________________
છેલ્લા દિવસો
જેમ વખત જતો ગયો તેમ મહારાજશ્રીને હરસમસાની અને મોટી થઈ ગયેલ પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ ઓછી થવાને બદલે વધતી ગઈ. અને એને કારણે ઝાડો અને પેશાબ-એ બન્ને કુદરતી હાજતોમાં અવારનવાર અવરોધ આવવા લાગ્યો. પરિણામે હરમસામાંથી લોહી પડતું રહેવાને કારણે અશક્તિ અને બેચેની બન્નેમાં વધારો થતો ગયો. છેવટે લાગ્યું કે હોમિયોપેથી, આયુર્વેદિક કે બીજા આડા-અવળા ઉપચારોમાં કાળક્ષેપ કરવો એ જાણીજોઈને જોખમને નોતરવા જેવી ભૂલ છે. એટલે છેવટે એલોપેથીનો વ્યવસ્થિત ઉપચાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉ. પનાલાલ પતરાવાળા મહારાજશ્રીની સંભાળ ખૂબ ભક્તિભાવપૂર્વક રાખતા હતા, એટલે જે કંઈ ઉપચારો કરાવવામાં આવતા તે એમને જણાવીને જ કરાવવામાં આવતા. પણ એનું કંઈ પરિણામ ન આવ્યું, તેથી તેઓ પણ સચિંત હતા. અને મહારાજશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ હતો કે તાવતરિયાની કે શરીરના કોઈ પણ ભાગમાં સહન થઈ ન શકે એવા દુઃખાવાની વેદના ન થાય એટલે બસ. બાકી, શરીરની આળપંપાળની બાબતમાં કે જીવન કે મૃત્યુની બાબતમાં તેઓ, કોઈ યોગસિદ્ધ આત્માની જેમ, સાવ નિચંત, સમભાવી અને અલિમ હતા. પણ બીજાઓને માટે આવી વાતના મૂક સાક્ષી બની ચૂપ બેસી રહેવું એ શક્ય ન હતું. છેવટે ડૉ. પતરાવાળા, શ્રીયુત ફૂલચંદભાઈ શામજી અને બીજાઓએ ડો. મુકુંદભાઈ પરીખની સલાહ લેવાનું નક્કી કર્યું.
ડૉ. મુકુંદભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. એમણે જોયું કે પેલા હકીમજીએ મહારાજશ્રીના હરસમસાનું જે ઓપરેશન કર્યું હતું તે સાવ ઉપર છલ્લું હતું અને દર્દના મૂળને સ્પર્શી સુધ્ધાં નહોતું શક્યું; પરિણામે લોહીના સ્રાવને બંધ કરવામાં એ નિષ્ફળ ગયું હતું. એમણે હરસમસાનું ઓપરેશન તરત જ કરાવી લેવાની સલાહ આપી.
નિષ્ણાત, ભક્તિશીલ અને મહારાજશ્રીની તાસીરના જાણકાર શ્રી મુકુંદભાઈ જેવા ડૉકટરની સ્પષ્ટ સલાહ મળી ગઈ હતી, અને હવે બીજો કોઈ વિકલ્પ વિચારવામાં થોડો પણ સમય ગુમાવવો પાલવે એમ ન હતો. એટલે તાત્કાલિક ઉપચાર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મહારજશ્રીએ સમ્મતિ આપી અને વૈશાખ વદ ૧, તા. ૧૧-૫-૭૧ના રોજ તેઓને બોમ્બે મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. અને એના બીજા દિવસે ડૉ. મુકુંદભાઈ પરીખે હરસમસાનું ઓપરેશન કર્યું.
જે દિવસ ઓપરેશન થયું તે દિવસે પણ મહારાજશ્રી કેટલા સ્વસ્થ અને નિશ્ચિંત હતા, તે એમના પોતાના હાથે લખાયેલ એક પત્રથી પણ જાણી શકાય છે. આ પત્ર તેઓએ વિ. સં. ૨૦૨૭, વૈશાખ વિદ ૨, બુધવાર (તા. ૧૨-૫-૭૧)ના રોજ, હોસ્પિટલમાંથી, વડોદરા પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજ ઉપર લખ્યો હતો. કદાચ મહારાજશ્રીના હાથે લખાયેલો આ પત્ર છેલ્લો હશે; અથવા છેલ્લા થોડાક પત્રોમાંનો એક હશે. મહારાજશ્રીનો પત્ર આ પ્રમાણે છે–
‘‘મુ. વડોદરા, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્ત્યાદિગુણગણભંડાર પરમગુરુદેવ પંન્યાસજી મહારાજ શ્રી નેમવિજયજી મહારાજજી તથા શ્રી પં. ચંદન વિ. મ. યોગ્ય સબહુમાન વંદના ૧૦૦૮ વાર. આપશ્રી સાતામાં હશો. હું પણ સાતામાં છું. આપના પ્રતાપે લીલાલહેર છે. આપનો કૃપાપત્ર મળ્યો છે. ઘણો આનંદ થયો છે. આપની કૃપાથી પરમ આનંદ છે.’’
57
Jain Education International
For Private & Personal Use Only
શ્રી પુણ્યચરિત્રમ્
www.jainelibrary.org