________________
r
વિદ્યાલયની આગમ પ્રકાશન યોજનાના તેઓ પ્રાણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ અધિવેશન)ના ઈતિહાસ વિભાગના તેમ જ ઓલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ (૧૯૬૧)ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષપદે વિરાજી ચૂકેલા મુનિશ્રી ઈતિહાસ, લિપિશાસ્ત્ર, પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરેના અઠંગ અભ્યાસી વિધાન છે.
આમ પુણ્યાત્મા મુનિશ્રી પુણ્યવિજયજી માત્ર ગુજરાતે જ નહિ સમગ્ર ભારતે ગર્વ લેવા જેવા ક નિરાડંબર વિનમ્ર વિદ્યાપુરુષ છે. એમનો જ્ઞાનયજ્ઞ હજુય અનેકાનેક વર્ષો સુધી ચાલે અને અનેક સંશોધકોને દીર્ઘકાળ સુધી એમની હૂંફ મળ્યા કરે એ જ અભિલાષા.
મહામના મુનિજી
શ્રી મધુસૂદન ઢાંકી, વારાણસી
મુનિશ્રીના લેખનપ્રદાનથી તો વર્ષોથી અભિજ્ઞ હતો; પણ પ્રથમવાર દર્શન થયેલાં પાંચેક સાલ પહેલાં; અમદાવાદના લુણસાવાડાના ઉપાશ્રયે. એ પછી તો ત્રણેકવાર જુદે જુદે પ્રસંગે અમદાવાદ ખાતે ફરીને એમનાં દર્શનનો યોગ્ય પ્રાપ્ત થયેલો. બે’ક વાર તો વાસ્તુવેત્તા શ્રી પ્રભાશંકરભાઈ અને એક વાર વિધર્ય પં. અંબાલાલ પ્રેમચંદ શાહની સાથે મુનિજીને મળવાનું થયેલું. વાસ્તુગ્રન્થોની ખોજ અંગે એમના સંપર્ક-પરામર્શનો એ હતો પ્રસંગ; એ અવસરે ઘણી ઉપયુક્ત માહિતી એમની પાસેથી પ્રાપ્ત થયેલી. છેલ્લે, થોડા માસ પહેલાં જ વડોદરામાં શ્રી આત્માનન્દ જૈન ઉપાશ્રયમાં ડો. ઉમાકાન્ત શાહની સંગાથે એમનાં દર્શને જવાનો સુયોગ પ્રાપ્ત થયેલો. આ બધી મુલાકાતો દરમિયાન એમને વિષે જે કંઈ સાંભળેલું તે પ્રત્યક્ષ જોયું. મુનિશ્રીની વિદ્યાની લહાણી અંગેની અનવિધ ઉદારતા, ભારતની ભૂતકાલીન સંસ્કૃતિનું સંશોધન કરવા ઈચ્છનાર સૌકોઈ પરત્વેની એમની અપાર મમતા, અને સાથે જ જોયું એમનું ગૌરવપૂર્ણ, તામ્રદીપ્ત, સૌભદ્ર પ્રસન્નકર વ્યક્તિત્વ. સૌજન્યમૂર્તિ, વિદ્યાવત્સલ મુનિજી પાસે વિદ્યાની ટહેલ નાખનાર કોઈ ખાલી હાથે પાછું જતું નથી.
તપોનિષ્ઠ, નિસ્પૃહતા, તત્વચિત્સ્યમયતા અને ડુંગરના ખોળે રમતી જલધારાશી પારદર્શિતા તો ચારિત્ર્યશીલ જૈન મુનિઓમાં અપેક્ષિત, જીવનમાં ઘણીવાર જોવા મળતી, સંસ્કારગત ને સ્વભાવગત લાક્ષણિકતાઓ છે; વર્ષોના અભ્યાસ-રિયાઝથી વિકસેલી, ઘૂંટાયેલી, જીવન સાથે ઓતપ્રોત બનેલી, પુરાણાં મધ અને ચોખા જેવી, પથ્ય અને મધુર. પણ તત્ત્વાનુષંગિક અને આચારસાધના અતિરિક્તનો વિદ્યાવ્યાસંગ અને તેમાંયે વળી ઈતિહાસપ્રવણ દષ્ટિ, ગવેષણદષ્ટિ તો બહુ થોડા જૈન મુનિઓમાં જોવા મળી રહે છે. આ ક્ષણે હૈયે ચઢે છે આચાર્યશ્રી વિજયધર્મસૂરિ, મુનિ શ્રી ચતુરવિજયજી અને કાન્તિવિજયજી, મુનિશ્રી જિનવિજયજી, જયન્તવિજયજી અને કલ્યાણવિજયજી, ત્રિપુટી મહારાજ અને જમ્બુવિજયજી જેવાં થોડાંક, પણ તેજસ્વી નામો. પ્રાચીન ઈતિહાસોપયોગી વાઙમય-પ્રબન્ધો અને ચૈત્યપરિપાટીઓ, ગ્રન્થપ્રશસ્તિઓ, ગુર્વાવલીઓ અને પટ્ટાવલીઓ; તેમજ પુરાતત્ત્વ અને કલા-ઈતિહાસના મૌલિક સાધનો-ઉત્કીર્ણ લેખો, પુરાણી પ્રતિમાઓ અને મન્દિરો, પ્રતસ્થ ચિત્રો પ્રભૃતિ સાધન-સાહિત્ય-ને પ્રકાશમાં લાવવા આ સૌ ત્યાગસ્ત મુનિઓનો નોંધપાત્ર,
145
શ્રી પુણ્યચરિત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org