________________
સમાધાન તો હતું જ, પણ વિશેષમાં મુનિશ્રીની શાસ્ત્રપૂત જ નહીં, સંવિત્તિશીલ પ્રજ્ઞા અને વદ ચૌદશની રાતે દેખાતા શુક્રના ગ્રહ જેવી પ્રકાશમાન, સ્વચ્છ, તાર્કિક મેધાનાં દર્શન થયાં, જૈન મુનિને છાજે તેવી; ‘ભાષાસમિતિ'નું તત્ત્વ સાચવતી એમની વાણી કેવી ઋતંભરા, અર્થપ્રબોધી, અને અમોઘ બની શકે છે એનો એ પળે ખ્યાલ આવ્યો. એમણે સમજાવ્યું કે “આ પ્રશ્ન ઈશ્વરના દષ્ટિકોણથી નહીં, માનવીની દૃષ્ટિએ જોવાનો છે. કત્વભાવ ક્રિયારત મનુષ્ય પોતે સેવતો હોય છે અને નિયતિચક્ર તેમજ એમાંથી પામવાના છુટકારા માટે જે પુરુષાર્થ કરે છે એને પોતે તો નિયતિથી અજ્ઞાત-અસંપ્રજ્ઞાત રહીને જ કરતો હોઈ, તેની દષ્ટિએ વ્યવહારમાં નિયતિનું અસ્તિત્વ કે અનસ્તિત્વ સરખું જ બની રહે છે; એના પોતાના ભાવથી તો, સંયોગોના તખ્તા પર એ પોતે જ ક્રિયાનો કર્તા, અને ક્યારેક ક્યારેક વિધાયક-નિર્ણાયક હોય તેવું પ્રતીતિપૂર્વક માનતો હોય છે; નિષ્ફળતા મળે યા તો આપત્તિમાં આવે ત્યારે પૂર્વ કર્માધીન બધું બની રહ્યું છે તેવું ક્યારેક કહેતો હોય છે. આથી નિયતિની શાશ્વતતા અને માનવાત્માની નિજસ્વી ક્રિયા-માન્યતાને અને માણસને થતી કર્માનુસાર ફલપ્રાપ્તિ વચ્ચે, કૈવલ્યના અભાવમાં નિયતિના એને રહેલા અજ્ઞાનને કારણે, કોઈ અવરોધ ઊભો થતો નથી.” આ વાત અશરીરી, ચિત્તમય ભૂમિકા પરથી મુનિજી કહી રહ્યા હોય તેવું ગાંભીર્ય અને કાળતત્ત્વના લોપનો અનુભવ એ પળે કર્યાનું યાદ છે.
સાઠ સાઠ વર્ષના સાદુ જીવનને મુનિશ્રીએ તપ, ઋત અને અધ્યયનથી ઉજમાવ્યું છે. મારુ-ગુર્જરીના જનાદરણીય જ્યોતિર્ધર, પરમસારસ્વત મુનિશ્રી દીક્ષા પર્યાયીના, દોઢ દાયકા બાદ થનારા અમૃતોત્સવ પ્રસંગે, એમની પાસેથી હવે પછી થનારાં પ્રદાનોને અભિનંદવા, ને એમના સારસ્વકર્મને વંદના દેવા ફરીને એકઠા થવાની શુભ કામના એમને જાણનાર સૌ કોઈના હૃદયમાં આ પળે સ્કુરાયમાન થતી હશે!
સ્વયંપ્રકાશિત પારગામી વિધાન
શ્રી ઉપેન્દ્રદાય જ. સાંડેસરા, અમદાવાદ મારા મુરબ્બી મોટા ભાઈ ડો. ભોગીલાલ સાંડેસરા પાટણમાં ખૂબ નાની વયથી જ પૂ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત, પ્રાકૃત, જુની ગુજરાતી વગેરે ભાષાઓનો અભ્યાસ કરતા. એટલે અમારા કુટુંબને પૂ. પુણ્યવિજયજી મહારાજ અને એમના સમુદાયના મુનિમહારાજો સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયેલો. પછી તો અમે પાટણથી અમદાવાદ રહેવા આવ્યા. અને તે પછી કેટલાક સમયે પૂ. પુણ્યવિજયજી મહારાજ પણ પાટણથી વિહાર કરીને અમદાવાદ લુણાવાડાના ઉપાશ્રયે આવ્યા. એટલે મને અમદાવાદમાં એમના સત્સંગનો વિશિષ્ટ લાભ મળ્યો. શેરબજારના અત્યંત સમય અને ધ્યાન ખેંચી લેતા ધંધામાંથી સમય કાઢીને એમની પાસે વારંવાર જવાનું શક્ય નહોતું. પણ તે છતાં જ્યારે જ્યારે ઠીક ઠીક સમય મળે છે એમ લાગતું ત્યારે ત્યારે હું એમની પાસે જઈને કલાકો સુધી બેસતો. બેઠા પછી એટલો રસ પડતો કે બેસી જ રહેતો; ઊઠવાનું મન જ ન થતું. તેઓ પણ દરેક વખતે પ્રેમથી એમની પાસેથી કોઈ નવીન વિશિષ્ટ ચીજ-વસ્તુ બતાવતા, વિદ્યાનાં અનેક ક્ષેત્રોની વિવિધ વાનગીઓ ચખાડતા. અને એમ હું એમની પ્રેમાળ, જ્ઞાનપૂત સત્સંગતિ ઉલ્લાસથી માણતો. બે કલાક ગાળવાનું ધારીને ગયો હોઉં અને ત્રણ કલાક તો સહેજે વીતી જાય!
થી પુણ્યચરિત્રમ્ |
148
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org