________________
હતી, પાગ એકબીજાનો લાભ લઈ હું એને પરિપૂર્ણ સ્વરૂપ આપી શક્યો હતો.
પત્રવ્યવહાર અને અક્ષરો-ચઉસરાગ ઇત્યાદિ પધણગોની પ્રાચીનતા અને પંચકમ્પના પરિચય જેવા વિષય વિષે પત્રવ્યવહાર દ્વારા એમાગે મને પોતાના વિચારો દર્શાવ્યા હતા. ગુજરાતી તથા બાળબા બંને લિપિના એમના અક્ષરો સુન્દર, સ્પષ્ટ, સુબોધ અને નયનપ્રિય છે, એમ એમના લખાણથી જણાયું છે.
સમાગમ - મારો મુનિશ્રી પુણ્યવિજ્યજી સાથેનો સમાગમ મોટે ભાગે પરોક્ષ છે. એમની રચેલી કૃતિઓનું વાંચન કરતાં મને આનંદ થયાં છે. એક અભિનવ દષ્ટાંત તરીકે કહીશ કે નન્દીસુત્તની અગિગ સહિતની એમની આવૃત્તિમાં એમણે આગમોબારકને અંગે જે પ્રશંસનીય અને અભિવન્દનીય ઉગારો મૂર્ત કર્યા છે તેનો બૃહત્કલ્પ (ભા. ૧) ગત એમની પ્રસ્તાવનામાં આગમોબારક અંગે કરેલા ઉલ્લેખ સાથે સરખાવતાં મને સાનંદ આશ્ચર્ય થયું હતું. એ જ સુજ્ઞ અને સહૃદય વ્યક્તિના જીવનમાં પણ પ્રસંગાનુસાર કેવી કેવી વિલક્ષણ-પરસ્પર વિરુદ્ધ જણાતી ઘટનાઓ બને છે તેનું આ એક જવલંત ઉદાહરણ છે.
સુયોગ - વિકલ્લભ મુનિ શ્રી પુણ્યવિજયજીના મારા ઉપર વિવિધ ઉપકારો થયા છે. તેનો ચન્કિંચિત નિર્દેશ કરવા માટે મને જે આ સુયોગ સાંપડ્યો છે તે ડો. સાંડેસરા અને ડો. ઉમાકાંતના તા. ૧૯-૯-'૯૮ના ભાવભીના આમંત્રણને આભારી છે.
અભિલાષા - પુણ્યવિજયજીએ પોતાના સાઠ વર્ષના દીર્ઘકાલિન દીક્ષાપર્યાયને વિશેષત: સાહિત્યની અભિવૃદ્ધિ કરીને સારી રીતે દીપાવ્યો છે તે બદલ હાર્દિક અભિનન્દન આપતો અને એ સત્કાર્યમાં એમની ઉત્તરોત્તર અધિક પ્રગતિ થતી રહે અને એ વપર હિતકારી બને એ અભિલાષા દર્શાવતો હું વિરમું છું.
બહુમુખી પ્રતિભા
૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ જૈન સાધુસમાજમાં કેટલાક વિદ્વાન મુનિઓ પોતાની કાર્યપદ્ધતિથી અલગ તરી આવે છે તેમાં આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીનું નામ આપી શકાય.
તેમની વિદ્વતા, પ્રતિભા, ઔદાર્ય, નમ્રતા અને સાધુચરિત સહૃદય વગેરે ગુણો તેમના આગવા વ્યક્તિત્વનો ખ્યાલ કરાવે છે.
તેમણે સંપાદિત કરેલા અનેક ગ્રંથો અને વિશિષ્ટ નિબંધોથી તેમની વિદ્વતા અને પ્રતિભાનો પરિચય મળે છે. વિદ્વાનો કે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી સાહિત્યિક સામગ્રી પૂરી પાડવાના તેમના ઔદાર્ય વિશે વિદ્વાનોએ પોતાની કૃતિઓમાં તેમની શતમુખે કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. ગમે તેવા નાના માનવી પાસેથી તેમને કોઈ કાર્ય પરત્વે સહાય લીધી હોય તો આપણા સાધુસમાજમાં અલગ તરી આવે એવી તેમની આભાર પ્રદર્શન કરવાની નમ્રતા જોઈને તો ઘણી વખત એવો માનવી શરમ પણ અનુભવે. તેમની સાથે વાત કરતાં તેમની રજૂઆતમાં કંઈ પાણ છુપાવવાની કૃત્રિમ વાગીનો કે વાતનો સહેજે પણ આભાસ ન થાય એવી એમની પારદર્શી ઋજુ સહજતા
શ્રી પુણ્યચરિત્રમ્
168
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org