________________
આદરેલા અભિયાનને જીવન સમર્પિત કરીને સુંદર અનુપમ દુષ્કર કાર્ય પરિપૂર્ણ કર્યું.
મુંબઈમાં પ્રોસ્ટેટ ગ્રંથિના ઓપરેશનના દિવસે પણ પુણ્યવિજયજી જેવા વિદ્યાવ્યાસંગી પ્રાચીન ગ્રંથોના પુનરુધ્ધારના કાર્યને પૂર્ણ નિષ્ઠાથી ન્યાય આપતા રહ્યા હતા, એ વાત જ આ કર્મયોગી જ્ઞાનયોગીની ધર્મસમર્પિત ધગશપૂર્ણ અસ્ખલિત નિષ્ઠાની સાક્ષી પૂરે છે.
અને આ વર્ષમાં એટલે કે ઈ. સ. ૨૦૦૯ના વર્ષમાં એ બહુઆયામી મહામાનવની દીક્ષા શતાબ્દીની ઉજવણીના એક ભાગરૂપે એ મહાત્માના ઉદાત્ત, ઉત્તમ પ્રેરણાદાયી જીવનના સઘળા શ્રમણ-શ્રમણી સમુદાય તથા શ્રાવક - શ્રાવિકા વર્ગ અને વિશ્વભરના વિદ્વજનો તથા જૈન ધર્મ પર સંશોધન કરતા જ્ઞાનપિપાસુ વિદ્યાઅર્થીઓના લાભાર્થે મહ્દ અંશે પુષ્પ નહીં તો પુષ્પની પાંદડીના સ્વરૂપમાં સંકલિત અંશો પ્રસ્તુત કરવાની અમને જે સ્વર્ણિમ તક મળી છે, તેને જૈન વિદ્યા શોધ સંસ્થાન, સર્વતોભદ્ર તીર્થમ્ ઓસ્તરા સ્વયંનું શ્રેષ્ઠ સૌભાગ્ય સમજે છે. આ સત્કૃત્યથી અમને પુણ્યવિજયજી સમાન અદ્વિતીય બહુઆયામી મહાપુરુષને આ અવસરે ભાવાંજલિ અર્પવાનો જે સંયોગ પ્રાપ્ત થયો છે તે માટે અમે તીર્થંકર પરમાત્માનો, શાસન રક્ષાકર્તા સઘળા દેવી-દેવતાઓ તથા અમારા સઘળા ગુરુદેવોની અમીકૃપાને જ કારણભૂત માની તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
પ્રાચીન જૈન સાહિત્ય સંશોધન ક્ષેત્રે અંશાત્મક ફાળો આપી ચૂકેલા શ્રુતભાસ્કર પૂજ્યાચાર્ય શ્રીમદ્વિજય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ સાહેબની સત્પ્રેરણા તથા સક્રિય પ્રયાસથી જ્ઞાનયોગી પુણ્યવિજયજીના જીવનકવનને સાંકળી લેતું આ સંકલન કાર્ય શક્ય બન્યું છે તે માટે અમે તેમની શ્રુતભક્તિ તથા વડીલસ્થવિરો પ્રત્યે દાખવેલા અહોભાવને પ્રશંસી તેમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. આ ઉપરાંત પૂજ્ય ગુરુદેવના સેવાભાવી આજ્ઞાંકિત શિષ્યરત્ન શ્રી ધર્મકીર્તિ વિજયજી મ. સા.એ સંપૂર્ણ સંકલનકાર્યમાં ઉત્સાહપૂર્વક રસ દાખવી પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ની દુર્લભ તસવીરો એકત્ર કરાવીને અમને ઉપકૃત કર્યા છે તે બદલ અમે તેમના ઋણી છીએ.
વળી, શ્રી પુણ્યવિજયજી મ. સા.ના આ અમૂલ્ય પુસ્તકમાં ખૂબ જ રસ દાખવીને સેવાર્થી સરળમના આજ્ઞાવર્તી મુનિરાજ શ્રી ધર્મબોધિ મહારાજે અર્થ વ્યવસ્થા માટે સજ્જન ભાવિકોને જે પ્રેરણા આપી છે તે બદલ અમે તેમના આભારી છીએ.
અમારી ગ્રંથમાળાના લેખક શ્રી રશ્મિકાંત હરિશંકર જોષીએ આ સંકલનકૃતિનું પ્રૂફ રીડીંગ કરી આપી અમને આભારી કર્યા છે. આ ઉપરાંત આ પુસ્તકની કોમ્પ્યુટરાઈઝડ કોપી કરી તેને મુદ્રિત કરાવી આપવા બદલ શ્રી કિશોરભાઈ એમ. પુરોહિત તથા મુખપૃષ્ઠની કલાત્મક સજાવટમાં સહયોગ આપનાર ચિત્રકલાગુરુ શ્રી રમણીકભાઈ રાવલના અમે ઋણી છીએ. આ ઉપરાંત નામી-અનામી શ્રધ્ધેય શ્રમણ-શ્રમણી સમુદાય તથા અન્ય સજ્જનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
આશા છે, અવિસ્મરણીય વ્યક્તિત્વના સ્વામી પૂજ્ય પુણ્યવિજયજીના જીવન પર પ્રકાશિત આ કૃતિ એમના અપૂર્ણ રહેલા કાર્યને પૂર્ણ કરવાની કોઈક વિરલાને પ્રેરણા આપશે.
-જયંતિભાઈ શાહ, અમદાવાદ.
શ્રી પુણ્યોરમ્
Jain Education International
For Private & Personal Use Only
8
www.jainelibrary.org