________________
નિખાલસતા અને નિર્ભયતા - પચ્ચીસેક વર્ષ ઉપર આગમોબારક શ્રી આનન્દસાગરસૂરિજી અહીંસુરતમાં લીંબડાની ઉપાશ્રયે સ્થિરતા કરતા હતા એવામાં પુણ્યવિજ્યજી અહીં આ જ ઉપાશ્રયમાં પધાર્યા. પ્રસંગોપાત એક રાત્રે મેં એક મુનિશ્રીની ઉપસ્થિતિમાં એમને નિમ્નલિખિત બે વિવાદાગ્રસ્ત બાબતો વિશે પોતાના વિચારો રજૂ કરવા વિજ્ઞપ્તિ કરી અને એમણે નિખાલસતા અને નિર્ભયતાપૂર્વક એ બાબતો ઉપર જે પ્રકાશ પાડ્યો તે મારી જિંદગીમાં આ જાતનો પહેલો જ અનુભવ હતોઃ
(૧) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અને માંસાહાર, (૨) ‘મહાત્મા’ ગાંધીજી અને એક લાખ વર્ષમાં થઈ ગયેલાં તીર્થકરો.
વિદ્વલ્લભ-મુનિશ્રી પુણ્યવિજયજી માટે આજે કેટલાંય વર્ષો થયાં મેં ‘વિકલ્લભ' વિશેષણ યોજ્યું છે અને મારી અન્યાન્ય કૃતિઓમાં મેં એનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સમાસના તપુરુષ તેમ જ બહુવીહિ એ બંને અર્થ મને પૂરેપૂરા અભિપ્રેત છે. એઓ વિદ્વાનોને પ્રિય છે તેમજ એમને પાગ વિદ્વાનો પ્રિય છે. આ જગજાહેર બાબતને મેં આ વિશેષ દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું છે. વિશેષમાં આથી તો મેં આ લેખનું 'પુણ્ય-પ્રસંગો' જેવા વયર્થક શીર્ષકને બદલે “વિદ્વલ્લભ'' તરીકે એમનો પ્રારંભમાં જ નિર્દેશ કરવાનું વધારે ઉચિત ગણ્યું છે. આથી આ વિશેષણની જાણ વધારે વ્યાપક બનશે એવી આશા છે. એ એમના યોગ્ય સન્માનનું પ્રતીક થઈ પડશે.
ભલામાર- ‘પ્રાકૃત ટેસ્ટ સોસાયટી' તરફથી પ્રકાશિત થતાં પુસ્તકો મને ભેટ મળતાં રહે એ માટે એમણે આ સંસ્થાના સંચાલક મહાનુભાવોને ભલામણ કરી હતી એમ જાણવા મળે છે. મને શરૂઆતના કેટલાક ગ્રંથો ભેટ મળ્યા તે આ ભલામણું પરિણામ છે એમ મારું માનવું છે.
લાક્ષણિક પરોપકાર- મુંબઈ વિદ્યાપીઠ તરફથી “આકારચિત્રોનાં ઉદાહરણો''ને અંગેનો મારો અંગ્રેજી લેખ સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ થતો હતો તેવામાં મારે અમદાવાદ જવાનું થયું. ત્યાં તારીખ ૧૩-૩-'પપના રોજ મુનિશ્રીને મળવા ગયો ત્યારે ૬૩ આકારચિત્રોથી અલંકૃત અને ઉદયવિજયે ૩૧૭ પઘોમાં રચેલ વિજ્ઞપ્તિપત્રની કપડા ઉપર ચોંટાડાયેલી અને કાગળ ઉપર લખાયેલી ટિપ્પણાના આકારની એક હાથપોથી એમણે મને બતાવી હતી એટલું જ નહીં, પણ ભલ્લ, શંખ અને શ્રીકરીનાં ચિત્રો એ ઉપરથી એમણે મને આલેખી આપ્યાં હતાં. વિશેષમાં આ અમૂલ્ય અને વિરલ હાથપોથી મારે મારી જન્મભૂમિમાં-સુરત લઈ જવી હોય તો તે માટે પૂરી સાનંદ તૈયારી બતાવી હતી. પણ આ અલભ્ય વસ્તુ લઈ જવાની મેં ના પાડી હતી. કાલાંતરે મેં આ હાથપોથી જોવા માગી ત્યારે તેમણે કહ્યું કે સાક્ષરવર્ય શ્રી જિનવિજયજીએ પ્રકાશનાર્થે લઈ ગયા છે. અન્ય ચિત્રોનું કામ આથી અટકી પડ્યું છે. આજે આ હાથપોથી ક્યાં છે અને એ વિજ્ઞમિપત્ર સચિત્ર સ્વરૂપે પ્રકાશિત થયું હોય તો તેની મને ખબર નથી.
એમની લાક્ષણિક પરોપકારવૃત્તિ-સૌજન્યનો-એક યાદગાર બીજો પણ પ્રસંગ બન્યો છેઃ
તા. ૨૪-૩-'પપને રોજ એમણે મને અષ્ટ મંગળોનાં આકારચિત્રોથી વિભૂષિત ચંદ્રપ્રભસ્વામિસ્તવનની વિ.સં. ૧૫૧૨માં લખાયેલી હાથપોથી આપી મારી આ પ્રવૃત્તિમાં મને પ્રોત્સાહિત કર્યો. આ કૃતિ મારા ઉપર્યુક્ત લેખમાં છપાઈ છે. આ હાથપોથી અંશતઃ મૂળ તેમ જ ચિત્રો એમ બંને રીતે અંશતઃ ખંડિત
167
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org