SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. આપશ્રીના શરીરના સમાચાર જાણ્યા છે. આપની આટલી વૃદ્ધાવસ્થામાં બાહ્ય પીડાઓ વધે જ વધે. હવે સામાન્ય દવાથી જ જે થાય તે જ કરવાનું.” | વિ. પાંચ મહિનામાં ઘણા ઈલાજો કર્યા પણ મસામાંથી લોહી આવવું બંધ ન થવાથી હવે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું છે. ગઈકાલે હોસ્પિટલમાં આવ્યા છીએ. આજે નવ વાગ્યે ઓપરેશન થવાનું છે. કોઈ વાતે ફિકર કરશો નહીં. હું દરેક રીતે સાતામાં છું. આપના પ્રતાપે સારું થઈ જશે. ઓપરેશન કોઈ ભારે નથી. શરીરમાં અશક્તિ છે, પણ બીજી પીડા નથી. તાવ કે કાંઈ નથી. આપ સાતામાં રહેજો. કૃપા રાખજો.” લી. સેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના. “શ્રી કપૂરશ્રીજી મ. વગેરેને, હસમુખ બહેન તથા રમણભાઈ વગેરેને સમાચાર કહેજો.” આ કાગળ રવાના કરતાં પહેલાં પૂ. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીએ એમાં ઉમેર્યું હતું કે- “પ. પૂ. આગમપ્રભાકરશ્રીજી મ. નું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. આપશ્રી સુખશાતામાં હશો. ત્રણ મસા નીકળ્યા છે તે જાણશોજી.” મહારાજશ્રીએ અનેકવિધ કાર્યો કરવા છતાં એમનું ચિત્ત સદા સમાધિની સાધના માટે જ જાગ્રત અને પ્રયત્નશીલ હતું, અને તેથી જ તેઓ આવી અસાધારણ સમતા અને શાંતિ અનુભવી શકતા હતા. મુંબઈના ઘણા મહાનુભાવો મહારાજશ્રીની સેવા માટે તત્પર હતા. મહારાજશ્રીને કેન્દ્રમાં રાખીને રચાયેલ અમારા મિત્રમંડળમાંથી શ્રી કાંતિભાઈ કોરા, ખડા સૈનિક શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને મહારાજશ્રીના આજીવન સેવક શ્રી માધાભાઈ મહારાજશ્રીની સેવામાં રહ્યા. અમારે નસીબે તો મુંબઈથી ટપાલ કે કોલ મારફત મળતા સમાચારથી જ સંતોષ માનવાનું આવ્યું. આમ છતાં, એટલું યાદ આવે છે કે, શ્રી મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મેના છેલ્લા અઠવાડિયા દરમ્યાન અમારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાને મુંબઈ જવાનું થયેલું, એટલે તેઓ સારવાર દરમ્યાન મહારાજશ્રીનાં દર્શન કરી શકેલા. મહારાજશ્રીને ઓપરેશન કરવામાં આવ્યું તેના થોડા દિવસ બાદ મારા ઉપર ટપાલ લખતાં રહીને મહારાજશ્રીની તબિયતના નિયમિત સમાચાર આપતા રહેવાનું પવિત્ર ‘સંજયકાર્ય', અમારા નિષ્ઠાવાન સાથીઓમાંના એક, ભાઈશ્રી લક્ષ્મણભાઈએ જે રીતે સંભાળ્યું, તે માટે હું એમનો ખૂબ આભારી છું. ઓપરેશન પછીની મહારાજશ્રીની તબિયતના સમાચાર તેઓના જ શબ્દોમાં જાણીએ તા. ૨૫-૫-૭૧ના કાર્ડમાં તેઓએ લખ્યું હતું : “ગઈ કાલે સવારે ૧૦ વાગે ટોટી (કેથેડ્રલ) કહાડડ્યા પછી, ઘણી મુસીબતે, તોલો-બે તોલા માત્રુ આવતું હતું. સાંજે ૪ વાગતાં સુધીમાં તો પેઠું ભરાઈ ગયું. અને પાણી સુદ્ધાં પીવાનું બંધ થઈ ગયું. ટીકડી આપી, શેક કર્યો, પણ કશો ફરક ન પડ્યો. છેવટે સાંજે સાત વાગે ટોટી ફરીથી ચઢાવી અને ચઢાવતાં જ બે બાટલા માત્રુથી ભરાઈ ગયા. તે પછી રાત સારી ગઈ. અત્યારે ટોટી ચઢાવેલી છે. મસાનું ઓપરેશન કર્યું છે તે ભાગ હજુ રુઝાયો નથી. ઝાડો એનીમા આપીને જ કરાવવો પડે છે. શરીરમાં અશક્તિ પણ ઘણી છે. આજે સાંજે ડૉકટરના આવ્યા પછી ખબર પડે કે હવે આગળ શું કરવું? મસાના ઓપરેશનવાળો ભાગ રૂઝાય નહીં ત્યાં સુધી પ્રોસ્ટેટ અંગે કશું નવું કરવાનું નથી.' શ્રી પુણ્યચરિત્રમ્ - 58 Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy