________________
સ્થાપના સમયે પહેલું કામ તો પોતાનો જ દશ હજાર જેટલી પ્રતોનો સંગ્રહ અર્પણ કરવાનું કર્યું. એક રીતે શેષ રહેલ પરિગ્રહની માત્રા પણ ઘટાડી : વ્રતધારી સાધુના ધર્મને એમણે પૂરેપૂરો ચરિતાર્થ કરી બતાવ્યો છે.
એમની સંશોધનાભિમુખ વૃત્તિ પરંપરાનાં શ્રેષ્ઠ તત્ત્વોને જુદાં તારવી, સાચવી લઈ, અનિષ્ટ પાસાંઓથી દૂર રાખનારી અન્ડરસ્થ લાલબત્તી બની હોય તેમ લાગે છે. આચાર્ય હરિભદ્રસૂરિ અને પરમ સાધુ હેમચન્દ્રશી એમની ભૂમાપ્રવાણદષ્ટિ અને સર્વદર્શનસમભાવની આડમાં પણ એ જ સત્યાન્વેષી દીપશિખા કારણભૂત બની હોય તેમ અંદાજીએ તો ખોટું નથી. તત્વ પર આચ્છાદનરૂપે રહેલા તત્ત્વના કલેવરની જાણકારી પણ તસ્વાવબોધ જેટલી જ ઈષ્ટ છે, ઈતિહાસ-કથાનુયોગ-ચરિતાનુયોગનેનું અનુશીલન અને અવેક્ષણ પણ ઉપકારક પ્રવૃત્તિ છે; નિર્લેપભાવે આચરો તો એ મુક્તિમાર્ગની બાધક નહીં, પળોજણરૂપે નહીં, સાધક પોષક અને પુષ્ટિકર છે એવું માનનારાઓ આપણને સૌને મુનિજી સરખી વિભૂતિનો આજે સાથ છે એ મોટા સભાગ્યની વાત છે. એમની આ વ્યાપક દષ્ટિ અને સમુચિત વલણ કેટલાં લાભદાયી-ફળદાયી બન્યાં છે તેનાં પ્રોજજવલ દષ્ટાન્તો તો છે મુનિજીનું પોતાનું જ કવન અને એમની પ્રેરણાથી અને પ્રભાવથી ગુજરાતમાં નિર્માયેલ કર્મઠ વિદ્વાનોનું વર્તુળ.
શિયપરિવારવૃદ્ધિની માથાકૂટમાં પડવાને બદલે, બોજારૂપ, અહંતાવર્ધક પદવીઓને આવકારવાને બદલે, મુનિશ્રીએ તો પુરાણી પ્રતોનાં સંવર્ધન-સંરક્ષણમાં પ્રવૃત્ત રહેવું પસંદ કર્યું છે. શ્રાવકો પાસેથી પ્રશંસાનાં પુષ્પોની પ્રાપ્તિના પરિશ્રમી બનવાન કે સંઘાગ્રણી ધનિક શ્રાવકોની (સત્કાર્ય-સિદ્ધયર્થે પણ) સાધૂચરિત ગૌરવ છોડી ખુશામત કરવાનો ખ્યાલ મુનિજીને સ્પર્યાનું જાણ્યું નથી. સંસાર છોડ્યા છતાં સંસારીઓની ઝીણી-મોટી પ્રવૃત્તિઓમાં ફુરસદે ઓછો-ભંડો કે આડકતરો રસ લેવાના (અન્યથા માનસસ્વભાવસહજ) પ્રવૃત્તિ મુનિશ્રીને આકર્ષી શકતી નથી. આડંબર અને યશેષાણાથી પર રહેલા મહારાજશ્રીનો સાધુધર્મ કંથામાં ચોટેલો ન રહેતાં અન્તરંગમાં ઊતરેલો છે તે વસ્તુ તો એમના પ્રથમ જ વાર દર્શનાર્થે આવેલી વ્યકિત પણ અનુભવે છે.
મુનિશ્રી એક ઊંચી કોટિના વક્તા, પ્રભાવક વ્યાખ્યાતા છે, એ વાતથી એમના શ્રોતાજનો સુપરિચિત છે, પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયોનાં પાસાંઓને દીપ્ત કરનાર, આગમોના પાઠોનું અધિકારથી સંશોધન કરનાર મુનિજીનું આગમ-તત્ત્વવિષયક અને દર્શનોના અન્તરંગનું જ્ઞાન પણ કેટલું તલાવગાહી અને સૂક્ષ્મ છે તે તો તેમની સાથે પ્રસંગોપાત્ત વિચારવિમર્શ કરનાર વિદ્વાનો સારી રીતે જાણે છે. એક પ્રસંગ મારા માટે તો સ્મરણીય બની ગયો છે. તત્ત્વજ્ઞાનના એક પ્રમેય અંગે મનમાં ઊઠેલો કોયડો ઘેરી આશંકાનું કારણ બનેલો, ભારે અમૂંઝણ થયેલી. તેનો ખુલાસો કદાચ મહારાજશ્રી પાસેથી મળે એવી આકાંક્ષાથી એક સાંજે એમની પાસે એકલો જ ગયો. પ્રાસંગિક વાતચીત પછી મારી વાત એમની પાસે રજૂ કરી : “જો પરબ્રહ્મ કે સિદ્ધગતિએ પહોંચેલ આત્મા સર્વદર્શી, ત્રિકાલજ્ઞ હોય, દષ્ટ-અદષ્ટ, વિશ્વના સકલ જીવાજીવ પદાર્થોની ગતિ, સ્થિતિ, ક્રિયા અને એ સૌના અતિત-અનાગતથી સંજ્ઞાત હોય, તો એનો વ્યવહારમાં અર્થ એટલો જ થાય કે માનવ પુરુષાર્થની વાત ભ્રામક ઠરે; હોનહાર બધું જ નિર્મિતિને ચોપડે લખી ચૂક્યું છે અને નિયતિ અનુસાર યથાકાળે સૌ બન્યું જશે, માનવ કંઈ કરતો જ નથી. આમ જ હોય તો આજીવક-ગોશાલક્ઝો નિયતિવાદ-એની પ્રરૂપણાનાં કેટલાંક કઢંગા પાસાંઓ અને સ્થળ નિષ્કર્ષોને બાજુએ રાખતાં-એક સિદ્ધાન્તરૂપે કે પ્રમેયરૂપે સાચો જ ઠરે.” આનો મને જે ઉત્તર મળ્યો તેમાં 147
' શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org