________________
હોવું જોઈએ.
મહારાજશ્રીએ ધર્મમય જીવન જીવવાની સાથે સાથે આ યુગમાં શાસ્ત્રોના રક્ષક અને ઉદ્ધારક તરીકે જે શ્રુતભક્તિ કરી છે, એનું મૂલ્ય આંકવાનું આપણું ગજું જ નથી. મહારાજજીની ધર્મસાધનાની જેમ એમની જ્ઞાનાપાસનાની પણ એ જ વિશેષતા હતી કે એમાં પણ તેઓને મન મારા-તારાપણાના કોઈ ભેદ ન હતો. વિઘામાત્ર પ્રત્યે તેઓ સમાન આદરભાવ ધરાવતા હતા અને તેથી જ તેઓ જૈન-જૈનેતર, દેશી-વિદેશી વિદ્વર્ગની સમાન ચાહના અને ભક્તિ મેળવી શક્યા હતા.
પદ્ધતિસર અભ્યાસ કરવાની તક બહુ ઓછી મળેલી; મોટે ભાગે દાદાગુરુ આદર્શ શ્રમાગ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂર્તિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજીની છત્રછાયામાં અભ્યાસ અને વિદ્યાકાર્ય સાથે સાથે જ ચાલતાં રહ્યાં. તેઓએ વિધાસાધના અને જ્ઞાનોદ્ધારના વિવિધ ક્ષેત્રે જે અસાધારણ સિદ્ધિ મેળવી, તે હેરત પમાડે એવી છે.
વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે, જૈન આગમસૂત્રો, બીજાં શાસ્ત્રીય ગ્રંથો અને અન્ય પુસ્તકોના ઉદ્ધારક તરીકે અને દેશ-વિદેશના વિદ્વાનોના ઉદાર સહાયક તરીકે દાયકાઓ સુધી મહારાજશ્રીએ
કામગીરી બજાવી છે, તેને સૌ કોઈ કૃતજ્ઞતાપૂર્વક ચિરકાળ સુધી સંભારતા રહેશે. તેઓના તથા એમના ગુરુશ્રીના હાથે સંશોધિત-સંપાદિત થયેલા ગ્રંથો સંપાદનવિદ્યાનો ઉત્તમ નમૂનો પૂરો પાડવા સાથે તેઓની સત્યપ્રિયતા અને તલસ્પર્શી અને વ્યાપક વિદ્વત્તાની સાક્ષી ભરતા રહેશે.
મહારાજશ્રીએ શરૂ કરેલો જ્ઞાનોદ્ધારનો યજ્ઞ આજે થંભી ગયો ! તેઓશ્રીના કાળધર્મથી જૈન પ્રવચનને પડેલી ખોટ ક્યારે કોના દ્વારા પૂરી થશે એની તો આજે કલ્પના પણ થઈ શકતી નથી. આ ખોટ ભારતીય અને જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનની દષ્ટિએ વિશ્વખોટ બની રહે એટલી મોટી છે.
પણ આથી નિરાશ થઈને બેસી રહીએ, એ આપણને કોઈ રીતે પાલવે એમ નથી. તેઓના જીવન અને કાર્યને નજર સામે રાખીને એ દિશામાં પુરુષાર્થ કરવો એ જ એ દિવંગત આત્માને સાચી શ્રધ્ધાંજલિ છે.
એ ધર્મમય પાવનજ્યોતિને આપણી અનેકાનેક વંદના હો!
જ્ઞાનોદ્ધારનું કપરું કામ
જૈન” સાપ્તાહિક, ભાવનગર, તા. ૨૬-૬-૭૧ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે, એટલે હાથે, જે કામ કરી ગયા, તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. અને એનું મૂલ્યાંકન કરવાનું તો આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈન સંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું હશે અને તેઓના સ્વર્ગવાસથી કેટલી મોટી ખોટ પડી છે એનો ખ્યાલ વધારે ને વધારે આવતો જશે. એ ખોટ ક્યારે, કોના દ્વારા કેવી રીતે
199
શ્રી પુણ્યચરિત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org