________________
ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઈત્યાદિ આપાગી નજરે ચડવા લાગે છે અને વખત જતાં એ મહાપુરર્ષમાં વામન પુરુષનું આપાગને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે, જેમના જેમ જેમ નિકટના સંપર્કમાં આપાગે આવતાં જઈએ છીએ તેમ તેમ તેમના ચારિત્રનાં અજ્ઞાત ઉજ્વળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન આપાગને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજ સાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનના અત્યંત ઉજવળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન અને હંમેશાં થતું ગયું છે.
આવા ભવ્યાત્માનાં ચરણોમાં આપાગી કોટિ કોટિ વંદન હજો.
વિદ્વદલ્લભ' સાથેના સાહિત્યિક પ્રસંગો
પ્રો. હીરાલાલ ૨. કાપડિયા, સુરત વ્યસન-આજથી પચાસ વર્ષ ઉપર મુંબઈ વિદ્યાપીઠની એમ.એ.ની પરીક્ષામાં ગણિત સાથે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની વિલ્સન કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કરતી વેળા મને જૈન સાહિત્યના વિશિષ્ટ અભ્યાસ કરવાનો સુયોગ સાંપડ્યો. વાત એમ બની કે એ વર્ષે ‘શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીનું અમના બહુશ્રુત વિનેયો સહિતનું મુંબઈમાં ચાતુર્માણ થયું અને મને એનો યથેષ્ટ લાભ મળ્યો. ત્યારથી મને અનેકવિધ વિષયોનો બોધ કરાવનારા મહત્ત્વપૂર્ણ જેન તેમજ અજૈન ગ્રન્થો વાંચવા વિચારવાનો, નોંધો કરવાનો, લેખો લખવાનો તથા કૃતિઓ યોજવાનો રંગ લાગ્યો. એ મારા સ્વાધ્યાયના એક અંગરૂપે પરિણમ્યો. આગળ જતાં એ મારું વ્યસન થઈ પડ્યું. એ આજે પાગ આ વૃદ્ધાવસ્થામાં વિકટ પરિસ્થિતિ ઉભવતાં માનસિક સમતુલા જાળવવામાં, સાહિત્યનો નિર્મળ આનંદ પ્રાપ્ત કરવામાં તેમજ સાહિત્યક્ષેત્રને પોતાનાં મહામૂલ્યશાળી પ્રદાન વડે ગૌરવાંકિત કરનારા બિવૃધોનો કંઈ નહિ તો પરોક્ષ સમાગમ સાધવામાં સહાયભૂત બન્યું છે.
પ્રાથમિક પરિચય -ચાળીસેક વર્ષ ઉપર રવ. બાબુસાહેબ જીવનલાલ પનાલાલે મને ‘આહત જીવન જ્યોતિ' તૈયાર કરવાનું કામ સોંપ્યું. એ કાર્ય સાંગોપાંગ બને, એનું સમુચિત આયોજન થાય અને એ સર્વાશે કાર્યસાધક થઈ પડે એ માટે એમણે મને તે સમયના ધર્મધુરંધર જૈન આચાર્યો અને મુનિવરોનો પ્રત્યક્ષ સમાગમ સાધવાની સૂચના કરી. તદનુસાર હું પારાગ ગયો અને પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીને મળ્યો. એમાણે મને એમના પોતાના પ્રશિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી સાથે આ સંબંધમાં વિચારણા કરવી ઠીક થઈ પડશે એમ કહ્યું. સાથે સાથે મારા સદૂગત પિતા અને પિતામહના પંજાબોદ્ધારક’ શ્રી આત્મારામજી મહારાજજીના સમુદાય સાથેનો ધર્મસ્નેહ હતો તે જગાવ્યું. આ પ્રમાણેના આહલાદક વાતાવરણમાં હું પુણ્યવિજયજીને મળ્યો. આ મારો એમની સાથેનો પ્રથમ પરિચય હતો. આથી થોડીક વાતો થયા બાદ જ એમણે મારા ઘરમાંથી એમના સરનામે અશુભ સમાચાર'ના નિદર્શપૂર્વકનો મારા ઉપર લખેલો પત્ર આપ્યો. આ એમની વ્યવહારકુશળતા - વિવેકબુદ્ધિનું ધોતન કરે છે, નહિ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા' જેવો ઘાટ થાત.
જાહેર વ્યાખ્યાન- બપોરનો સમય થવા આવ્યો હતો એટલે વાત આગળ ન વધી. રાત્રે મુનિશ્રીને ફરીથી
165
શ્રી પુણ્યચરિત્રમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org