________________
નિષ્કામ અને યશસ્વી ફાળો રહ્યો છે. ને એ ક્ષેત્રે મહારાજશ્રીનું–મુનિશ્રી પુણ્યવિજયજીનું— તો આગવું, વિશિષ્ટ અને પ્રશસ્ય પ્રદાન રહ્યું છે.
એમના દ્વારા સમ્પન્ન સંશોધન લેખો-પ્રકાશનોની પૂર્ણ યાદી અહીં ન આપતાં આ પળે જેની સ્મરણપટ પર છાપ ઊપસી આવે છે તે પ્રમુખ પ્રદાનોની વાત કરું તો એમાં દેશવિરતી ધર્મારાધક સભા તરફથી પ્રકાશિત ‘જૈન ગ્રન્થ પ્રશસ્તિ સંગ્રહ’” અને ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ ખંભાતના શાન્તિનાથ જિનાલયના ગ્રન્થભારની તાડપત્રીય હસ્તપ્રતોની વિગતપૂર્ણ સૂચિ નોંધનીય છે; ગુજરાત અને રાજસ્થાનના મધ્યકાલીન ઈતિહાસમાં કેટલાક ખૂટતા રંગો એ ગ્રન્થોની પ્રશસ્તિઓ-પુષ્પિકાઓ દ્વારા પૂરી શકાયા છે. ‘‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ અંક’' માં પ્રસિધ્ધ થયેલ શત્રુંજય પર મળી આવેલા મંત્રીશ્વર વસ્તુપાલના શિલાલેખની વાચનાવાળો એમનો લેખ વાઘેલાયુગીન પુરાતતત્ત્વ તેમજ વસ્તુપાલ-તેજપાલના જીવન અને કાર્ય સંબંધી એક મહત્ત્વપૂર્ણ, નવા સાધનનો ઉમેરો કરે છે. પણ એમની કીર્તિદા તો બન્યું છે ‘‘વસુદેવહિણ્ડી’’ અને ‘અગવિજ્જા’’નું સંપાદન. ગુપ્તકાલીન ભારતીય સંસ્કૃતિના અધ્યયનમાં અત્યાધિક અગત્ય ધરાવનાર આ બે વિરલ અને બહુમૂલ્ય પ્રાકૃત ગ્રન્થોની લબ્ધિ માટે ભારતીય વિદ્યાવિદો મુનિશ્રીના હંમેશના ઋણી બન્યા છે. સરસ્વતીની ઉપાસના અને પરમાદર તો આર્યધર્મની ઈતર બે શાખાઓ-બ્રાહ્મણ અને બૌદ્ધ-જેટલાં જ જૈન સંપ્રદાયમાં પણ રહ્યાં છે. તેમાંયે વાદેવીની પ્રતિમાનાં સર્જન જૈનાશ્રિત કલામાં જેટલાં થયાં છે તેટલાં અન્યત્ર જાણ્યાં નથી. શારદાની કેવળ સ્થૂલ પૂજા જ નહીં, વિદ્યોપાર્જન-સર્જનમાં પણ જૈન મુનિવરો ઓછા પ્રવૃત્ત નહોતા રહ્યા, વિદ્યોપાસનાની એ મહાન પરંપરાના સાંપ્રત કાળે મુનિશ્રી એક સીમાસ્તંભ બની ગયા છે. ઈતિહાસ-પુરાતત્ત્વ અતિરિક્ત, એમનાં જૈનાગમો પરનાં સંશોધનો ઘણી દષ્ટિએ મૂલ્યમય મનાયાં છે. એમની એ મહાન સેવાના પ્રતિઘોષરૂપે, સમાજમુખે સ્વયંભૂ પ્રભવેલા, એમને સંબોધાયેલ ‘આગમપ્રભાકર’ના અભિધાનની યથાર્થતા, સાર્વત્રિક સ્વીકૃતિ વિષે શંકાને કોઈ જ સ્થાન નથી. ‘‘નન્દિસૂત્ર’’ની એમણે વર્ષોના પરિશ્રમ બાદ, અને મોટી સંખ્યામાં એકઠી કરેલી પુરાણી પ્રતોના મિલાનાધારે તૈયાર કરેલી સંશુદ્ધ વાચનાવાળી આવૃત્તિ, પદ્ધતિપૂર્ણ જિનઆગમોદ્ધારના અનુલક્ષમાં એક સીમાચિહ્નરૂપે યાદગાર બની રહેશે.
સંપ્રદાયની આમન્યામાં રહેવા છતાં, સાધુકર્મનું સહચર્ય જરાયે અળગું ન કરવા છતાં, અને એ કારણથી દોરાઈ જતાં સીમાવર્તુળ-ઘણી ઘણી મર્યાદાઓ અને એથી ઊભી થતી અગવડો-ની સામે એ જ સંયોગોનો, ને એ સંયોગોમાં એમને જ લભ્ય બની શકે તેવી કેટલીક વિરલ સુવિધાઓનો, એમની જ સામે ખૂલી શકે તેવાં વાયિક સામગ્રીના અને પુરાવસ્તુના ભંડારોના દ્દારોની તક્તો પરમ સદૂપયોગ કરી, એક બાજુથી નષ્ટભ્રષ્ટ થતી પ્રાચીન સંપત્તિના જતનપૂર્વકના પરિક્ષણ-પરિમાર્જનની પ્રેરણામૂર્તિ બની રહ્યા, અને બીજી બાજુ એ મૂલ્યવાન સાધન-સામગ્રીને પ્રકાશમાં લાવવાના - પુરાણા ભારતની સંસ્કૃતિના આપણા જ્ઞાનમાં વધારો કરવાનાતેઓ અર્ધી સદી ઉપરાંતના અવિશ્રાન્તશ્રમી પુરુષાર્થી પણ બની રહ્યા. આથી એ ક્ષેત્રમાં લધાયેલાં પરિણામોનો વિચાર કરીએ તો આજની, એમની નજર સામેની પેઢી, અને આવનારી પેઢીઓ એમની કેટલી ૠણી છે એ વાતનું સત્વર ભાન થાય છે. પુરાણી બેમૂલ હસ્તપ્રતોનો સંગ્રહ એકઠો કરનાર ‘લાલભાઈદલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ સરખી પ્રાચ્યાન્વેષણ સંસ્થા પાછળ મુનિજીની પ્રેરણા પ્રભાવક બનેલી અને તેની શ્રી પુણ્યચરિત્રમ્
146
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org