SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૮મી તારીખે ઓપરેશન થયાના સમાચાર શ્રી કાંતિભાઈ કોરાના ટૂંકકોલથી અમને મળ્યા અને અમે કંઈક નિરાંત અનુભવી; હરમસાનું ઓપરેશન તો આ પહેલાં જ શાંતિથી થઈ ગયું હતું. આ તારીખે વડોદરા પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજને લખેલ કાર્ડમાં શ્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું : ‘‘પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનું પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન સારી રીતે થયું છે... તબિયત સારી છે. કોઈ જાતની ફિકરચિંતા કરશો નહીં.’’ આ ઓપરેશન નવી પદ્ધતિથી એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેથી સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્લેંડના ઓપરેશનમાં નાનું અને મોટું એમ બે ઓપરેશન કરવાં પડે છે તેના બદલે એક જ ઓપરેશનથી કામ પતે છે અને દર્દી વહેલો બેસતો-ફરતો-હરતો થઈ જાય છે. ૧૦મી જૂનના પોસ્ટકાર્ડમાં શ્રી લક્ષ્મણભાઈએ લખેલું ઃ ‘‘પૂ. મહારાજ સાહેબની તબિયત સારી છે. આજથી મગનું પાણી અને એવી હળવી ચીજો આપવાનું શરૂ કર્યું છે. આજે ખુરશી ઉપર બેસાર્યા હતા. આવતીકાલે કેથેડ્રલ કહાડી નાંખવાની છે. કહાડડ્યા પછી કુદરતી માત્રુ કેવું અને કેટલું આવે છે તે જોયા પછી સારા-ખોટાની ખબર પડે. અત્યારે તો કોઈ તકલીફ નથી. ૪૮ કલાક ગેસની તકલીફ રહી. હવે સારું છે. અશક્તિ પુષ્કળ છે. અઠવાડિયામાં અહીંથી રજા મળશે એવી ધારણા છે.’’ એમનું ૧૨મીનું કાર્ડ કહેતું હતું ઃ ‘પૂ. મહારાજ સાહેબને આજે કેથેડ્રલ કહાડી નાખી છે અને રૂમમાં ફરવાની છૂટ આપી છે. બેસવાની છૂટ તો પહેલે દિવસે જ આપી હતી. તેલ-મરચું-ખટાશ સિવાય ખાવા માટે પણ છૂટ છે. આજે રૂમમાં ફેરવ્યા હતા. અશક્તિ બહુ છે.'' આ છે મહારાજશ્રીની શરીરસ્થિતિની અને દાકતરી સારવારની ડાયરી. આ ડાયરીનું જાણે છેલ્લું પાનું લખતા હોય એમ, ૧૪મી જૂનનું કાર્ડમાં લખીને ટપાલમાં નાખ્યું. એમાં શ્રી લક્ષ્મણભાઈએ મને જણાવ્યું હતું કે– ‘‘પૂજ્ય મહારાજ સાહેબની તબિયત સારી છે. બે દિવસ ગેસની ટ્રબલ જોરદાર રહી. એક દવાનો ડોઝ આપતાં પણ તકલીફ પડે તેવું થયું. આજે ઘણો ફાયદો છે. સવારે હોસ્પિટલમાં થોડા ચલાવ્યા પણ ખરા અને સાબુદાણાની કાંજી વગેરે વપરાવ્યું પણ ખરું. એક-બે દિવસમાં અહીંથી રજા મળશે. હવે મસાની કે પ્રોસ્ટેટની કોઈ તકલીફ નથી. અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે રહેવું પડશે. જો ગેસ ટ્રબલ વધારે હશે તો પાછા મેડીકલ સેન્ટરમાં જવાનું થશે. એટલે એક્ષરે વગેરે ત્યાં લઈ શકાય. નહીંતર શ્રી મહાવીર વિદ્યાલય અથવા કોઈકના ઘેર રહેવાનું થશે.’’ આ અરસામાં શ્રી કોરા સાહેબે મને એક કાગળમાં લખેલું કે મહારાજશ્રી આહાર-પાણી-દવા જેવું કંઈક પણ લેવા જાય છે, ત્યારે કાળજામાં એવું અસહય દર્દ થાય છે કે ક્યારેક તો મહારાજશ્રીની આંખોમાં જળજળિયાં આવી જાય છે. આહાર, પાણી કે ઓષધ જેવું કંઈ પણ લેતી વખતે છેલ્લા બે દિવસ મહારાજશ્રીએ જે વેદનાનો અનુભવ કર્યો તેનો ચિતાર મહારાજશ્રીના અનન્ય ભક્ત શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીએ, મહારાજશ્રીના સ્વર્ગવાસ બાદ, શ્રી પુણ્યરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only 60 www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy