________________
એવામાં મેં મહાભારતનો સ્વાન્તઃ સુખાય અભ્યાસ આરંભ્યો. એટલે જ્ઞાનગોષ્ટિ દરમિયાન મારા આ અભ્યાસ અંગે હું એમનું માર્ગદર્શન માગતો, અને તે મળી રહેતું. ખાસ કરીને જૈન આગમોમાંના ઉપયુક્ત આધારભૂત સન્દર્ભો એ સહેલાઈથી અને આશ્ચર્યજનક ત્વરાથી કાઢી આપતા. અને એ દરમિયાન મેં એમની પારગામી ઋજુ વિદ્વત્તા અનુભવી.
આ પારગામી વિદ્વત્તાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ :
મારા મહાભારતનાં સૂક્તિ-રત્નોનું મસાલોચન કરતા ગ્રન્થ 'ભારત રત્ન' માટે હું શ્રેષ્ઠ શ્લોકોની પસંદગી કરતો હતો. તેમાં ઋષિ સનસુજાતના બ્રહ્મવિદ્યાબોધમાંના બે શ્લોકનું તાત્પર્ય મને સમજાતું હતું, પણ તેનો અર્થ ગુજરાતીમાં યથાતથ અભિવ્યક્ત કરવાનું મુશ્કેલ લાગતું હતું. એટલે તે માટે ગુજરાતના પ્રથમ પંક્તિના વિદ્વાનોનો સંપર્ક સાધ્યો. પણ સંતોષકારક અર્થ બેસાડવાનું કાર્યઅધૂરું જ રહ્યું. એક વખત બન્ને શ્લોક લઈને હું પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે ગયો. એમણે સ્વભાવિક ઋજુતાથી કહ્યું: “હું વૈદિક પરંપરાનો જાણકાર નથી. એટલે મારો કરેલો અર્થ ભાગ્યે જ સંતોષકારક હશે.'
મેં કહ્યું: ‘તેમ છતાં આપને સ્વતંત્ર રીતે જે અર્થ યોગ્ય લાગતો હોય તે કરી આપો. કદાચ કામ આવી જાય.’
પૂજ્ય મહારાજશ્રીએ ‘સારુ’ કહી, અત્યંત ધ્યાનપૂર્વક અર્થ બેસાડયો. અમે પછી એના ઉપર દીર્ધ ચર્ચાવિચારણા કરીને અર્થ વ્યવસ્થિત કરતાં તે અર્થ કેવળ “સંતોષકારક નહોતો રહ્યો, પરંતુ ઉપનિષદોની પ્રાચીન પ્રણાલિને અનુરૂપ હતો ! પ્રસ્તુત શ્લોકો અને તેનો અર્થ આ પ્રમાણે છે
न साधुना नोत असाधुना वा समानमे तददृश्यते मानुषेषु । समानमेतदमृतस्य विद्यादेवंयुक्तो मधु तदै परिप्सेत् । योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम् ॥ .
મ0 ભાઇ, ભાં. ઑ0 ઈ0ની વાચના, ‘ઉદ્યોગપર્વ', ૪૫-૨૦ नास्यातिवादा हृदयं तापयन्ति नानधीतं नाहुतमग्निहोत्रम् । मनो ब्राह्मी लघुतामादधीत प्रज्ञानमस्य नाम धीरा लभन्ते । fશન અપચન્તિ માવતું સનાતનમ્ ૨૧ II.
('ભારત-રત્ન', સળંગ શ્લોક ૬૧,૬૨) અર્થ: આ (બ્રહ્મ)નું સ્વરૂપ મનુષ્યોમાં તપાસીએ-જોઈએ તો તે સાધુ જેવું કે અસાધુ સમાન-જેવું દેખાશે નહિ-મળશે નહિ. (પણ)એ બ્રહ્મનું સમાન સ્વરૂપ-સાચું સ્વરૂપ, અમૃતત્ત્વમાં-અપ્રમાદમાં વીતરાગભાવમાંવીતમોહભાવમાં જણાશે. એટલે આવી વૃત્તિઓવાળો યોગી જ તે મધુને મેળવવાની ઈચ્છા રાખે-મેળવી શકે. યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે.
થી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org