________________
તા. ૧૬-૬-૭૧ના રોજ, પૂના, આચાર્ય મહારાજશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર જે પત્ર લખ્યો હતો એમાં આપ્યો છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે “તા. ૧૨ અને ૧૩, શનિ અને રવિ બન્ને દિવસો ચિંતાજનક અમારા માટે હતા, કારણ કે તે બન્ને દિવસોએ આગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દર્દનું ઓપરેશન બહુ જ સારું થઈ ગયું; તેની કોઈ તકલીફ હતી નહીં, પરંતુ છાતીમાં જ્યાં પાણી તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં, તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખોમાં પાણી આવી જતાં. કોઈ પ્રવાહી અગર દૂધ-ચા-પાણી કાંઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત દાક્તરોને બોલાવ્યા અને બધાએ એકી અવાજે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી, ગેસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે.”
અને ડૉકટરોનો આ અભિપ્રાય સાચો હતો. આ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી ફૂલચંદભાઈએ જ પોતાના ઉક્ત કાગળમાં લખ્યું હતું કે-“તે મુજબ (દાક્તરોએ કહ્યા મુજબ) સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નારિયેળનું પાણી, પપૈયું તેમજ કાંજી વગેરે લીધું. સાંજે ખીચડી લીધી. રૂમમાં પોતે જ દસ-બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા, ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા; ખૂબ આનંદથી વાતો કરી, અને બધાને ખૂબ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને થોડા નરીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાતો નક્કી કરી અને સોમવારે સાંજે સાડા છએ હું જમવા ગયો.”
- આ રીતે ૧૪મી તારીખે તબિયત એકંદર સારી હતી એટલે દિવસભર ભાવિકજનો મહારાજશ્રીનાં દર્શન કરવા, એમને શાતા પૂછવા આવતા રહ્યા અને, અશક્તિ વધુ લાગવા છતાં, મહારાજશ્રી પણ સૌને પ્રસન્નતાથી આવકારતા રહ્યા. શ્રી ફૂલચંદભાઈ શામજી સાંજ સુધી એમની પાસે હતા અને શ્રી કાંતિભાઈ કોરા તો મોડી સાંજે મહારાજશ્રી પ્રતિકાર કરવા બેઠા તે પછી જ ઘેર ગયા હતા. આમ બધું સલામત, આનંદકારી અને ચિંતાને ઓછી કરે એવું હતું. પણ એ સલામતી અને એ આનંદ છેવટે છેતરામણાં નીવડ્યાં!
શ્રી લક્ષ્મણભાઈના છેલ્લા કાગળમાં કેવા સંતોષકારક અને સારા સમાચાર હતા ! છતાં એક વાત તો તેઓના દરેક કાગળમાં રહેતી કે અશક્તિ બહુ છે. વારંવાર કહેવામાં આવતી આ વાત જરૂર ચિંતા ઉપજાવે એવી હતી; પણ છેલ્લા કાગળમાં સારા સમાચાર એટલા બધા હતા કે આપણી ચિંતા દૂર થઈ જાય, ઓછી થઈ જાય. પણ ક્યા સમાચારને કેટલું મહત્ત્વ આપવું એ માટેનો આપણો અને કુદરતનો ગજ જુદો હોય છે; અને છેવટે કુદરતના ગજનો ફેંસલો જ કાળા માથાના પામર માનવીએ શિરે ચડાવવો પડે છે !
અને..... અને... અને થયું પણ એવું જ
ડાયરીના છેલ્લા પાનારૂપ શ્રી લક્ષ્મણભાઈનું ઉપર સૂચવેલું છેલ્લું પોસ્ટકાર્ડ, રેલગાડીમાં બેસીને, પોતાની મજલ પૂરી કરીને, મારા હાથમાં આવે તે પહેલાં જ, રાત્રે સાડા નવના સુમારે, મુંબઈથી અમારા મિત્ર શ્રી કોરા સાહેબના પુત્ર ભાઈ અશોકે મને ટૂંકકોલથી સમાચાર આપ્યા કે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા!
ન કલ્પી શકાય એવા આ સમાચાર હતા. એ સાંભળીને પળવાર તો અંતરને કળ ચડી ગઈ, ચિત્ત સૂનમૂના
'61
થી પુણ્યચરિત્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org