________________
છે, ત્યારે અમદાવાદમાં તેમના માનમાં યોજાયેલી સભામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉમાશંકર જોષીએ કહ્યું હતું તેમ, આવી વિભૂતિને ફરી જન્મ આપવાની આપણા સમાજને શક્તિ આપે એવી જગત્રિયતા પાસે પ્રાર્થના કરવાથી વધુ શું થઈ શકે તેમ છે?
મુનિશ્રી પુણ્યવિજયજીનો સ્વર્ગવાસ
સંદેશનિક, અમદાવાદ, તા. ૧૬-૬-૭૧ આજીવન જ્ઞાનતપસ્વી, આગમપ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈમાં, સોમવાર, તા. ૧૪-૬-૭૧ની રાત્રે ૮-૧૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પૂ. મુનિશ્રી યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સમુદાયના આજીવન જ્ઞાનતપસ્વી હતા. તેમનું જીવન નિર્ભેળ જ્ઞાનસાધના અને નિર્મળ જીવનસાધનાને સમર્પિત થયેલું હતું. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા અને જૈન આગમોના તો પારગામી વિદ્વાન હતા. તેઓશ્રીએ ખંભાત, પાટણ, જેસલમેરના ગ્રંથભંડારોનું સર્વાગીણ સંશોધનનું કામ કર્યું હતું. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિક્કા, મૂર્તિઓ વગેરે પુરાતત્ત્વના વિષયોના તેઓ નિષ્ણાત અને જાણકાર હતા. તેઓની ઉત્કટ જ્ઞાનભકિતની અમરકથા ઉપરથી એમ કહેવું જોઈએ કે પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોના સંશોધન અને જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે જ તેઓ જમ્યા અને અમર બની ગયા.
તેઓશ્રીની પ્રેરણાથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની, અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફત ચાલતી આગમ પ્રકાશન યોજનાના મુખ્ય સંપાદક હતા. આવા પારગામી વિદ્વાન મુનિશ્રીને તાજેતરમાં અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-
ak
&
થી પુણ્યચરિત્રમ્
216
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org