________________
પુરાવાની છે, એ જ્ઞાની જાણે. આજે તો એવી આશાની કોઈ રેખા ક્ષિતિજમાં નજરે પડતી નથી. કંઈક નિરાશ થઈ જવાય એવી મોટી આ ખોટ છે!
આમ છતાં આ હકીકતને, એટલે કે મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના જીવન અને કાર્યને, કંઈક આશા જગાવે એવી બીજી રીતે પણ વિચારી શકાય એમ છે. ધર્મસાધકો અને ધર્મશાસ્ત્રોએ આત્માની શક્તિ અનંતઅખૂટ હોવાનું વારંવાર ઠેરઠેર કહ્યું છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી કે એમના જેવા નિષ્ઠાવાન ધર્મપુરુષો કે માનવજાતના સેવકો, પોતાના જીવનકાળ દરમ્યાન, જેન કલ્પી શકાય એટલી કાર્યસિદ્ધિ કરી ગયા, તે આત્માની શકિત અખૂટ હોવાની વાતની સચ્ચાઈની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ હકીકતમાંથી આપણે કંઈક આશા અને આશ્વાસન મેળવી શકીએ. પણ એ વાતની વિશેષ ચર્ચા જવા દઈએ અને નજર સામેની પરિસ્થિતિનો જ વિચાર કરીને જૈન સંઘે જ્ઞાનોદ્ધારનો પુણ્યયજ્ઞ ચાલુ રાખવા શું કરવું જોઈએ એનો જ વિચાર કરીએ.
શ્રી આગમપ્રભાકરજી મહારાજે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે, એની વિગતો કંઈક આ પ્રમાણે આપી શકાય
(૧) મહારાજશ્રીએ, પોતાના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ તથા ગુરુ મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની સાથે, અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના પગલે પગલે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તકના સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોનો નમૂનેદાર જીર્ણોધ્ધાર કર્યો-કરાવ્યો હતો. આ જીર્ણોધ્ધારમાં માત્ર હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવીને જ સંતોષ માનવાને બદલે એ પુસ્તકોનું માહિતીપૂર્ણ સૂચીપત્ર તૈયાર કરીને એ પુસ્તકો એનો ઉપયોગ કરવા ઈચ્છતા વિદ્વાનોને ઓછામાં ઓછી મુશ્કેલીથી મળી શકે, એવી વ્યવસ્થા પણ તેઓએ કરાવી હતી. અને કેટલાક જ્ઞાનભંડારોમાંના પુસ્તકોની સૂચીઓ તો તેઓએ ખૂબ મહેનત લઈને મુદ્રિત પણ કરી છે, જેથી દેશ-વિદેશના જુદાં જુદાં સ્થાનોમાં રહેતાં વિદ્વાનોને માટે ક્યા ભંડારમાં કેવાં કેવાં પુસ્તકો છે, તેની માહિતી ઘેરબેઠા મેળવવાનું સહેલું થઈ પડતું. આ ઉપરથી એમ સહેજે કહી શકાય કે મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સુરક્ષિત બનાવવાની જેટલી ધગશ હતી એટલી ધગશ તેઓને જ્ઞાન ભંડારનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા કરવાની હતી. આ માટે મહારાજશ્રીએ કેટલી જહેમત ઉઠાવી હતી, એની તો કેવળ કલ્પના જ કરવી રહી. એમ લાગે છે કે શ્રી પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુના ગુરુ યુગપ્રભાવક મહાપુરુષ શ્રી આત્મારામજી (આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજને જ્ઞાનપ્રચાર અને જ્ઞાનોદ્ધારની જે ઉત્કટ ઝંખના હતી, એ પરંપરાનું જ સાતત્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે સવાઈ રીતે સાચવી અને શોભાવી જાયું હતું.
(૨) જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં હસ્તપ્રતોનો ઉદ્ધાર તો સ્વયમેવ સમાઈ જાય છે. આમ છતાં શ્રી પુણ્યવિજયજી મહારાજે હજારો પ્રાચીન જીર્ણ હસ્તપ્રતોને સુરક્ષિત બનાવવા માટે, માતા જેવી મમતાથી, એમની જે માવજત કરી હતી, તેનો જુદો નિર્દેશ કરવો ઉચિત છે. જુદી જુદી પ્રતોનાં ભેગાં થઈ ગયેલાં પાનાંઓને તપાસી તપાસીને છૂટાં પાડીને એમને સળંગ પુસ્તકરૂપે વ્યવસ્થિત કરવાની, પુસ્તકોનો વિષય સમજી જવાની, છૂટાંછવાયાં પરચૂરણ પાનાંઓને જોઈને એક એક પાનાની ઉપયોગિતા નક્કી કરવાની, ફાટતૂટી કે વળી ગયેલ પ્રતને સરખી કરવાની, પ્રતોમાંના પુસ્તકની મહત્તાને પિછાની જવાની, વિશિષ્ટ મહાપુરુષોના હસ્તાક્ષરોને શ્રી પુણ્યચરિત્રમ્
200
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org