________________
પ્રાચીન ભારતીય સાહિત્યોદ્ધારક મુનિશ્રી
ડો. નગીનભાઈ જી. શાહ, અમદાવાદ વિદ્વત્તા અને વિનમ્રતાનો સુભગ સંયોગ એટલે મુનિશ્રી પુણ્યવિજયજી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત પ્રાચીન સાહિત્યની ગુણવત્તા અને ઈચત્તાને પ્રગટ કરનાર મુનિશ્રી ભારતનું એક અણમોલ રત્ન છે. પાદવિહારી મુનિશ્રી પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર જેવાં અનેક સ્થળોનાં જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કર્યા છે અને અનેક ગ્રંથરત્નોને શોધી આપ્યા છે, ભારતીય દર્શનના શિરમોર કહી શકાય એવા–પ્રમાણવાર્તિ કરવોપજ્ઞવૃત્તિ જેવા ગ્રંથોને ભંડારમાંથી બહાર કાઢી જગત સમક્ષ રજૂ કર્યા છે. ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વના એવા “અંગવિજ્જા આદિ ગ્રંથોનું સંશોધન-સંપાદન પણ એમણે એક સંનિષ્ઠ સંશોધકને છાજે એ રીતે કરેલ છે. વળી, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા' જેવા અભ્યાસપૂર્ણ મૌલિક ગ્રંથો પણ એમણે લખ્યા છે. અત્યંત નોંધપાત્ર મહત્વની વાત તો એ છે કે એમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા છે; તૈયાર કર્યા છે એટલું જનહિ, પરંતુ તેઓ આ સંશોધનના ક્ષેત્રમાં જીવનભર રહે એ રીતે તેમની મમતાભરી માવજત કરી છે.
મુનિશ્રી કીર્તિની મહત્ત્વાકાંક્ષા નથી. પોતાને પ્રાપ્ત થયેલ મહત્ત્વના ગ્રંથો પોતે જાતે જ સંપાદન કરવાને બદલે, તેઓ જો બીજા સુયોગ્ય વિદ્વાનો હોય તો, તેમને જ ઘણા ઉંમગથી સંપાદન કરવા આપે છે. આ ગુણ આ ક્ષેત્રે ખૂબ જ વિરલ છે. વિદ્યાર્થીઓને તેઓ ધીરજથી સમજે છે, સમજાવે છે, અને તેથી જ તો દૂર-સુદૂરથી વિદ્યાર્થીઓ એમની સાથે ચર્ચા-વિચારણા કરવા આવે છે અને વિદ્વતા અને નિખાલસતાનો આસ્વાદ માણી જાય
- વિદેશમાં થઈ રહેલા પ્રાચ્યવિદ્યાના સંશોધનકાર્યમાંય એમનો હિસ્સો નાનોસૂનો નથી. અનેક વિદ્વાનોને તેઓ સંશોધન-સામગ્રી સુલભ કરી આપે છે અને પોતાના જ્ઞાનનો લાભ આપે છે. આમ મુનિશ્રી એક જીવંત વિદ્યાપીઠશા છે. તેઓ અનેક સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જોધપુરનું પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન તેમણે લેવરાવેલી જેસલમેરના જ્ઞાનભંડારોની હસ્તપ્રતોની માઈક્રોફિલ્મની ફોટોકોપીઓથી સમૃદ્ધ છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરને તેમનો ઉમળકાભર્યો સહકાર મળે છે અને તેની ગ્રંથમાળાને તેઓ અમૂલ્ય ગ્રંથરત્નો સંપાદિત કરી આપે કે સંપાદન કરવા માટેની સામગ્રી પૂરી પાડી સમૃદ્ધ કરી રહ્યા છે.
વળી, પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધન-સંપાદનને વેગ મળે એ હેતુથી મુનિશ્રીએ એક એવી સંસ્થાની કલ્પના કરી કે જ્યાં અનેક જ્ઞાનભંડારો ભેટ કે અનામત તરીકે આવે, વ્યવસ્થિત થાય અને તેમાંથી અપ્રગટ કૃતિઓ પ્રકાશિત થાય; જ્યાં જે હસ્તપ્રતોને તેમના માલિકો કે રક્ષકો આપવા તૈયાર ન હોય તેમની માઈક્રોફિલ્મનો વિપુલ સંગ્રહ હોય; જ્યાં વિદ્વાન સંશોધકોને એક જ સ્થળે સંશોધન - સામગ્રી સુલભ થાય. આ વિચાર વિખ્યાત ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ખૂબ જ ગમી ગયો અને આમ જન્મ થયો લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનો. તેઓશ્રીએ પોતાનો હસ્તપ્રતોનો કીમતી સંગ્રહ વિદ્યામંદિરને ભેટ ધર્યો અને એ રીતે વિદ્યામંદિર શરૂ થયું. પ્રાકૃત ટેસ્ટ સોસાયટીના તેઓ પ્રણેતા છે અને શ્રી મહાવીર જૈન
શી પુણ્યચરિઝમ
144)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org