નામે જ સંબોધાતા.
પૂ. પા. મહારાજજી સાથેના સુદીર્ઘ (વિ. સં. ૧૯૮૯થી ૨૦૨૭) સહવાસનાં સ્મરણોનું પ્રમાણ ઘણું હોય તે સ્વાભાવિક છે, છતાં આજે લખવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે જેટલા સ્મરણો યાદ આવ્યાં છે તેટલાં સંખ્યાની દષ્ટિએ બહુ ન કહેવાય. અલબત્ત, એવો જ કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તદનુરૂપ મહારાજજીનું જે કોઈ સ્મરણ હોય તે અચૂક થઈ આવે.
અહીં જણાવેલ સ્મરણોમાં ક્રમભંગ પણ થયો હશે.
પ્રારંભનાં ત્રણ વર્ષ (વિ. સં. ૧૯૮૯થી ૧૯૯૨) સુધી હું પૂ. પા. ગુરુજીની પાસે પ્રાચીન ગ્રન્થોના પાઠભેદ લેવા બેસતો અને પ્રાચીન ગ્રંથોની પ્રેસકોપી કરવાનું કાર્ય તેઓશ્રીની નિશ્રામાં અલગ બેસીને કરતો. આ સમયમાં પૂ. પા. મહારાજજી પાસે જવું હોય ત્યારે મને મનમાં ખૂબ ક્ષોભ તથા સંકોચ થતો. તેમની સમક્ષ જેટલું અને જેમ કહેવું હોય તેટલું તેવી રીતે કહી શકતો પણ નહીં. આનું મુખ્ય કારણ પૂ. પા. મહારાજજીને એટલા બધા ઓતપ્રોતપણે કાર્યરત જોતો, જેથી તેમને બોલાવવા કેમ, એ મારે માટે સમસ્યા થઈ જતી, એ હતું; એટલું જ નહીં, હું જેટલો સમય ઉપાશ્રયમાં બેસતો તે દરમ્યાન પૂ. પા. મહારાજજીને તેમના સંશોધનકાર્ય સિવાય અન્ય કાર્યોમાં નિષ્કારણ સમય આપતા જોતો જ નહોતો.
વિ.સં. ૧૯૯૩માં જ્યારે મને શ્રી નિશીથસૂત્રની ચૂર્ણની પ્રેસકોપી કરવાનું કાર્ય સોંપ્યું ત્યારે હું મહારાજજીની પાસે શંકાઓનું સમાધાન મેળવવા વારંવાર જતો. અને મહારાજજી મને શાંતિથી સમજાવતા. આથી મને પણ તેમની પાસે બેસવા-બોલાવવાની હિંમત આવી, એટલું જ નહીં, ક્રમે ક્રમે મારી પ્રત્યેક જિજ્ઞાસાને સમજાવવામાં કોઈ કોઈ વાર બે-ત્રણ કલાક જેટલો સમય પણ તેઓ આપતા. આ દિવસો જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ધન્યતા અનુભવાય છે.
૧. પૂજ્યપાદગુરુજીના દેહવિલય (વિ. સં. ૧૯૯૬) પછી પ્રારંભમાં તો મહારાજજીને પોતાના વ્યવહાર
| શ્રી પુણ્યચચૈિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org