________________
મળવાનું થતાં એમણે મને એક જાહેર વ્યાખ્યાન આપવા કહ્યું. એ ઉપરથી મારે ક્યા કયા મુદ્દાઓ ખાસ ચર્ચવા એ બાબત મેં એમને પૂછી એટલે એ દિશામાં એમણે વેધક પ્રકાશ પાડ્યો. બીજા દિવસે મારા વ્યાખ્યાન પ્રસંગે એઓ જ નહિ પણ એમના પ્રગુરુ પણ પધાર્યા. આથી મને સાનંદાશ્ચર્ય થયું અને મારા ઉત્સાહમાં વૃદ્ધિ થઈ. ફરીથી મળવાનું થતાં ચરવળો, કટાસણું ઈત્યાદિ શબ્દોની ચર્ચા ચાલી.
ઉદારતા- કાલાંતરે મેં જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી ત્યાં પાટણમાં હતા તેમનો વન્દનાદિ દ્વારા લાભ લેવાની ઈચ્છા દર્શાવી, તો એમની સાથે યથાયોગ્ય સુમેળ નહિ હોવા છતાં તરત જ-જરા પાર્ગ સંકોચ વિના એમણે યોગ્ય પ્રબંધ કરી આપ્યો, આ એમની ઉદારતા. આમ મારો એમની સાથેનો પ્રાથમિક પરિચય પાંગરવા લાગ્યો.
ઉપહાર-પુણ્યવિજયજીએ દેવેન્દ્રસૂરિકૃત “ચવારઃ કર્મગ્રન્થા”ની એક નકલ મને ભેટ આપી ત્યારે એમણે ગુજરાતી લિપિમાં નિમ્નલિખિત ઉલ્લેખ કર્યો હતોઃ“ભાઈશ્રી હીરાલાલ રસિકદાસ કાપડીઆને સસ્નેહ ઉપહાર
- મુનિ પુણ્યવિજય સં. ૧૯૯૩ના માગશર્ષ કૃષણપંચમી” કાલાંતરે એમણે મને બીજા બે કર્મગ્રન્થોને લગતા પુસ્તકની પણ એક નકલ ભેટ આપી હતી. એના ઉપર બાળબોધ લિપિમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો હતો :“ભાઈ શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાને સાદર સમર્પિત
પુણ્યવિજય” નિર્દેશઃ- “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રન્થના આમુખ (પૃ. ૧૪માં) પુણ્યવિજ્યજીએ “એક સુયોગ્ય વિદ્વાન લેખક તરીકે મારો નિર્દેશ કર્યો છે.
સહકાર -મુંબઈ સરકારની માલિકીની જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચિપત્ર મેં ત્રણેક વર્ષ પૂનામાં રહીને સોળ વિભાગમાં જે પૂર્ણ કર્યું હતું તે ભાંડારકર પ્રાચ્ય વિદ્યાસંશોધન મંદિર તરફતી આજે વર્ષો થયાં છપાય છે. અત્યાર સુધીમાં નવ વિભાગ પ્રકાશિત થયા છે. આ પૈકી 1 DC GCM [VolXVII, pts 12 & pt.3 pp. 1-56] જે ઈ.સ. ૧૯૩૫થી ૧૯૪૦ના ગાળામાં પ્રસિધ્ધ કરાયાં છે તેનાં બીજી વારનાં મુદ્રણપત્રોની એક નકલ, જે સંસ્થાએ મારી વિજ્ઞપ્તિથી એમના ઉપર પણ મોકલી હતી, તેમાંનો અંગ્રેજી સિવાયનો ભાગ તપાસી જવા એમણે કૃપા કરી હતી.
ઉલ્લેખ અને કૃતજ્ઞતા - "Journal of the University of Bombay" (Vol. VI, pt. 6) માં મારો લેખ નામે "Outlines of Palaeography"૧૯૩૮માં છપાયો તેમાં પૃ. ૮૯માં “જૈન ચિત્રકલ્પદ્રુમ'' ગત પુણ્યવિજયજીના જૈન લેખનકળા' નામના વિસ્તૃત લેખની મેં નોંધ લીધી છે અને અંતમાં એમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે. નોંધ કરતી વેળા મેં એમનો “an erudite scholar and a Gaina saint” તરીકે ઉલ્લેખ કર્યો છે.
શ્રી પુણ્યચરિત્રમ્
| 166
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org