________________
આ એક જકાગળમાં ચિંતા કરાવે એવી ઘણી બાબતો હતી. તેમાંય અશક્તિ ઘણી હોવાનું લખ્યું તે ચિહ્ન શરીરની આંતરિક શક્તિને સારો એવો ઘસારો લાગ્યાનું સૂચવતી હતી; છતાં સ્વજન માટે કે સામાન્ય જન માટે પણ અનિષ્ટની કલ્પના કરવાનું કોને ગમે? અમે સારાની આશામાં રાચતા રહ્યા !
તા. ૨૬-૫-૭૧ના અંતર્દેશીય પત્રમાં તેઓએ લખેલું “પૂ. મહારાજ સાહેબનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે તેવો ડોકટર પરીખનો અભિપ્રાય છે....... આ બધું કયાં કરવું, કોની પાસે કરવું વગેરે માટે હજુ ફાઈનલ નિર્ણય થયો નથી. એક વિચાર એવો પણ છે કે, ડૉ. કરંજીયાવાલા પાસે બોમ્બે હોસ્પિટલમાં કરાવવું. આજે સાંજે અથવા આવતીકાલે આ બાબતનો નિર્ણય થશે....... સામાન્યરીતે મહારાજશ્રી શાંતિમાં છે.”
- તા. ૨૭-૫-૭૧ના અંતર્દેશીય પત્રમાં તેઓએ જણાવ્યું: “ગઈકાલે પૂજ્ય મહારાજ સાહેબને એનીમા, ઓલીવ ઓઈલ તથા ગ્લેસેરીન આપેલ, પણ ઝાડો થયો નહીં. છેવટે ઘણી મહેનતે ગંઠાયેલો મળ નીકળ્યો અને પૂ. મહારાજ સાહેબ એકદમ ઢીલા થઈ ગયા. બપોરે ૩ વાગે ડોકટર પતરાવાલાને બોલાવવા પડ્યા. ઈંજેકશન આપ્યું છતાં સાંજ સુધી ગભરામણ જેવું ચાલુ રહ્યું. તે પછી રાત શાંતિમાં ગઈ છે. ગઈકાલે બપોર પછી કશું જ વાપર્યું ન હતું..... અત્યારે અશક્તિ ઘણી છે. અને તે જ કારણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની ઉતાવળ થઈ શકતી
નથી.”
આ કાગળ ઉપરથી જોઈ શકાય છે કે રોગનું પ્રતીકાર કરવાનું શરીરબળ ધીમે ધીમે ઘટતું જતું હતું, અને હવે તો, જાણે શરીર રોગના ઉપચારને ગાંઠવા માંગતું ન હોય એમ, નવી નવી ફરિયાદો ઊભી થવા લાગી હતી. પણ આ સમગ્ર સ્થિતિનું તારણ આપણે ન કાઢી શક્યા!
તા. ૨૮-૫-૭૧ના અંતર્દેશીય પત્રમાં એમણે સમાચાર આપ્યા: “પ્રોસ્ટેટનું ઓપરેશન તરત નહીં કરવા પાછળ એ પણ કારણ છે કે મહારાજજી હજુ ચત્તા સૂઈ શકતા નથી અને બેસી પણ શકતા નથી. ચાર-પાંચ દિવસમાં બેસતા થઈ જશે તેવી ધારણા છે.”
- તા. ૩૧-૫-૭૧ના અંતર્દેશીય પત્રથી શ્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું - “પૂ. મહારાજ સાહેબ શાતામાં છે. હવે દસ્ત એની મેળે થાય છે. એનીમા આપવું પડતું નથી. આહાર પણ લઈ શકાય છે અને ઊંઘ પણ આવે છે. આજે પલંખી વાળીને પાંચ-દસ મિનિટ બેસાર્યા હતા. હવે તબિયત સારી છે.''
આ સમાચાર કંઈક ચિંતાને દૂર કરે એવા સારા હતા.
વચમાં કયારેક અમારા મિત્ર શ્રી કાંતિભાઈ કોરાના કાગળ કે ટૂંક કોલથી અથવા શ્રી લક્ષ્મણભાઈની ટપાલથી મહારાજશ્રીની તબિયતના જે સમાચાર મળતા રહ્યા, તે ઉપરથી સામાન્ય રીતે લાગ્યું કે હવે ખાસ ચિંતા કરવા જેવું નથી, અને તબિયત સુધરતી આવે છે.
તા. ૬-૬-૭૧ના કાર્ડમાં એમણે સૂચવ્યું: “પૂજ્ય મહારાજ સાહેબ સુખ-શાતામાં છે. અને આપને ધર્મલાભ લખાવ્યા છે. પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન, શકુંતલા હાઈસ્કૂલ પાસે બાચા નર્સીગ હોમ''માં, ડૉ. મુકુંદભાઈ પરીખના હાથે, તા. ૮-૬-૭૧ને મંગળવારે સવારે આઠ વાગે, કરવાનું નક્કી થયું છે. કોઈ જાતની ફિકરચિંતા કરશો નહીં. સોમવારે સવારે અમે બાચામાં દાખલ થઈશું.”
59
થી પુણ્યચરેત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org