________________
(આવા બ્રહ્મલિપ્સ યોગીના) હૃદયને અતિવાદો-વિચિત્રવાદો તપાવતા નથી-મૂંઝવતા નથી. એને અધ્યયન નહિ કર્યાનો કે આહુતિ નહિ આપ્યાનો ખ્યાલ પણ તપાવતો નથી. પણ એનું મન બ્રહ્મદશાની લઘુતાનેહળવાશને-સમતાને ધારણ કરે છે. આ પ્રજ્ઞાન(બ્રહ્મ)ને ધીર યોગીઓ પ્રાપ્ત કરે છે. યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે.
આ શ્લોકોમાં ઉપનિષદપ્રસિદ્ધ મધુવિદ્યા, પરિવ્રજક અને શ્રમણ થવાનું રહસ્ય તથા પ્રજ્ઞાન-પ્રાપ્તિનો સંક્ષેપમાં ભાવવાહી સંગ્રહ કરેલો છે.
‘બૃહદારણ્યક’માં વિશ્વમાં જે કંઈ છે તે એકબીજાનું, પરસ્પરનું ‘મધુ’-મધ આપનાર તત્ત્વ છે’ એમ કહ્યું છે. જેમ મધમાખો પરસ્પર સહકારથી મળીને મધ બનાવે છે, પછી એ મધ મધમાખોને ખાવા કામ લાગે છે, એમ જગતમાં પરસ્પર સંપ અને સહકારથી સાચો આનંદ પ્રાપ્ત થાય છે.... આ દરેક પ્રાણીપદાર્થોમાં વસનારવ્યાપી રહેનાર પુરુષ એ જ આત્મા, અમર, બ્રહ્મ અને સર્વ કંઈ છે,’ એમ કહ્યું છે. (‘બૃહદારણ્યક’ ૨-૫; વળી જુઓ ‘છાંદોગ્ય’ અ-૩)
વળી બીજે સ્થળે ‘બૃહદારણ્યક ઉપનિષદ’ કહે છે, ‘સમાનભાવને પામેલો ત્યાગી પરિવ્રાજક એષણા માત્રને ત્યાગીને અનાસક્ત, મુક્ત અને મૂંઝવણ વિનાનો થાય છે. આ આત્મજ્ઞને ‘મેં પાપ કર્યું, મેં પુણ્ય કર્યું’ એવા બે વિચાર નથી થતા. એ બંનેને તરી જાય છે. એને ‘અમુક કર્યું કે અમુક ન કર્યું’ એવો તાપ થતો નથી. આવો આત્મજ્ઞ શાન્ત, દાન્ત, ઉપરત, તિતિક્ષુ અને સમાહિત થઈને આત્મામાં જ આત્માને જોતો આત્માની લઘુતા-હળવાશને પ્રાપ્ત કરે છે.’ (બૃહદારણ્યક’ ૪-૪-૨૨, ૨૩.)
મહર્ષિ સનત્સુજાતે બ્રહ્મને અહીં ‘પ્રજ્ઞાન’ નામથી સંબોધ્યું છે. ‘ઐતરેય ઉપનિષદ’માં ‘પ્રજ્ઞાન બ્રહ્મ’ એમ સંબોધન કરીને એના ઉપર વિવરણ કર્યું છે; ‘જે આ હૃદય અને મન છે, તે ઉપરાંત સમ્યજ્ઞાનશક્તિ, આજ્ઞા દેનાર શક્તિ, અનેક દષ્ટિથી જાણવાની શક્તિ, તત્કાલ જાણનારી શક્તિ, મેધા, દૃષ્ટિ, ધૃતિ, મતિ, મનનશક્તિ, અદમ્ય વેગ, સ્મૃતિ, સંકલ્પ, ક્રિયામાં પરિણત ઈચ્છા, પ્રાણશક્તિ, કામશક્તિ અને સંયમની શક્તિ; એ બધાં પ્રજ્ઞાન બ્રહ્મનાં નામ છે... પક્ષી, સ્થાવર, જંગમ વગેરે જે કોઈ પ્રાણીઓ છે તે બધાં પ્રજ્ઞાનેત્ર છે-પ્રજ્ઞારૂપ પરમાત્માથી જ કાર્ય કરનારાં છે, પ્રજ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. બ્રહ્માંડ પ્રજ્ઞાનેત્ર છે. પ્રજ્ઞા એની પ્રતિષ્ઠા છે. પ્રજ્ઞાન બ્રહ્મ છે.’ (‘ઐતરેય’ ૩-૧-૨,૩)
પૂજય પુણ્યવિજયજી મહારાજ સંપ્રદાયે જૈન સાધુ છે. પણ એમનામાં ‘સાંપ્રદાયિકતા’નો અભાવ છે. પરિણામે સાવ સ્વતંત્ર રીતે વૈદિક પરંપરાના આગમનું હાર્દ સૂચવતો ભાવાર્થ એમના હૃદયમાં ઊગી શક્યો. એનાથી એ પણ સિદ્ધ થયું કે ‘સંપ્રદાયવાદીઓ’નો મત ગમે તે હોય, પણ ભારતીય દર્શનોનું રહસ્ય કેવળજ્ઞાન, નિર્વાણ, બ્રહ્મ કે વિષ્ણુનું પરમપદ એ એક જ તત્ત્વને જ્ઞાનીઓએ આપેલાં ભિન્ન નામ છે. અને પૂજ્ય મહારાજશ્રી આ જ્ઞાનના અજોડ ઉપાસક છે, પારગામી વિધાન છે, પરિણામે જૈનો કરતાં વધુ પ્રમાણમાં જૈનેતર વિદ્વાનો એમની સહાય લે છે. અને એ જ રીતે જૈન વિદ્વાનોના મુકાબલે જૈનેતર વિદ્વાનોની ફોજ એમના સંશોધન અને વિદ્યોપાસનાના ઉદાત્ત કાર્યમાં એમને હાર્દિક સહાય આપે છે.
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
150
www.jainelibrary.org